ખબર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 362 નવા કેસો નોંધાયા અને આટલા દર્દીનાં મર્યા- વાંચો બધી જ વિગત

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19 ના કેસો ભારતમાં કૂદકે ને ભૂસકે વધતા જાય છે જેમ ગુજરાત ટોપ 2 માં છે. ગુજરાત વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 362 નવા કેસો નોંધાયા છે અને 24 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 466 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ જોઈએ તો હાલ સુધીમાં કુલ 8,904 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 537 થયો છે. તેની સાથે સાથે 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

લેટેસ્ટ અપડેટ પ્રમાણે 20 લોકો અન્ય ગંભીર બીમારીઓથી પીડાતાં હતા, તે લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં હવે કોવિડ 19 પોઝિટિવ કેસોનો કુલ આંક 8904 થઇ ગયો છે. ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ 36.5% થયું છે. ભારત કરતાં પણ ગુજરાતનો રિકવરી રેટ વધી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં વધેલા કેસો વિશે વાત કરીએ તો અમદાવાદમાં 267 કેસ, ગાંધીનગરમાં 3, વડોદરામાં 27, સુરતમાં 30, ભાવનગરમાં 2, ભરૂચમાં 1, પાટણમાં 2, ગીર સોમનાથમાં 5, છોટા ઉદેપુરમાં 3, કચ્છમાં 6, મહેસાણામાં 7, ખેડામાં 3, જામનગર-સાબરકાંઠા-અરવલ્લી-દેવભૂમિ દ્વારકામાં 1-1 અને મહીસાગરમાં 2 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં ટોટલ કોવિડ 19 પોઝિટિવ આંકડો 8904 થયો છે. જેમાંથી 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 5091 દર્દીઓની હાલત સ્થિર છે. તો ડિસ્ચાર્જનો કુલ આંક 3246 અને મોતનો આંક 537 થયો છે. છેલ્લા 1 દિવસમાં નોંધાયેલ મોતની વિગત જોઈએ તો, અમદાવાદમાં 21 મોત, રાજકોટ-સુરત અને વડોદરામાં 1-1નાં મોત નિપજ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.