ફિલ્મી દુનિયા

લોકડાઉનના દરમિયાન ઇન્ડસ્ટ્રીના આ સીતારાઓએ મૌતને લગાડ્યું ગળે

વર્ષ 2020 દરેક કોઈ માટે મહા સંકટ લઈને આવ્યું છે. એક તરફ દુનિયાભરમાં કોરોનાનો કહેર તો બીજી તરફ દિગ્ગજ કલાકારોના નિધન. આગળના અમુક સમયમાં બૉલીવુડ, ટીવી જગત આ અને ખેલ જગતના ઘણા સિતારાઓ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે જેમાના અમુકે તો આત્મહત્યા કરીને પોતાના જીવનને ટૂંકાવી લીધું છે. એવામાં આજે અમે તમને એવા દિગજ્જ કલાકારો વિશે જણાવીશું જેઓ લોકડાઉનમાં આત્મહત્યા કરીને હંમેશા માટે દુનિયા છોડીને ચાલ્યા ગયા.

1. સુશાંત સિંહ રાજપૂત:

Image Source

ટીવી જગત અને બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારના રોજ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે સુશાંત આગળના છ મહિનાથી ડિપ્રેશનનો શિકાર હતા અને તેનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. સુશાંતના રૂમમાંથી ડિપ્રેશનને લગતી ઘણી દવાઓ મળી આવી હતી.

2. મનમીત ગ્રેવાલ:

Image Source

ટીવી અભિનેતા મનમીત ગ્રેવાલે પણ આગળના મહિને આર્થિક તંગીથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી હતી. મનમીત આદત સે મજબુર અને કુલદીપક જેવા શો માં કામ કરી ચુક્યા છે. તેના મિત્રએ જણાવ્યું હતું કે મનમીતે પોતાના જ ઘરે ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મનમીત માત્ર 32 વર્ષના જ હતા. તેના મૃત્યુ પછી લોકો એ જણાવ્યું કે ઘણા દિવસોથી કામ અને પૈસાની તંગીથી તે ખુબ ચીંતત હતા.

3. પ્રેક્ષા મેહતા:

Image Source

ક્રાઇમ પેટ્રોલથી જાણીતી થયેલી અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ પણ લોકડાઉનના દરમિયાન ઈંદોરના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેનું મૃત શરીર પંખા પર લટકેલું જોવા મળ્યું હતું. પ્રેક્ષા ક્રાઇમ પેટ્રોલ, મેરી દુર્ગા, લાલ ઇશ્ક જેવા ટીવી શો માં કામ કરી ચુકી છે. જાણવામાં આવ્યું હતું કે પ્રેક્ષાને ઘન સમયથી કામ મળી રહ્યું ન હતું જેને લીધે તે તણાવમાં હતી.

4. દિશા સાલિયાન:

Image Source

સુશાંતના નિધનના પાંચ દિવસ પહેલા જ સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાએ પણ મુંબઈમાં 14માં માળથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.  દિશા પોતાના મંગેતર સાથે મુંબઈના મલાડમાં રહેતી હતી. ઘટનાની જાણ થતા જ તેને બોરીવલી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.