જ્યોતિષ શાસ્ત્ર

આજે શનિવારના દિવસે હનુમાનજીની કૃપાથી 5 રાશિના લોકોને મળશે શુભ સમાચાર, જાણો રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો આજના દિવસે ફિટનેસને લઈને કોઈ નવો કાર્યક્રમ થઇ શકે છે. પૈસાની આવક થશે જેનાથી આર્થિક દ્રષ્ટિ સારી રહેશે. કામને લઈને કરવામાં આવેલી મહેનતની આજે સફળતા મળશે.
ભાગ્યની પ્રબળતાને લઈને આજે તમે વધુ આગળ વધશો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું બનાવવા મારે તમે જીવનસાથીને લઈને ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. પ્રેમી પંખીડા તહેવારની ખરીદીને લઈને તેના પ્રિય વ્યક્તિ સાથે જઈ શકે છે.
2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ બપોર સુધીસારી રહેશે. આવકના યોગ બની બની શકે છે. આજના દિવસે રોકાયેલા પૈસા પરત ફરી શકે છે. બપોર બાદ અચાનક જ ખર્ચમાં વધારો થશે જેના પર તમારે ધ્યાન આપવું પડશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં તકલીફનો સામનો કરવો પડશે. પ્રેમી પંખીડા આજના દિવસે રોમેન્ટિક અંદાજમાં નજરે આવશે. આજના દિવસે તમે ક્યાંક દૂર જવાનો પ્લાન બનાવી શકો છો. આજના દિવસે મોટા ભાઈના સહયોગથી નવું મકાન લેવાની કોશિશ કરી શકો છો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજના દિવસે આ રાશિના જાતકોને બપોર સુધી કામમાં ધ્યાન આપવું પડશે જેને લઈને સ્થિતિ તમારી તરફેણમાં રહેશે. બપોર બાદ સ્થિતિ સારી રહેશે અને પૈસા મળવાની શક્યતા છે. આજના દિવસે કોઈને પૈસા ઉધાર આપવા સારા નથી તેથી સાવધાની રાખો. પરિવારનો માહોલ ખુશનુમા રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ સાથે લગ્નની ડેટ ફાઇનલ કરી શકો છો. કામમાં ઉતાર-ચડાવ આવી શકે છે. તેથી પૂરું ધ્યાન આપો. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્ય અને કર્મથી જીવનમાં આગળ વધશે. આજના દિવસે ભાગ્ય પર વિશ્વાસ રાખવાથી ખુબ જ આગળ વધશો. આજના દિવસે તમને સકારાત્મક પરિણામ જોવા મળશે. જીવનસાથી દરેક પગલે તમારી સાથે નજરે આવશે. પ્રેમીપંખીડા તેમના પ્રિયની માનસિક સ્થિતિ જાણીને થોડો દુ:ખી થશે કારણ કે તેઓને કોઈ વાતને લઈને ચિંતા થઈ શકે છે. પરિવારમાં માતા-પિતા તમને કોઈ કામ માટે સલાહ આપશે. આજે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો આજના દિવસે એકલા હાથે કામ કરવાથી નુકસાન થઇ શકે છે. આજના દિવસે થોડી શાંતિ રાખ. કોઈ નવા કામની શરૂઆત ના કરો. બપોર બાદ સ્થિતિમાં બદલાવ આવી શકે છે. તમને મનગમતું કામ કરવાથી તમને થોડો લાભ પણ થશે. પારિવારિક જીવનમાં તણાવ આવી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. પરણિત લોકો તેના ગૃહસ્થ જીવનથી નાખુશ રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો આજના દિવસે માનસિક રીતે પ્રબળ રહેશે. આજના દિવસે મહત્વપૂર્ણ કામ પુરા કરી શકો છો. બપોર સુધી કામ પતાવી લેજો નહીં તો સમસ્યા વધી જશે. આજના દિવસે થયેલા કામ બગડી શકે છે તેથી થોડું પ્લાનિંગથી કામ કરો. આર્થિક રીતે દિવસ સારો રહેશે. પૈસાની આવક સારી રહેશે જેનાથી તમે કામ પુરા કરવામાં આસાનીથી રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન તણાવ મુક્ત રહેશે. જીવનસાથી આજના દિવસે પ્રશંસા કરશે. પ્રેમી પંખીડા આજના દિવસે આગળ વધશે, પ્રવાસ દરમિયાન ભાઈ-બહેન સાથે ઝઘડો થઇ શકે છે. કામને લઈને દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકોના જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. જેને લઈને પૈસા પણ ખર્ચ કરવો પડી શકે છે. મનમાં બુદ્ધિમાની રહેશે. આજના દિવસે બુદ્ધિના ઉપયોગથી ધંધામાં આગળ વધવાનો કોઈ નવો ઉપાય કાઢવો પડશે. નોકરી કરતા લોકોને આજના દિવસે મહેનત કરવી પડશે. ભવિષ્ય મજબૂત કરવાની દિશામાં પ્રયાસ કરવામાં આવશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ સાથે કોઈ વાત કરશે. જેને લઈને ઝઘડો થઇ શકે છે. આજના દિવસે વિરોધીઓ પર ભારે પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો આજના દિવસે બુદ્ધિથી કામ કરો.સંતાનની ભલાઈ માટે કોઈ નવું કામ કરી શકો છો. મિત્રો સાથે સારો સમય વીતશે. ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ કરી શકો છો. ખર્ચમાં વધારો થશે. મનમાં કોઈ વાત છુપાવવાની કોશિશ કરશો જે તમારા ચહેરા પર નજરે આવશે. પારિવારિક જીવન ખુશનુમા રહેશે. કામને લઈને આખો દિવસ ભાગદોડ ના કરો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામ કરવાની કોશિશ કરશો તો સફળતા મળશે. જેનાથી ફક્ત તમારો દિવસ જ નહીં સુધરે પરંતુ આર્થિક લાભ પણ થશે. નોકરી કરતા લોકો માટે નોકરીમાં મનથી કામ કરશે. ધંધા કરતા લોકો માટે બુદ્ધિનો ઉપયોગ કરીને ધંધામાં આગળ વધારશો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસ સંબંધમાં તિરાડ આવશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે પ્રવાસ પૂર્ણ કરીને બપોર સુધી ઘરે પરત ફરી શકો છો. પારિવારિક સભ્યોનો સહયોગ કામમાં મળશે. નોકરી કરતા લોકો તેનું કામમાં સારું પ્રદર્શન કરવામાં કામયાબ રહેશો. તમે બધી વાતને પ્રતિષ્ઠાનો વિષય ના બનાવો નહીં તો આત્મ સમ્માનની હાનિ થઇ શકે છે. આવકમાં વધારો થશે. ખર્ચ પણ સાથે વધશે. કોઈ મિત્રને લઈને ઘરમાં ખુશી આવશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે કંઈક નવું કરવાની કોશિશ કરશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોને બપોર સુધી પારિવારિક તણાવ પરેશાન કરી શકે છે. બપોર બાદ સ્થિતિ બદલાશે. આજે તમે તમારા ભાઈ-બહેનના સારા સંબંધનો ફાયદો ઉઠાવશો. ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. પરિવારિક જીવનમાં ખુશી અને સદ્ભાવનો માહોલ રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહશે. ભાઈ-બહેનની સાથે જીવનસાથીને પણ ક્યાંક બહાર ફરવાની અને શોપિંગ કરવા લઇ જઈ શકો છો, પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં સંતુષ્ટ નજરે આવશે. આજે બપોર બાદ તમે પ્રવાસ કરી શકો છો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. સ્વાસ્થ્ય મજબૂત રહેશે. પરણિત લોકો તેના ગૃહસ્થ જ જીવનનો આનંદ લેશે. જીવનસાથી એક આ આદર્શ વ્યક્તિના રૂપમાં જોઈને ખુશ રહેશો. પ્રેમી પંખીડા આજના દિવસે થોડા નિરાશ થઇ શકે છે. આજના દિવસે તેના પ્રિય વ્યક્તિનું વર્તન તમને પસંદ નહીં આવે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કરેલી મહેનત સફળ થશે. આજના દિવસે કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે.