ખબર

અમેરિકા જવાની લ્હાયમાં 32 વર્ષના આ પટેલે દાદાનો વેશ કર્યો ધારણ પરંતુ એક ભૂલના કારણે એરપોર્ટ પર જ ફૂટી ગયો ભાંડો

થોડા દિવસ પહેલા એક અજીબો ગરીબ ઘટના સામે આવી હતી. જેમાં એક 32 વર્ષનો યુવાન 81 વર્ષના વૃદ્ધનો વેશ ધારણ કરી ન્યુયોર્ક જવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ સીઆઇએસએફના જવાનોને આ યુવાન પર શંકા જતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.

Image Source

વૃદ્ધ દેખાવવાના ચક્કરમાં 32 વર્ષીય જયેશ પટેલ નામના યુવકે સફેદ રંગથી તેના વાળ અને દાઢી કલર કરી દીધા હતા, એટલું જ નહીં ઇમિગ્રેશનને પાગલ બનાવીને આ શખ્સે તેનું ક્લિયરન્સ પણ લઇ લીધું હતું. પરંતુ આ યુવક સીઆઈએસએફની નજરે ચડ્યો હતો. એરપોર્ટ પર દબોચ્યા બાદ સીઆઈએસએફ દ્વારા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

સીઆઈએસએફ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ શખ્સનું નામ જયેશ પટેલ છે. અને તે મૂળ અમદાવાદનો રહેવાસી છે. તેઈ ઉંમર 32 વર્ષ છે. સીઆઈએસએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે. આ યુવાન 81 વર્ષના વૃદ્ધની જેમ ન્યુયોર્ક જતો હતો.

Image Source

જયેશે તેનું નામ અમરિકસિંહ જણાવ્યું હતું. આટલું જ નહીં જયેશેવૃદ્ધ દેખાવવાના ચક્કરમાં જીરો નંબરના ચશ્મા પણ પહેર્યા હતા. જેથી કોઈને તેના પર શંકા ના જાય. સૌથી મજાની વાત તો એ છે કે, તે વહીલચેર પર જઈ રહ્યો હતો.

Image Source

પ્લેનમાં જવા માટે અંતિમ સુરક્ષાની તપાસ કરવામાં આવે છે. આ દરમિયાન સીઆઈએસએફના એસઆઈ રાજવીર સિંહે વહીલચેર પરથી ઉભું થવાનું કહેતા તેને સાફ ઇન્કાર કરી દીધો હતો. બીજી તરફ તેને આંખથી આંખ મેળવીને વાત પણ કરી ના હતી. જે બાદ રાજવીરસિંહને તેના પર શકે ગયો હતો.

જયારે રાજ્વીસિંહ જયેશનો પાસપોર્ટ જોવા માંગ્યો ત્યારે તેના પર તેની જન્મતારીખ 1 ફેબ્રુઆરી 1939 હતી. જે પ્રમાણે તેની ઉંમર 81 વર્ષ હતી. ત્યારબાદ જયેશની ત્વચાને જોઈને પણ લાગી રહ્યું ના હતું કે,તે વૃદ્ધ હશે. ત્યારબાદ તેને સખતાઈથી પુછપરછ કરી હતી.

Image Source

ત્યારબાદ જયેશે સત્ય હકીકત જણાવી દીધી હતી. સત્ય સામે આવ્યા બાદ એસઆઈને તેની સાચી ઉંમરની ખબર પડી ગઈ હતી. ત્યરબાદ આ શખ્સને દિલ્લી પોલીસના હવાલે કરી દીધો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks