ખબર

જાણો ત્રીજી લહેર માટે શું છે ગુજરાત સરકારનો એક્શન પ્લાન ? મુખ્યમંત્રી રૂપાણીએ લાઈવમાં આપી માહિતી

ત્રીજા વેવ બાબતે 6 કરોડ જનતાને CM રૂપાણીએ આપ્યા ખુશીના સમાચાર- જાણો વિગત

કોરોનાની પહેલી લહેર બાદ આવેલી બીજી લહેર સમગ્ર દુનિયા માટે ખુબ જ ઘાતક સાબિત થઇ. બીજી લહેરની અંદર ગુજરાતમાંથી પણ ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે હવે વૈજ્ઞાનિકો દ્વારા ત્રીજી લહેરની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આ બાબતે ગુજરાત સરકાર પણ અત્યારથી સજાગ બની ગઈ છે.

આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે સંભવિત ત્રીજી લહેરને લઇ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં સીએમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારે કોરોનાની ત્રીજી વેવને લઇ એક્શન પ્લાન બનાવ્યો છે. સાથે જ ટેસ્ટિંગ, ઓક્સિજન અને હોસ્પિટલની વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

સીએમ રૂપાણી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં રોજના 25,000 કેસ આવે તો પણ તેને પહોંચી વળવા માટે સરકાર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્યમાં 2,50,000 એક્ટીવ કેસ હોય ત્યાં સુધીની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે.

રાજ્ય સરકાર કોરોનાની સંભવિત લહેરને પહોંચી વળવા માટે 1,10,100 ઓક્સિજન બેડ, 30,000 ICU બેડ અને 15,000 વેન્ટિલેટર બેડ તૈયાર રાખાશે. સાથે જ બાળકને ધ્યાને રાખી 4000 પીડિયાટ્રિક પણ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.