જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 31 માર્ચ : બુધવારનો દિવસ આ રાશિના જાતકો માટે રહેવાનો છે ખુબ જ શુભ, જાણી લો આજે કેવો રહેશે તમારો દિવસ ?

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોએ આજે થોડા સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારી નજીક રહેલો વ્યક્તિ જ તમારું દુશ્મન બની શકે છે. આજે કોઈ તમને છેતરી પણ શકે છે. માટે આજે ખુબ જ સાવધાની રાખવી. નોકરીમાં પણ તમારા સહકર્મી તમારા સારાપણાનો ફાયદો ઉઠાવી શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનરને પોતાના દિલમાં રહેલી વાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશના મૂળમાં જોવા મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોને આજે પોતાના કામ ઉપર વધારે ધ્યાન રાખવું પડશે. આજે તમારી મહેનત જ તમને સાચા પરિણામ તરફ લઇ જશે. દિવસ દરમિયાન કાર્યક્ષેત્ર ઉપર કરેલી મહેનત સાંજે જ તમારા બોસને નજર આવશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ વસાવવા વિશે ચર્ચા કરી શકશે. પ્રેમી પંખીડાઓ એકબીજાને દિલની વાત સારી રીતે કરી શકશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આજના દિવસે કોઈ યાત્રા ઉપર જવાનો યોગ બની રહ્યો છે. ઓફિસના કામ માટે કે ધંધાના કોઈ કામ માટે તમારે અચાનક બહાર જવાનું આયોજન કરવું પડી શકે છે. જેના કારણે પરિવારના કેટલાક કામો પણ અધૂરા રહેશે. આ યાત્રાના કારણે જીવનસાથી પણ નિરાશ થશે, છતાં તમે તેમને યોગ્ય રીતે સમજાવી શકો છો. આજે અચાનક આવકનો યોગ બની રહે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોએ આજના દિવસે પોતાની માતા માટે કઈ સારું કરી શકે છે. તેમને કોઈ ભેટ પણ આપી શકે છે. આજે કોઈ જુના મિત્રને મળવાના યોગ બની રહ્યો છે. કામની બાબતમાં આજે થોડી માનસિક શાંતિ અનુભવશો. જીવનસાથી તરફથી આજે તમને કોઈ સારા સમાચાર મળશે. પ્રેમી પંખીડાઓ આજે રોમેન્ટિક વૉક ઉપર જઈ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોએ આજના દિવસે પોતાની નકારાત્મકતાને દૂર કરી અને સકારાત્મકતા તરફ આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેના કારણે તમે તમારી પ્રગતિના પંથે આગળ વધી શકશો. આજે તમારી મહેનતથી તમે લોકોના દિલ પણ જીતી શકો છો. પારિવારિક જીવનમાં આજે ક્લેશ જોવા મળી શકે છે. મિત્રો પાસેથી આજે તમને આર્થિક મદદ મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ બની રહેશે

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોએ આજે તમારા કામ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, નહિ તો આજે તમારા બોસ દ્વારા તમને સાંભળવું પડી શકે છે. આજે આવકનો કોઈ નવો રસ્તો મળશે. જેના કારણે મનમાં ખુશી પણ રહેશે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઇ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે ઘરમાં પોતાના સંબંધને આલગ વધારવા માટે વાત કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા ભરેલો રહેશે. પરિવારમાં કોઈ જૂનો વિવાદ ચિંતાનું કારણ બની શકે છે. કાર્યસ્થળ ઉપર પણ આજે જોઈએ એટલી ખુશી નહીં મળે. આજના દિવસે મનને જેમ બને તેમ શાંત રાખવાનો પ્રયત્ન કરવો, પરણિત લોકોના જીવનમાં આજે થોડા મતભેદ થઇ શકે છે. પ્રેમી પંખીડાઓએ આજના દિવસે કોઈ એવી વાત ના કરવી જેનાથી તકલીફ થાય.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસે કોઈ જુના મિત્રને મળી શકે છે. જે તમને કોઈ નવા ફાયદા વિશે સમજાવશે. આજે તમારી તબિયત સાચવજો, નહિ તો આગળ જતા એ તકલીફ મોટું રૂપ ધારણ કરી શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે સાસરી પક્ષ તરફથી કોઈ ખુશીના સમાચાર આવી શકે છે. પ્રમેય પંખીડાઓ પોતાના સંબંધને લઈને આજે ઘરમાં વાત કરી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો માટે આજનો દિવસે લાંબા સમયથી ચાલી રહેલી મૂંઝવણોનો અંત આવી શકે છે. આજના દિવસે તમે કોઈ પારિવારિક નિર્ણય લઇ શકો છો. જેમાં પરિવારના વડીલોનું માર્ગદર્શન તમને ખુબ જ ફાયદાકારક નિવળશે. પરણિત લોકો આજે પોતાના દિલમાં રહેલી વાત શેર કરી શકે છે. પ્રેમી પંખીડા આજે હળવાશના મૂડમાં નજર આવશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચઢાવ ઉતાર વાળો રહેશે. બપોર સુધી તમે ચિંતામાં હશો, પરંતુ બપોર બાદ તમારા જીવનમાં બદલાવ થશે અને તમારી ચિંતાઓ ખુશીમાં પરિણમશે. આજના દિવસે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર જવાનું આયોજન કરી શકો છો, જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે. પ્રેમી પંખીડાઓ કોઈ વાતને લઈને ઝઘડી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસે કોઈ સ્નેહી સ્વજન દ્વારા કોઈ ભેટ મળવાનો યોગ છે. આજના દિવસે તમે પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો, જેના દ્વારા તમને ઘણી નવી વાતો પણ જાણવા મળી શકે છે, પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરને કોઈ વાતે નિરાશ ના કરવું, જે તમારા જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ખર્ચ ઉપર કાબુ રાખવાની જરૂર છે. આજના દિવસે કોઈ રોકાણ ના કરવું, નહિ તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે કોઈને પૈસા આપતા પહેલા વિચાર કરી લેવો. પરિણીત લોકોના જીવનમાં આજે પોતાના જીવનસાથીની સલાહ ખુબ જ કામ લાગશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના પ્રિયજન પાસેથી કોઈ ભેટ મેળવી શકશે.