ઉત્તરાખંડના અલ્મોડામાં બસ દુર્ઘટના પાછળના કારણનો ખુલાસો થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, બસ સાવ જુની-પુરાણી હતી અને તેની કેપિસિટી 43 પ્રવાસીઓની હતી તેમ છતાં પણ તેમાં 55 લોકોને બેસાડવામાં આવ્યાં હતા અને તેથી વળાંક પર આવતાં તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું અને છેક 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. તેમાં 36 પ્રવાસીઓનો ભોગ લેવાયો હતો.
ઘટનાસ્થળેથી આવેલી તસવીરો દુર્ઘટનાની ભયાનકતા દર્શાવે છે. બસ જંગલ વિસ્તારમાંથી ઘેરાયેલી ચટ્ટાની ઢોળાવ પરથી લપસીને 200 મીટર નીચે ઉતરી હતી અને બરાબર નાળા પર આવીને અટકી ગઈ હતી. દુર્ઘટના બાદ લોકો ટપોપટ મરવા લાગ્યાં હતા અને નદીમાં લાશોનો ખડકલો થવા લાગ્યો હતો. તંત્રને લાશોને બહાર કાઢવામાં આકરી મહેનત કરવી પડી હતી. બસની ક્ષમતા 43 મુસાફરોની હતી તેમ છતાં તેમાં 55 પ્રવાસીઓને બેસાડાયા હતા. આમ 12 મુસાફરોનો ભાર સહન ન કરી શકતાં તે ઉથલી પડી હતી.
બસ ડ્રાઇવર નશામાં હતો
અકસ્માતની પ્રાથમિક તપાસ કરતા એક અધિકારીએ જણાવ્યું કે, બસ ડ્રાઇવર નશામાં ડ્રાઇવ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બસ જુની પુરાણી હતી અને તેની ક્ષમતા પણ ઘણી ઓછી હતી.
#Almora: अल्मोड़ा जिले के मार्चुला में बस के खाई में गिरने से 22 लोगों की मृत्यु। कई अन्य यात्री घायल। एसडीआरएफ, एनडीआरएफ, पुलिस और स्थानीय प्रशासन मौके पर मौजूद। घटनास्थल पर राहत और बचाव कार्य युद्ध स्तर पर जारी। #Uttarakhand #Bus #Gorge #Accident #Killed #Marchula #Uttaranchal pic.twitter.com/fD4zCN3mfQ
— SaharanpurNEWS (@SaharanpurNEWS) November 4, 2024