મનોરંજન

37 વર્ષમાં બદલાઈ ગઈ છે 80ના દાયકાની આ અભિનેત્રી, ઓળખવી પણ છે મુશ્કેલ- જુઓ 9 તસ્વીરો એક ક્લિકે

80ના દાયકાની મશહૂર અભિનેત્રી અનિતા રાજ છેલ્લા ઘણાં લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. અનિતા રાજ ટીવી સીરિયલમાં કામ કરી રહી છે. અનિતાએ 1982માં ફિલ્મ ‘ પ્રેમ ગીત’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બાદ અનિતા રાજ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ફિલ્મી ગીત ‘ હોઠો સે છુ લો તુમ’ આજે પણ એટલું જ ફેમસ છે.

અનિતા રાજ આ સમયે છોટી સરદાર શોમાં ગુલવંદનો રોલ નિભાવી રહી છે. 37 વર્ષમાં અનિતા રાજના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે.

અનિતા રાજેન ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં દુલ્હા બિકતા હૈ, નૌકર બીવી કા, અચ્છા બુરા, જમીન આસમાન, કરિશ્મા કુદરત કા, જાન કી બાજી, ગુલામી, મોહબબ્ત કી કસમ, પ્યાર કિયા હૈ પ્યાર કરેંગે. અનિતા છેલ્લે ‘ચાર દિન કી ચાંદની’ ફિલ્મમાં નજરે આવશે. સમયની સાથે આ બધી ફિલ્મોમાં અનિતા રાજના લુકમાં પણ બદલાવ આવ્યો હતો.

 

View this post on Instagram

 

❤️♥️♥️♥️love you always ! #anniversary #commitment #cherish #lifelong #partner #blessed

A post shared by Anita Raaj Hingorani (@anitaraaj) on

અનિતા રાજની જિંદગીની વાત કરે તો તેને 1992માં સુનિલ હિંગોરાની સાથે લગ્ન કર્યા હતા. પુત્રના જન્મ બાદ તેને ઇન્ડસ્ટ્રીઝથી દુરી બનાવી લીધી હતી. ત્યારબાદ 2012માં એક વખત ફરી લાઈમલાઈટમાં આવી હતી. પરંતુ આ સમયે તે ફિલ્મને લઈને નહીં પરંતુ તેના પતિ પર મહિલા છેડછાડનો કેસ કર્યો હતો. અનિતાના પતિ સુનિલ હિંગોરાની પર એક મહિલાને છેડછાડ અને ધમકીનો આરોપ લગાવ્યો હતો.

 

View this post on Instagram

 

Karva chauth 🤗😘love it , Pooja with friends like family 🤗#happiness💕#blessings #fasting #moon #food

A post shared by Anita Raaj Hingorani (@anitaraaj) on

સાથે જ તેની પાડોશીઓએ પણ તેના પર આરોપ લગાવ્યો હતો કે, તેની સોસાયટીના ફંડમાંથી 1 કરોડની હેરાફેરી કરી હતી. આમળે તેના પતિંની ધરપક્ડ પણ કરવામાં આવી હતી.

થોડા સમય થતા અનિતા ફિલ્મોમાં પરત ના ફરતા તેના ફેન્સ તેને પૂછતાં હતા કે, તે પડદા પર પરત કયારે ફરશે? ત્યારે તેનો જવાબ એ જ હતો કે, સારો રોલ મળ્યા બાદ તુરંત જ ફિલ્મોમાં ઝળકશે.’

 

View this post on Instagram

 

Beautiful Sunday, happy people, #beach #travel #roundtheworld

A post shared by Anita Raaj Hingorani (@anitaraaj) on

અનિતા ફિલ્મોથી દૂર થયા બાદ ટેલિવિઝનના પડદા પર પણ ચમકી હતી. અનિતા માયા,24. તુમ્હારી પાંખી, એક થા રાજા એક થી રાની, ઇના મીના ડીકામાં શામેલ હતી.આટલા વર્ષો બાદ પણ અનિતાનું ફિટનેસ જોઈને કોઈ અંદાજો ના લગાવી શકે કે તેની ઉંમર કેટલી હશે. 80ના દાયકાની મશહૂર અભિનેત્રી અનિતા રાજની હેર સ્ટાઇલ પણ મશહૂર હતી.

અનિતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શરીરને ફિટ રાખવા માટે કસરતની સાથે-સાથે ડાયટ પર પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. સાથે જ માનસિક રીતે પણ શાંતિ હોવી જોઈએ. હું મારા શરીરને ફિટ રાખવા માટે સપ્તાહમાં 3 દિવસ 20 કિલોમીટર જેટલું દોડું છું. હું 42 કિલોમીટરની મેરોથન રેસમાં પણ હિસ્સો લઇ ચુકી છું. આ સિક્ય હું માનસિક કસરત પણ કરું છું.

 

View this post on Instagram

 

Going through some classics..Thought I’ll share it with you all…#BlastFromThePast #BeautySecret 💕😉

A post shared by Anita Raaj Hingorani (@anitaraaj) on

અનિતા હાલ તેના પતિ અને પુત્રના કામમાં સહયોગ આપે છે. તેનો પુત્ર ફિલ્મ એડિટિંગ લાઈનમાં છે. તેના પુત્રએ ‘અગ્નિપથ’, યે જવાની હૈ દીવાની’નું એડિટિંગ કર્યું હતું. તેનો પુત્ર ફિલ્મ ડાયરેક્શનું કામ કરવા ઈચ્છે છે.