“મારો પતિ મને હેરાન કરે છે.. હું આપઘાત..”, વીડિયોમાં એવું કહીને પરણીતાએ ગળે ટુંપો ખાઈ જીવનલીલા સંકેલી લીધી, ભાઈએ કહ્યું “બહેનનું મર્ડર થયું છે..”
Woman committed suicide Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. તો ઘણી મહિલાઓ પણ સાસરિયા અને પતિના ત્રાસના કારણે આપઘાત કરી લેતી હોય છે. હાલ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં એક મહિલાએ પતિના ત્રાસથી મોતને વ્હાલું કરી લીધું છે.
આ ઘટના સામે આવી છે સુરતના ઈચ્છાપોરમાંથી. જ્યાં એક 32 વર્ષની મહિલાએ આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો અને તેમાં તેને પતિના ત્રાસથી આપઘાત કરી લેવાની વાત પણ જણાવી હતી. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં પણ હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ઇચ્છાપોર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને વીડિયોના આધારે વધુ તપાસ પણ હાથ ધરી છે.
આ બાબતે પ્રાપ્ત વધુ વિગતો અનુસાર મહિલાએ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે “મારો પતિ હેરાન કરે છે, એટલે હું આપઘાત કરું છું.” આ વીડિયોને મહિલાએ તેના સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યો હતો, જેના બાદ મહિલાએ ગળે ટુંપો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ઇચ્છાપોર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જેના બાદ વીડિયોના આધારે તપાસ પણ હાથ ધરી છે. તો બીજી તરફ મહિલાના ભાઈનું કહેવું છે કે તેની બહેનનું મર્ડર કરવામાં આવ્યું છે. ત્યારે હવે આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ વધુ માહિતી સામે આવી શકે છે.