ખબર

દેશમાં કોરોનાનો આતંક, છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધધ હજારો કેસ

દેશમાં કોરોનાનો કહેર ફરી વધતો જોવા મળી રહ્યો છે. નવા કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાના છેલ્લા 24 કલાકમાં બુધવારે 35,838 લોકો પોઝિટિવ મળ્યા હતા. 17,793 લોકો સાજા થયા અને 171 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

નોંધનીય છે કે, 1 કરોડ 10 લાખ 63 હજાર 25 લોકો અત્યાર સુધી સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 17,741 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,52,364 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,59,044 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખ 49 હજાર 197 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 17,862નો વધારો થયો છે.

પ્રતિકાત્મક તસવીર

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દેશમાં રિકવરી રેટમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. હવે દેશમાં રિકવરી રેટ 96.56% છે. ત્યાં કોરોનાથી દેશમાં મૃત્યુદર 1.39% છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અત્યાર સુધી દેશમાં કોરોનાને કારણે જેની પણ મોત થઇ છે તેમાંથી 70% લોકોને અન્ય બીમારીઓ હતી.

કોરોના વાયરસને લઇને અનેક રાજયોમાં ઘણા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજયોમાં સીમિત લોકડાઉન અને નાઇટ કર્ફયુ લગાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં અને ઇંદોરમાં આજથી નાઇટ કર્ફયુ લાગુ થશે. તેમજ 8 અન્ય શહેરોમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી બજાર બંધ રહેશે.

પ્રતિકાત્મક તસવીર

પીએમ મોદીએ દેશના કેટલાક ભાગમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કોરોનાના સંક્રમણને ફેલાતુ રોકવા માટે જલ્દી અને નિર્ણાયક પગલા લેવાનું પણ આહ્વાન કર્યુ હતુ. પીએમ મોદીએ તેને લઇને રાજયો અને કેંદ્ર શાસિત પ્રદેશોના સીએમ સાથે બેઠક કરી હતી.