બ્રાઝિલમાં ભીષણ રોડ અકસ્માત ! બસ અને ટ્રકના વચ્ચે ટક્કરમાં 38 લોકોનો ગયો જીવ, અનેક ગંભીર રૂપથી ઘાયલ
બ્રાઝિલમાં શનિવારે 21 ડિસેમ્બર 2024 સવારે લગભગ 4 વાગ્યે BR-116 નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અથડામણ બાદ બસમાં આગ લાગી અને આ દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, મિનાસ ગેરાઇસ રાજ્યના ટેઓફિલો ઓટોની શહેર પાસે પ્રમુખ BR-116 રાજમાર્ગ પર દુર્ઘટનાસ્થળથી બધા પીડિતોને નીકાળી દેવાયા છે.
બસમાં કુલ 45 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી બસ ડ્રાઈવર સહિત 38 લોકોના મોત નિપજ્યા છે. આ સિવાય અન્ય ગંભીર રીતે ઘાયલ મુસાફરોને હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યાં અન્ય કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો એક ટ્રક સાથે ટકરાઇ તેની નીચે ફસાઈ ગયા હતા.
બસનું ટાયર ફાટતાં આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ માહિતી ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી, જેઓ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, બસમાં 45 લોકો સવાર હતા, જેઓ સાઓ પાઉલોથી રવાના થયા હતા પણ રસ્તામાં ટાયર ફાટ્યું અને પછી તે એક ટ્રક સાથે અથડાઈ. આ પછી એક કાર પણ આવી અને બસ સાથે અથડાઈ, જેમાં ત્રણ મુસાફરો હતા, જો કે તેઓ બચી ગયા હતા.
આ અકસ્માત સવારે 4 વાગ્યે થયો હતો. ઘટનાસ્થળની તસ્વીરોમાં જોઈ શકાય છે કે કચડાયેલી કાર પર એક ટ્રક ચડેલી છે, તેનું વ્હીલ કારની છત પર છે. તસવીરોમાં અકસ્માત બાદ વાહનનો કાટમાળ જોઈ શકાય છે. બસમાં લાગેલી આગની તસવીર પણ સામે આવી છે.