જ્યોતિષ શાસ્ત્ર

આજથી થઇ રહ્યું છે બુધનું ગોચર, આ 4 રાશિના લોકોની કુંડળીમાં બનશે ધનયોગ

સંચાર, બુદ્ધિ અને વાણીના કારક બુધ ગ્રહથી મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને 6 મહિના સુધી આ રાશિમાં સ્થિત રહેશે. આ રાશિમાં બુધનું સંયોગ ભૌતિક સુખ, પ્રેમ, સમૃદ્ધિના કારક ગ્રહ શુક્ર સાથે થશે. આ રાશિમાં બુધ વક્રી અને પછી માર્ગી થતા મીન રાશિમાં પ્રવેશ કરશે. બુધનું આ ગોચર દરેક રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ નાખશે. આવો તો જાણીએ તમારી રાશિમાં આ ગોચરથી કેવો પ્રભાવ પડવાનો છે.

Image Source

1. મેષ રાશિ:
બુધ ગ્રહ મેષ રાશિના 11માં ભાવમાં પ્રવેશ કરવાનો છે. આ દરમિયાન તમને મહેનતનો ભરપૂર લાભ મળશે. ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓનો ભરપૂર સાથ પ્રાપ્ત થશે. શિક્ષાની બાબતમાં તમને અનુકૂળ પરિણામ મળશે. પ્રેમ સંબંધ સુધરશે અને લગ્નમાં આવતી અડચણો પણ દૂર થઇ જશે.

2. વૃષભ રાશિ:
બુધ વૃષભ રાશિના 10 માં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ ગોચર તમારા કાર્યક્ષેત્રમાં ઉન્નતિ વાળો સાબિત થશે. તમે તમારા જ્ઞાન અને બુદ્ધિના બળ પર કાર્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો જેનો તમને ઉચિત લાભ મળશે, કાર્ય-વ્યાપારમાં વધારો થશે.

Image Source

3. મિથુન રાશિ:
બુધ મિથુન રાશિના નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને ખાનદાની સંપત્તિમાં પણ લાભ થશે. કોઈ ધાર્મિક સ્થળ પર જવાના યોગ બની રહ્યા છે. તમારી માનસિક અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. સ્વાસ્થ્યમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. તમને મહેનતના આધારે ઉચિત ફળ પ્રાપ્ત થશે.

4. કર્ક રાશિ:
બુધ કર્ક રાશિના આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તમારો કઠિન સમય આવી શકે છે. તમારો સંઘર્ષ વધી જશે, જો કે કઠિન પ્રયાસો પછી તમને થોડી ઘણી જ સફળતા મળશે. આ દરમિયાન ખર્ચામાં પણ વધારો થશે. કારણ વગર જ યાત્રાઓ પણ કરવી પડી શકે છે.

Image Source

5. સિંહ રાશિ:
બુધ સિંહ રાશિના સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન જીવનસાથી સાથે નજીકતા વધશે. વ્યાપારમાં તમને જબરદસ્ત લાભ થશે અને તમારી નવી યોજનાઓ તમારા કામને આગળ વધારશે. તમે તમારા પરિવારજનોની સાથે ક્યાંક બહાર ફરવા પણ જઈ શકો છો. તમે કોઈ માંગલિક કાર્યક્રમમાં શામિલ થઇ શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

6. કન્યા રાશિ:
બુધ કન્યા રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને સારા-નરસા પરિણામ મળશે. સ્વાસ્થ્યને લગતી થોડી ઘણી બેદરકારી તમને મોટી સમસ્યામાં મૂકી શકે છે.

Image Source

7. તુલા રાશિ:
બુધ તુલા રાશિના પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન કાર્યસ્થળ પર અમુક ચુનૌતીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રોપર્ટીમાં નિવેશ અને શેર બજારમાં પૈસા લગાવવા તમારા માટે ફાયદેમંદ સાબિત થશે. તમારું પ્રેમ પ્રકરણ પણ આ સમયમાં મજબૂત થશે અને સંતાન સુખ પણ પ્રાપ્ત થશે. મનોકામના પૂર્ણ થશે, પરિવારનો ભરપૂર સાથ મળશે.

8. વૃશ્ચિક રાશિ:
બુધ વૃશ્ચિક રાશિના ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારા સુખ સુવિધાના સાધનોમાં વધારો થશે. તમારા જીવનમાં પણ ઘણા આશ્ચર્યજનક સકારાત્મક બદલાવો જોવા મળશે.

Image Source

9. ધનુ રાશિ:
બુધ ધનુ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. મિત્રોનો ભરપૂર સાથ મળશે. વૈવાહિક સંબંધો કે પ્રેમ પ્રસંગો ને આગળના સ્તર પર લઇ જવા માટેનો આ સમય એકદમ અનુકૂળ છે. ધન હાનિ થઇ શકે છે માટે સચેત રહેવાની આવશ્યકતા છે.

10. મકર રાશિ:
બુધ મકર રાશિના બીજા ભાવમાં ગોચર કરશે. તમને આર્થિક સ્વરૂપે ખુબ લાભ મળશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે, જેનાથી તમારા અટકેલા કામ પણ બનવા લાગશે અને તમે યાત્રાઓ પર પણ જઈ શકો તેમ છો.

Image Source

11. કુંભ રાશિ:
બુધ કુંભ રાશિના પહેલા ભાવમાં ગોચર કરશે. વાસ્તવિક સ્થિતિને જાણીને તેના પર તમે તમારી સલાહ આપવાનું પસંદ કરશો. સંતાનનો સહિયોગ પ્રાપ્ત થઇ શકે છે. બિઝનેસ માટે તમારે ઘણા નિર્ણયો લેવા પડી શકશે. જીવનસાથી સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન બની શકે છે.

12. મીન રાશિ:
બુધ રાશિ મીન રાશિના 12 માં ભાવમાં ગોચર કરશે. તમારા ખર્ચાઓ ખુબ વધશે જેથી આર્થિક સ્થિતિ પણ બગડતી જણાશે. આ દરમિયાન અમુક લોકોને સફળતા મળશે અને ઘરેથી બહાર પ્રોપર્ટી બનાવવાની દિશામાં પણ સફળતા મળી શકે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ