ખબર

ગુજરાતમાં કોરોનાનો તાંડવઃ, 24 કલાકમાં 347 નવા કેસ- 20નાં મોત પણ એક થોડા રાહતના સમાચાર છે

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ વાયરસે હવે ભારતમાં વાયુવેગે પ્રસરી રહ્યો છે. ભારતમાં કોવિડ -19 ના દર્દીઓની સંખ્યા 67,152 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 4213 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 97 લોકોનાં મર્યા છે. 20,916 લોકો આ મહામારીમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 2206 લોકોએ આ બિમારીથી પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની બાબત એ છે કે રિકવરી દર વધીને 31.1% થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં 10મેની સાંજથી 11મેની સાંજ સુધીમાં કોવિડ ૧૯ના નવા 347 કેસો નોંધાયા છે અને 20 દર્દીના મૃત્યુ પામ્યા છે તેમજ 235 દર્દીએ કોવિડને માત આપી છે જે થોડી રાહત અપાવે એવી વાત છે. આમ અત્યાર સુધીમાં 8,543 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 513 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2780 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.

આજના કેસોની વાત કરીએ તો 347 માં અમદાવાદમાં 268 કેસ, વડોદરામાં 29, આણંદમાં 2 સુરતમાં 19, ભાવનગરમાં 1, ભરૂચમાં 3, ગાંધીનગરમાં 10, પંચમહાલમાં 4, નર્મદામાં 1, મહેસાણામાં 2, જામનગરમાં 3, સાબરકાંઠામાં 3, અને અરવલ્લી-જૂનાગઢમાં એક એક પોઝિટિવ કેસ નોંધાયો હતો.

ડિસ્ચાર્જ દર્દીનો ની સંખ્યા: અમદાવાદમાં 109, આણંદમાં 7, બોટાદમાં 2, ગાંધીનગરમાં 1, રાજકોટમાં 16, મહિસાગરમાં 4, મહેસાણામાં 17, પંચમહાલમાં 6, પાટણમાં 1, સુરતમાં 65 અને વડોદરામાં 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 116471 વ્યક્તિઓના કોવિડ ૧૯ ટેસ્ટ થયા છે. જેમાંથી 8542 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે.