ખબર

કોરોનાને કાબૂમાં લેવા સીએમ વિજય રૂપાણીએ લીધો મોટો નિર્ણય, શું શું ચાલુ રહેશે? જાણો

આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 230 કેસનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 13050 કેસ નોંધાયા છે. બીજી બાજુ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 131 દર્દીનું નિધન થયું છે. ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર એ છે કે, ગત 10 દિવસથી ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સાથે જ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 12,121 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

ગુજરાતના 29 શહેરોમાં કર્ફ્યૂ મર્યાદા આજે પૂર્ણ થઇ રહી છે. આ અંગે નિર્ણય કરવા ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં મળી હતી. આ મિટિંગમાં ગુજરાતના વધુ 7 શહેરો (ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં) નાઈટ કર્ફ્યુ લાદ્યો છે. આમ 36 શહેરોમાં 6થી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

હવે વાત કરીએ કે શું પાબંધી છે અને શું ચાલુ રહશે. કરિયાણા સ્ટોર, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ બધા જ 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. પ્રાઇવેટ ઓફિસોમાં 50 % સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ ગમે ત્યારે ચેકીંગ કરી શકે છે.

તમને જણાવી દઇએ કે, રાજ્યમાં 29 શહેરોમાં કર્ફ્યૂની મર્યાદા પૂર્ણ થઇ રહી છે. આ અંગે નિર્ણય કરવા ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં મળી હતી. આ મિટિંગમાં રાજ્યના વધુ 7 શહેરો એવા ડીસા, અંકલેશ્વર, રાધનપુર, વાપી, કડી, મોડાસા અને વિસનગરમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યું છે.

તા. ૬ મે-ર૦ર૧થી તા.૧ર મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે