બૉલીવુડમાં દરેક શુક્રવારે ઘણુબંધુ બદલાઈ જાય છે. નવી ફિલ્મની સાથે નવા ચેહરાઓ અને નવી નવી કહાનીઓ બની જાય છે. ઘણીવાર આ ચેહરાઓ સુપરહિટ થઈ જાય છે તો ઘણીવાર સુપર ફ્લૉપ. એવું પણ બને છે કે કામિયાબીની આ સ્પર્ધામાં અમુક આગળ નીકળી જાય છે તો કોઈ પાછળ રહી જાય છે.

બોલીવુડમાં જાહ્નવી કપૂર અને સારા અલી ખાને એકસાથે જ એન્ટ્રી લીધી હતી. જેમાં કદાચ સારા અલી ખાન આ સફરમાં જાહ્નવી કપૂર કરતા આગળ નીકળી ગઈ છે. એવામાં આજે અમે તમને આવી જ અમુક એવી અભિનેત્રિઓ વિશે જણાવીશું જેઓએ બોલીવુડમાં સફર તો એકસાથે જ શરૂ કરી હતી પણ એમાંની અમુક આગળ નીકળી ગઈ તો અમુક રહી ગઈ પાછળ.
1. પરિનીતી ચોપરા અને આલિયા ભટ્ટ:

આલિયા ભટ્ટ અને પરિનિતી ચોપરાએ બોલિવુડમાં એકસાથે જ એન્ટ્રી લીધી હતી. જ્યા પરિનીતીએ ઇશ્ઝાદે દ્વારા અને આલિયા ભટ્ટએ સ્ટુડન્ટ ઓફ ધ ઈયર દ્વારા એન્ટ્રી લીધી હતી પણ બંન્નેને પોત પોતાની ફિલ્મ માટે એકપણ એવોર્ડ મળ્યો ન હતો. જ્યારે બીજી તરફ ફિલ્મ બર્ફીથી એન્ટ્રી લેનારી સાઉથ અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હાલ આલિયા જ્યા ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાંની એક છે જ્યારે પરિનીતિ ચોપરા અને ઇલિયાના બંન્ને સ્ટ્રગલ કરી રહી છે.
2. આસિન અને અનુષ્કા શર્મા:

ફિલ્મ રબ ને બનાદી જોડી જ્યારે રિલીઝ થઇ તો શાહરુખ ખાનના અભિનયના દરેકે વખાણ કર્યા હતા પણ અનુષ્કા શર્મા પર કોઈએ ધ્યાન પણ આપ્યું ન હતું. પણ પોતાની બીજી ફિલ્મો દ્વારા અનુષ્કાએ એ સાબિત કરી દીધું કે પોતે પણ એક બેસ્ટ અભિનેત્રી બની શકે છે. જ્યારે બીજી તરફ આસીને તેની સાથે જ વર્ષ 2008 માં ફિલ્મ રેડ્ડી દ્વારા એન્ટ્રી લીધી હતી. તે આસિનની વર્ષની સૌથી હિટ ફિલ્મ સાબિત થઇ, ફિલ્મ ગજનીમાં આસીને પોતાના અભિનયથી દરેકને હેરાન કરી દીધા પણ તેના પછી આસીનની ફિલ્મો કઈ ખાસ કમાલ દેખાડી ન શકી અને અનુષ્કા આજે ટોપ અભિનેત્રીઓમાં શામિલ થઇ ગઈ.
3. સોનમ કપૂર આહુજા અને દીપિકા પાદુકોણ:

જ્યારે વર્ષ 2007 માં ફિલ્મ ઓમ શાંતિ ઓમ અને સાંવરિયા એક સાથે રિલીઝ થવાની હતી તો બંન્નેની રીલિઝ તારીખને પણ બદલવામાં આવી હતી. પણ ફિલ્મ ઓમ શાંતિ ઓમ સુપરહિટ રહી અને સાંવરિયા કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. જો કે આજે બંન્ને બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં શામિલ છે.
4. કરીના કપૂર અને અમિષા પટેલ:

કરીના અને અમિષા પટેલે એકસાથે જ ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી પણ આજે બંન્ને સફળતાના અલગ અલગ મુકામ પર છે. જ્યા અમીષાની કહોના પ્યાર હૈ ફિલ્મ સુપરહિટ રહી જ્યારે કરિનાની અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ રેફ્યુજી સુપર ફ્લોપ રહી. પણ આજે કરીના સફળતાના આસમાન પર છે અને અમિષા પેટલનું ફિલ્મી કેરિયર લગભગ ખતમ જ થઇ ચૂક્યું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.