સુરતમાં થયેલા મેહુલ બોઘરા કેસમાં થઇ મોટી કાર્યવાહી, એક બે નહિ પરંતુ આટલા બધા TRB જવાનોને કરવામાં આવ્યા ડિસમિસ, જાણો સમગ્ર મામલો

સુરતમાં થયેલા એડવોકેટ મેહુલ બોઘરા ઉપરના હુમલાના પડઘા આખા દેશમાં પડ્યા છે. ઠેર ઠેર આ મામલે લોકો કર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, તો ઘણા લોકો એડવોકેટ મેહુલ બોઘરાનું સમર્થન પણ કરતા જોવા મળી રહ્યા છે. મેહુલ બોઘરા લાંચ લેતા પોલીસકર્મીઓની પોલ ખુલ્લી પાડે છે અને તેમના ફેસબુક લાઈવ ઉપર તેના વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, આવી જ એક પોલને ખુલ્લી પાડી રહ્યા હતા ત્યારે જ TRBના સુપરવાઈઝર સાજન ભરવાડ નામના વ્યક્તિએ મેહુલ બોઘરા ઉપર હુમલો કર્યો હતો અને તે ગંભીર રીતે ઘવાયા હતા. હવે આ કેસમાં એક મોટી કાર્યવાહી પણ થઇ છે.

આ ઘટના બાદ સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને હવે આ મામલે કાર્યવાહી કરતા એક સાથે જ 37 ટીઆરબી જવાનોને ડિસમિસ કરી દેવામાં આવ્યો છે. જે ટીઆરબી જવાનો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે તેમાં મોટાભાગના વાહનચાલકો સાથે ગેરવર્તણૂક કરતા હતા. તો ઘણા એવા પણ હતા જે લાંબા સમયથી ફરજ ઉપર હાજર પણ રહેતા નહોતા. હવે આ બધા જ કર્મચારીઓને ઘરભેગા કરવામાં આવ્યા છે.

મેહુલ બોઘરાએ પણ આ મામલે આરોપ લગાવ્યો હતો અને ટીઆરબી જવાનો નાણાંની ઉઘરાણી કરતા હોવાની પણ ફરિયાદો મળી હતી. જેને લઈને સુરત પોલીસ દ્વારા આ મોટી કર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 9 જેટલા ટીઆરબી જવાનોને પહેલા પણ ફરજ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી મેહુલ બોધરા ટ્રાફિક પોલીસના ઉઘરાણા સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્યારે પોલીસ કે તેમના મળતિયાઓ દ્વારા થઈ રહેલા ગેરકાયદે ઉઘરાણા ખુલ્લા પાડવા ફેસબુક લાઈવ કરતા, જે ઉઘરાણી કરી રહ્યા હતા તે તત્વો બેફામ બન્યા હતા એડવોકેટ પર હુમલો કર્યો હતો. તેમને લાકડીના 10-12 ફટકા મારવામાં આવ્યા હતા. એડવોકેટ પર માથા પર હુમલો થતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા.

Niraj Patel