ખબર

ગુજરાતમાં ખુશીની લહેર, 24 કલાકમાં પહેલીવાર ડિસ્ચાર્જ વધુ ને કેસ ઓછા- જાણો અપડેટ

આજે લોકડાઉનનો 47મોં દિવસ છે અને આરોગ્ય સચિવ જયંતી રવિએ ગુજરાતીઓ માટે પોઝિટિવ સમાચાર આપ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધી રાજ્યમાં લોકોમાં ટેંશનનો માહોલ હતો, પરંતુ હવે એક ખુબ જ સારા અહેવાલ આવ્યા છે. ગુજરાતમાં દર્દીઓના રિકવર થવાનો રેશિયો વધ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો કુલો 8195 આંકડો પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે. સચિવે જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2545 લોકો સાજા થયા, આજે રાજ્યમાં કુલ 454 લોકો રિકવર થયા છે. ગુજરાતમાં સાજા થવાનો રેશિયો 32.64 ટકા છે. 24 કલાકમા 21 લોકોના મોત નિપજ્યા છે. કોવીડને લીધે કુલ 493 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Image source

નવા નોંધાયેલો કેસો ની વાત કરીએ તો અમદાવાદમા 278, મહેસાણા અને ગીર-સોમનાથમાં 8-8, સુરતમાં 41, વડોદરામાં 25, ગાંધીનગરમાં 10, સાબરકાંઠામાં 6, બનાસકાંઠામાં 4, પાટણ અને બોટાદમાં 3-3, પંચમહાલ, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 2-2 તેમજ આણંદ, કચ્છ અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક વિસ્તારમાં લોકડાઉન હળવું કરવા ગંભીર વિચારણા કરાઈ રહી છે.

આશરે બે લાખ શ્રમિકોને તેમના વતન સુખરૂપ પહોંચતા કરવામાં આવ્યા છે. રવિવારની રાત સુધીમાં ગુજરાતથી વતન રવાના થનાર મજદૂરોની સંખ્યા અઢી લાખ સુધી પહોંચી જશે

ગરીબ અને મધ્યમવર્ગને CM રૂપાણીની પ્રેરણાથી 1165 કરોડના ખર્ચે 48 લાખ ટન રાશનનું નિઃશુલ્ક વિતરણ

ગુજરાત સરકાર શ્રમિકોની સતત ચિંતા કરી રહી છે. દેશભરમાં રવિવારે મધરાત સુધીમાં દોડેલી કુલ 364 પૈકીની 167 ટ્રેનો તો એકલા ગુજરાત રાજ્ય દ્વારા જ દોડાડવામાં આવી છે. આ દૃષ્ટિએ લગભગ 46% ના હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે, જેણે મહત્તમ સંખ્યામાં શ્રમિક સ્પેશિયલ અને શ્રમજીવી ટ્રેનો દોડાવીને શ્રમિકોને તેમના માદરે વતન પહોંચાડવામાં મદદ કરી છે. મહારાષ્ટ્રની સરખામણીએ લગભગ ત્રણ ગણી વધુ ટ્રેનો ગુજરાત સરકાર દ્વારા દોડાવવાની કામગીરી થઇ છે, જેના દ્વારા આશરે બે લાખ શ્રમિકોને તેમના વતન સુખરૂપ પહોંચતા કરવામાં આવ્યા છે. રવિવારની રાત સુધીમાં ગુજરાતથી વતન રવાના થનાર મજદૂરોની સંખ્યા અઢી લાખ સુધી પહોંચી જશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ-કોવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના કોઇ નાગરિક-ગરીબ અંત્યોદય-મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુવું ન પડે તેવી દર્શાવેલી સંવેદનાની ફલશ્રુતિને પરિણામે, એપ્રિલ માસમાં રૂ. ૧૦૩૯ કરોડની બજાર કિંમતનું ૪૩.૬૦ લાખ કવીન્ટલ અનાજ વિનામૂલ્યે આવા પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર એપ્રિલ મહિના દરમ્યાન NFSA ૬૬ લાખ પરિવારોને તબક્કાવાર બે વખત તેમજ APL-1 મધ્યમવર્ગીય ૬૧ લાખ પરિવારોને એક વખત આવું વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું છે.

Image Source

ત્યારબાદ તારીખ 1-મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી રૂપાણીએ ફરી વખત મે માસમાં APL કાર્ડધારકોને ફરી નિઃશુલ્ક અનાજ આપવાની જાહેરાત કરી હતી. હાલ એ વિતરણની પ્રક્રિયા ચાલું છે અને 10 મે સુધીમાં 115 કરોડની કિંમતના 4 લાખ 60 હજાર ક્વિન્ટલ અનાજનું વિતરણ થઈ ચૂક્યું છે.