ધાર્મિક-દુનિયા

ગરૂડ પુરાણ મુજબ આ છે 36 પ્રકારની સજાઓ, એકવાર જરુર વાંચો

ઘણા લોકો માને છે કે સારા અને ખરાબ કર્મોનો હિસાબ આ જ જન્મમાં ભોગવવો પડે છે, તો કેટલાક લોકો માને છે કે કર્મોનો હિસાબ આવતા જન્મમાં ભોગવવો પડે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, કહેવાય છે કે આપણા સારા કર્મો જ આપણને તકલીફોથી મુક્તિ અપાવશે અને ખરાબ કર્મો મૃત્યુ બાદ પણ આપણો પીછો નહિ છોડે. એટલે જ આપણા વડીલો પણ કહેતા આવે છે કે સારું કામ કરશો તો પુણ્ય મળશે અને સ્વર્ગમાં જશો નહિ તો નર્કમાં જશો.

Image Source

હિન્દૂ ધર્મના અનેક ગ્રંથોમાં દેવી-દેવતાઓની સાથે-સાથે સ્વર્ગ અને નર્કનો ઉલ્લેખ આવે છે. પુરાણોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ સાચું બોલે છે અને સદાય ધર્મના રસ્તે ચાલે છે, મૃત્યુ બાદ તેની આત્માને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે અને અધર્મ, હિંસા આચરનાર અને અસત્ય બોલનારને મૃત્યુ બાદ પણ કઠોર તકલીફોનો સામનો કરવો પડે છે.

Image Source

ગરુડ પુરાણમાં મૃત્યુ અને મૃત્યુ બાદની સ્થિતિ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એમાં જણાવવામાં આવ્યું છે કે ધરતી પર જે કામ કરે છે એનું ફળ એને પરલોકમાં મળે છે. યમરાજ જીવના કર્મના આધારે જ તેને સ્વર્ગ કે નર્કમાં મોકલે છે. નર્ક વિશે કહેવાયું છે કે 36 પ્રકારના નર્ક હોય છે, અહીં જીવોને અજબ-ગજબ દંડ આપવામાં આવે છે અને જુદા-જુદા કામો માટે જુદા-જુદા નર્ક બનેલા છે. તો ચાલો જોઈએ કયા ગુના માટે જવું પડે છે કયા નર્કમાં –

Image Source

મહાવિચિ – મહાવિચિ નામનું નર્ક લોહીથી ભરેલું પડ્યું છે અને એમાં વજ્ર સમાન કાંટા છે. આમાં આત્માઓને આ કાંટાઓમાં ભેરવીને કાષ્ટ આપવામાં આવે છે. કહેવાય છે કે ગાયની હત્યા કરિનાની આત્માને આ નર્કમાં સજા મળે છે.

મંજૂસ – આ નર્કમાં એને દંડ આપવામાં આવે છે જે નિર્દોષને બંધી બનાવે છે. આ નર્ક બળતા સળિયાઓથી બનેલું છે જેમાં ગુનેગાર જીવની આત્માને નાખીને બાળવામાં આવે છે.

કુંભી પાક – આ નર્કની જમીન ગરમ રેતી અને અંગારાથી બની છે. આ નર્કમાં એ આત્માઓને સજા મળે છે કે જેને કોઈની જમીન પડાવી પાડી હોય કે બ્રાહ્મણોની હત્યા કઈ હોય.

રૌરવ – જે લોકો પોતાનું આખું જીવન અસત્ય બોલતા આવ્યા છે અને ખોટા નિવેદનો આપ્યા છે એવા વ્યક્તિની આત્માને મૃત્યુ પછી આ નર્કમાં ઈખની જેમ પેલવામાં આવે છે.

Image Source

અપ્રતિષ્ઠ – આ નર્કમાં એ લોકોને સજા આપવામાં આવે છે કે જેમને ધાર્મિક લોકોની સતામણી કરી હોય. આ નર્ક મળ-મૂત્રથી ભરેલું છે અને આમાં દોષિતને ઉપરથી ઊંધા લટકાવીને ફેંકવામાં આવે છે.

વિલપક – આ નર્કમાં એવા બ્રાહ્મણો જાય છે કે જેમને પોતાના જીવનમાં મદિરાપાન કર્યું હોય, તેને અહીં આગમાં ફેંકી દેવામાં આવે છે.

મહાપ્રભ – આ નર્ક ખૂબ જ ઊંચું છે, એમાં એક મોટું શૂલ લગાવવામાં આવ્યું છે, જે વ્યક્તિ પતિ-પત્નીમાં શંકાના બીજ રોપીને તેમને અલગ કરે છે, એને અહીં નર્કમાં નાખીને શૂલથી કાપી નાખવામાં આવે છે.

જયંતિ – આ નર્કમાં એક મોટી ચટ્ટાન છે, જીવનમાં પરાઈ સ્ત્રીઓ સાથે અવૈધ સંબંધ બનાવનારને આ ચટ્ટાનની નીચે દબાવી દેવામાં આવે છે.

Image Source

મહરૌરવ – જે લોકો ખેતર, બગીચા, ગામ, ઘર વગેરેમાં આગ લગાવે છે એમને યુગો સુધી આ નર્કમાં પકાવવામાં આવે છે.

તામિસ્ત્ર – આ નર્કમાં યમદૂત ચોરી જેવા અપરાધ કરનાર વ્યક્તિની આત્માને ભયંકર અસ્ત્રોથી સજા આપે છે.

અસિપત્ર – આ વનના પાન તલવાર જેવા છે, મિત્ર સાથે દગો કરનારને આ નર્કમાં નાખી દેવામાં આવે છે, જ્યાં વર્ષો સુધી આ વનના પાનથી કપાઈ કપાઈને જીવ દુઃખી થાય છે.

શલ્મલી – આ નર્ક સળગતા કાંટાઓથી ભરેલું છે. આ નર્કમાં એ સ્ત્રીઓને સળગતા શલ્મલીના વૃક્ષનું આલિંગન કરવું પડે છે જે પરપુરુષ સાથે સંબંધ બનાવે છે. અહીં પરાઈ સ્ત્રીઓ સાથે સંબંધ બનાવનાર અને કુદ્રષ્ટિ રાખનારની યમદૂતો આંખો ફોડી દે છે.

કડમલ – જે વ્યક્તિ પોતાના આખા જીવનકાળમાં પંચયજ્ઞ નથી કરતા એમને મળ-મૂત્ર અને રક્તથી ભરેલા આ નર્કમાં ફેંકી દેવામાં આવે છે.

કાંકોલ – કીડા અને પરુથી ભરેલા આ નર્કમાં એ લોકોને નાખવામાં આવે છે કે જે બીજાને આપ્યા વિના મિષ્ટાન એકલા ખાય છે.

મહાવટ – આ નર્ક મદદ અને કીડાથી ભરાયેલું છે અને આ નર્કમાં એ વ્યક્તિઓને સજા આપવામાં આવે છે કે જે લોકો પિતાની દીકરીઓને વેચી દે છે.

કરંભબલુકા – આ નર્ક કુવા જેવું છે જેમાં ગરમ રેતી, અંગારા અને કાંટા ફેલાયેલા છે, જ્યા પાપ કર્મ કરનારને દસ વર્ષો સુધી યાતનાઓ ભોગવવી પડે છે.

તિલપાક – બીજાને હેરાન કરનાર લોકોને આ નર્કમાં નાખવામાં આવે છે, અહીં તલમાંથી જે રીતે તેલ કાઢવામાં આવે છે એ જ રીતે એમની સાથે કરીને તેમને દંડ આપવામાં આવે છે.

મહાભીમ – આ નર્ક સડેલા માંસ અને રક્તથી ભરેલું છે અને અહીં એ વ્યક્તિઓને સજા આપવામાં આવે છે કે જે પોતાના જીવનકાળમાં માંસ મદિરા અને અખાદ્ય પદાર્થોનો પ્રયોગ કરે છે.

વજ્રકપાટ – આ નર્કમાં એ લોકોને સજા આપવામાં આવે છે કે જેમને પશુઓ પર અત્યાચાર કર્યો હોય અને એને કારણે નિર્દોષ પશુઓનો વધ થયો હોય.

તૈલપાક – આ નર્સકમાં શરણમાં આવેલા લોકોની મદદ નહિ કરનારને તેલના વાસણમાં પકાવવામાં આવે છે.

Image Source

નીરુચ્છવાસ – આ નર્કમાં અંધારું હોય છે, અહીં વાયુ નથી હોતો. જે લોકો આપવામાં આવતા દાનમાં વિઘ્ન નાખે છે એને અહીં ફેંકવામાં આવે છે.

અંગારોંપચય – આ નર્ક અંગારાઓથી ભરેલું છે, જે લોકો દાન આપવાનું વચન આપીને પણ દાન આપવાથી નકારી દે છે, એ લોકોને અહીં સળગાવવામાં આવે છે.

મહાપાયી – આ નર્ક દરેક પ્રકારની ગંદકીથી ભરેલું છે. અહીં અસત્ય બોલનારને ઊંધા મોઢે ફેંકવામાં આવે છે.

મહાજ્વાલ – આ નર્સકમાં દરેક તરફ આગ છે, જે લોકો હંમેશા જ પાપમાં લાગેલા રહે છે એ લોકોને આમાં સળગાવવામાં આવે છે.

Image Source

ગુડપાક – આ નર્કમાં ચારે તરફ ગરમ ગોળના કુવા છે, જે લોકો વર્ણ સંકરતા ફેલાવે છે એમને આ નર્કમાં સજા આપવામાં આવે છે.

ક્રકચ – આ નર્કમાં તીખા અરા લાગેલા છે અને એ લોકોને આ નર્કમાં સજા આપવામાં આવે છે જેમને ખોટા લોકોની સંગતિમાં આવીને જીવનમાં અસંખ્યમાં પાપ કર્યા હોય.

ક્ષુરધાર – આ નર્ક તીક્ષ્ણ અસ્ત્રથી ભરેલું છે, બ્રાહ્મણોનું જમીન પચાવી પાડનારને અહીં કાપી નાખવામાં આવે છે.

અંબરીશ – અહીં પ્રલય અગ્નિ સમાન આગ સળગે છે, જે લોકો સોનાની ચોરી કરે છે, એ લોકોને આ આગમાં સળગાવી દેવામાં આવે છે.

વજ્રકુઠાર – આ નર્ક વજ્રથી ભરેલું છે, જે લોકો વૃક્ષ કાપે છે એ લોકોને અહીં લાંબા સમય સુધી વજ્રથી મારવામાં આવે છે.

પરિતાપ – આ નર્ક પણ આગથી ભરેલું છે અને એ લોકોને અહીં સજા આપવામાં આવે છે કે જેમને બીજાને ઝેર આપ્યું હોય કે મધની ચોરી કરી હોય.

કાળસૂત્ર – આ નર્ક વજ્ર સમાન સુતથી બનું છે અને એ લોકોને અહીં સજા આપવામાં આવે છે કે જેમને બીજાની ખેતી નષ્ટ કરી હોય.

કશમલ – આ નર્ક નાક અને મોઢાની ગંદકીથી ભરેલું હોય છે અને આ નર્કમાં એ લોકોને નાખવામાં આવે છે કે જેમને માંસાહારમાં રુચિ હોય છે.

Image Source

ઉગર્ગન્ધ – આ નર્કમાં લાળ, મૂત્ર અને અન્ય ગંદકીઓ હોય છે, જે લોકો પિતૃઓને પિંડદાન નથી કરતા તેમને અહીં લાવવામાં આવે છે.

દુર્ધર – આ નર્ક વીંછીઓથી ભરેલું છે, વ્યાજખોર અને વ્યાજનો ધંધો કરનારને આ નર્કમાં મોકલવામાં આવે છે.

વજ્રમહાપિડ – અહીં યમદૂતો લોકોને ભારે વજ્રથી પ્રતાડિત કરે છે, એવા લોકોને અહીં સજા આપવામાં આવે છે કે જેમને કયારેય કોઈ પુણ્યનું કામ ન કર્યું હોય. જે લોકોનો રોજગાર બીજાની હત્યા કરવાનો હોય તેમને અહીં અગ્નિમાં સળગાવીને કોડાથી ત્રાસ કરવામાં આવે છે.

સુકરમુખમ – શાસન કરનાર લોકો જે બીજાને પોતાના હાથની કઠપૂતળી સમજે છે, તેમની સાથે નિર્દયતાથી વર્તાવ કરે છે એમની આત્માઓને આ નર્કમાં લાવીને કચડવામાં આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.