અજબગજબ

આ અરબપતિ મહિલાને થયો શાકભાજીવાળા સાથે પ્રેમ અને દહેજમાં આપ્યા, પછી જે થયું તે બહુ જબરું છે

કહેવામાં આવે છે કે પ્રેમને કયારે પણ ઉંમર નથી નડતી કે પ્રેમ કરવા માટે કોઈ ચોક્કસ સમય નથી હોતો. પ્રેમમાં બધું કુરબાન હોય છે. પ્રેમ આંધળો હોય છે. ચીનમાં હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે. હાલ ચીનમાં ન્યુલી મેરિડ કપલ ચર્ચામાં આવ્યું છે.

ચીનમાં એક 38 વર્ષની અમીર મહિલાએ તેનાથી 15 વર્ષ નાના એટલે કે 23 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, આ મહિલાની સાસુની ઉંમર તેના કરતા ફક્ત એક જ વર્ષ મોટી છે. આ લગ્ન હેન્નાન પ્રાંતના કીયૉન્ગઘઈ શહેરમાં થયા હતા.આ કપલના લગ્નના ફોટો વાયરલ થતા જ લોકો વાતો કર રહ્યા હતા.

Image Source

રિયલ એસ્ટેટનો ધંધો કરનારી આ મહિલા અને યુવક વચ્ચે જયારે રોમાન્સ શરૂ થયો તેના થોડા સમય બાદ જ મહિલા પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. મહિલા પ્રેગ્નેન્ટ થઇ જતા બન્નેએ લગ્ન કરવાનો ફેંસલોઃ લીધો હતો. યુવકે તેના માતા પિતા સામે લગ્નનું પ્રપોઝલ રાખ્યું ત્યારે તેના માતા-પિતાએ લગ્નનો સાફ ઇન્કાર કરી દીધો હતો. પરિવારજનોએ ઉંમરને કારણે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.

Image Source

પરંતુ મહિલા આ યુવક સાથે લગ્ન કરવા કટિબદ્ધ જ હતી. તેથી તેને યુવકના પરિવારજનોને 66 લાખ રૂપિયા કેશ, એક રિયલ સ્ટેટ લોટ અને ફેરારી સ્પોર્ટ્સ કાર દહેજમાં આપવાનો ફેંસલો લીધો હતો. દહેજમાં 5 કરોડ રૂપિયાની ગીફ્ટ અને કેશ મળ્યા બાદ યુવકના પરિવારજનો આ લગ્ન માટે તુરંત જ રાજી થઇ ગયા હતા.

આ કપલ લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. બન્ને લાલ કલરની ફેરારી કારમાં સેરેમનીમાં પહોંચ્યા હતા. તો બીજી તરફ દુલહને લગ્નમાં સોનાના દાગીનાથી ઢંકાઈ ગઈ હતી. લગ્નના સમયે દુલહન પ્રેગ્નેન્ટ હતી, છતાં પણ તે વ્હાઇટ કલરના ગાઉનમાં બહુજ સુંદર લાગી રહી હતી. તો દુલ્હો પણ બધા જ ફોટોમાં હસતો નજરે આવ્યો હતો.

જણાવી દઈએ કે, આ મહિલા રિયલ એસ્ટેટનો બિઝનેસ કરતી હતી. આ પહેલા પણ આ મહિલાના લગ્ન થઇ ચુક્યા છે. તેને એક 14 વર્ષનો પુત્ર પણ છે. આ લગ્નને લઈને સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ શુભેચ્છા પાઠવી હતી તો ઘણા લોકોએ ટ્રોલ પણ કર્યા હતા.