પરણિત અને 3 બાળકોના પિતાને 19 વર્ષની છોકરીએ પ્રેમજાળમાં ફસાવ્યો, બ્લેકમેઇલ કરી માગ્યા 5 લાખ…પણ યુવકે વીડિયો બનાવી ટૂંકાવ્યુ જીવન

આજકાલની રુડી રૂપાળી છોકરીઓથી ચેતીને રહેજો….38 વર્ષના યુવકે ફેસબુક લાઇવ કરી આત્મહત્યા કરી, જાણો આખો મામલો

Nagpur Facebook Live Suicide : બ્લેકમેલિંગથી પરેશાન એક વ્યક્તિએ ફેસબુક લાઇવ કરી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. એવું કહેવાય છે કે એક છોકરી અને તેના માતા-પિતાએ મૃતક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો અને તેની પાસેથી 5 લાખ રૂપિયાની માગણી કરી હતી. જો કે, અંતે પરેશાન વ્યક્તિએ ફેસબુક પર લાઈવ વીડિયો બનાવી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો.

મૃતકની ઓળખ 38 વર્ષીય મનીષ ઉર્ફે રાજ યાદવ તરીકે થઇ છે. આ ઘટના નાગપુરની છે. મનીષ રામલાલ યાદવ રવિવારે સવારે 10 વાગ્યે ઘરેથી ટુ-વ્હીલર પર નીકળ્યો હતો અને સાંજે તેણે પોતાના મોબાઈલ પર એક વીડિયો બનાવ્યો અને ફેસબુક લાઈવ દ્વારા તેની આપવીતી સંભળાવી.

આ પછી, તેણે ટુ-વ્હીલરની ડેકીમાં મોબાઇલ રાખ્યો અને કાન્હા નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. સાંજ સુધી મનીષ ઘરે ન પહોંચતા ચિંતિત પરિવારના સભ્યોએ તેના મોબાઈલ પર ફોન કર્યો પરંતુ કોઇ જવાબ ન મળ્યો. આ પછી પોલીસને તેની આત્મહત્યાની માહિતી મળી અને પોલિસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટુ-વ્હીલર કબજે કર્યું.

File Pic

ડેકી ખોલતા જ એક મોબાઈલ ફોન જોવા મળ્યો અને તેમાં મનીષનો રેકોર્ડ કરેલો વીડિયો હતો. મનીષ સેક્સ, બળાત્કાર અને બ્લેકમેલિંગની જાળમાં એટલો ફસાઈ ગયો હતો કે અંતે તે મોતને ભેટ્યો. પરિણીત મનીષને પાડોશમાં રહેતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવ્યો અને પછી થોડા સમય બાદ તેણે બળાત્કારનો આરોપ લગાવી 5 લાખ રૂપિયાની માંગ કરી અને ધમકી આપી કે જો તે આમ નહીં કરે તો તેને જેલમાં મોકલી દેશે.

મનીષે 5 લાખ રૂપિયા એકઠા કરવા માટે ખૂબ પ્રયાસ કર્યો પણ પૈસા ભેગા ન કરી શકતા આખરે તે નદીમાં કૂદી ગયો. મનીષ યાદવ નાગપુરના મિનીમાતા નગરમાં રહેતો હતો અને તે ઈલેક્ટ્રોનિકની દુકાન ચલાવતો હતો. તે પરિણીત હતો અને તેને બાળકો પણ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મનીષ થોડા મહિના પહેલા જે સોસાયટીમાં રહેતો હતો ત્યાં 19 વર્ષિય એક યુવતી પણ રહેવા આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો એવું તે કહી રહી હતી.

File Pic

જો કે, વીડિયોમાં મનીષે જે દાવો કર્યો છે તેના અનુસાર યુવતીએ જાણીજોઈને તેને પ્રેમજાળમાં ફસાવ્યો અને પછી તેને બ્લેકમેલ કરવા લાગી. મનીષે તેની સાથે ક્યારેય શારીરિક સંબંધ બાંધ્યા નહોતા, તેમ છતાં પણ ફોટો એડિટ કરીને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. મનીષ પરિણીત અને 3 બાળકોનો પિતા હોવાથી આઘાત સહન ન કરી શક્યો અને તેણે આત્મહત્યા કરી લીધી.

Shah Jina