અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી ટેલેન્ટેડ અભિનેત્રીમાંથી એક છે. તે ઘણીવાર કોઈ ઇવેન્ટમાં પોતાના લૂકને કારણે ચર્ચામાં રહેતી હોય છે કે પોતાની ફિલ્મોને કારણે ચર્ચામાં હોય છે પણ આજકાલ ઐશ્વર્યા એક વિચિત્ર કારણોસર ચર્ચામાં છે. એક વ્યક્તિ સામે આવ્યો છે જે પોતાની જાતને ઐશ્વર્યા રાયનો દીકરો જણાવે છે. લગભગ એક વર્ષ પહેલા પણ આ વ્યક્તિએ મીડિયા સામે આવીને આવો જ દાવો કર્યો હતો.

લગભગ વર્ષ પહેલા 32 વર્ષીય સંગીત કુમારે દાવો કર્યો હતો કે ઐશ્વર્યા રાય બચ્ચન એની મા છે. હવે સંગીતે કહ્યું છે કે એ પોતાની મા ઐશ્વર્યા રાય સાથે મુંબઈમાં રહેવા માંગે છે. સંગીતનું કહેવું છે કે એ મુંબઈ શિફ્ટ થવા માંગે છે, એટલું જ નહીં સંગીતે એમ પણ જણાવ્યું કે ઐશ્વર્યા રાયના માતાપિતાએ પણ બે વર્ષ સુધી તેનો ઉછેર કર્યો છે.

એક અહેવાલ અનુસાર, આ વ્યક્તિએ દાવો કર્યો છે કે ઐશ્વર્યાએ આઇવીએફ દ્વારા લંડનમાં તેને જન્મ આપ્યો હતો. સંગીત કુમાર મેંગ્લોરનો રહેવાસી છે અને તેને જણાવ્યું કે તેનો જન્મ 1988માં થયો હતો. જણાવી દઈએ કે એ સમયે ઐશ્વર્યાની ઉંમર 15 વર્ષ હતી.
સંગીતે એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે ઐશ્વર્યા રાયના માતા પિતા વૃંદા રાય અને કૃષ્ણરાજ રાયે તેને 2 વર્ષની ઉંમર સુધી પોતાની સાથે રાખ્યો હતો. આ પછી એને વેંદીવેલુ રેડ્ડીએ વિશાખાપટ્ટનમમાં મોટો કર્યો. તેનો આરોપ છે કે તેને સંબંધીઓએ તેના બર્થ સર્ટિફિકેટના બધા જ રેકોર્ડ પણ નષ્ટ કરી દીધા. જણાવી દઈએ કે વર્ષ 2018માં સંગીતનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેને જણાવ્યું હતું કે વર્ષ 1988માં ઐશ્વર્યાએ એને આઇવીએફ ટેક્નિક દ્વારા જન્મ આપ્યો હતો.

હવે આ વ્યક્તિ ઈચ્છે છે કે એ મુંબઈ શિફ્ટ થઇ જાય અને ઐશ્વર્યા સાથે રહે. એ કહે છે કે પહેલા જ પોતાના પરિવારથી દૂર થઈને લાંબો સમય થઇ ચુક્યો છે, હું એમને ખૂબ જ યાદ કર્યું છું, હું વિશાખાપટ્ટનમ જવા નથી માંગતો. મને મારી માનો નંબર આપી દો. જયારે સંગીતને પૂછવામાં આવ્યું કે એ આલતા વર્ષ સુધી ચૂપ શા માટે હતો ત્યારે નેટ કહ્યું કે તેના સંબંધીઓએ બાળપણથી જ તેની વસ્તુઓ સાથે હેરા-ફેરી કરી હતી, નહિ તો એ ઘણા પહેલા પોતાની મા પાસે ચાલ્યો જતે.

જો કે જયારે આ વ્યક્તિ વિશે સોશિયલ મીડિયા યુઝર્સને જાણ થઇ તો તેમને ઘણું મજાક બનાવ્યું, અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહયા છે. જો કે ઐશ્વર્યાએ આના પર હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પહેલા જયારે સંગીત મીડિયા સામે આવ્યો હતો ત્યારે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે આ વ્યક્તિને માનસિક રીતે બીમાર ગણાવ્યો હતો.

જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય જલ્દી જ મણિરત્નમની ફિલ્મ ‘Ponniyin Selvan’માં જોવા મળશે. આ સિવાય તે અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ગુલાબ જામુનમાં પણ દેખાઈ શકે છે. આ ફિલ્મને લઈને લાંબા સમયથી ચર્ચાઓ થઇ રહી છે પણ આ ફિલ્મને લઈને કોઈ અધિકૃત જાણકારી નથી મળી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.