અજબગજબ ખબર દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

300 મહિલાઓએ 72 કલાકમાં જ એરફોર્સ માટે રોડ બનાવી દીધો, ભારત પાકિસ્તાન યુદ્ધ સમયની એક મોટી ઘટના

એ સત્યઘટના જેમાં મહિલાઇઓની હિમ્મતને દાદ દેવી પડે, પુરી સ્ટોરી વાંચીને જરૂર સલામ કરજો

1971માં ભારત-પાક યુદ્ધ ચાલી રહ્યું હતું. 8 ડિસેમ્બરે ગુજરાતના કચ્છ જિલ્લાના એક ગામ નજીક પાકિસ્તાને ભારે ફાયરિંગ કરી રહ્યું હતું. અહીં સતત 16 બોમ્બ નાખવામાં આવ્યા હતા. ભારતીય હવાઈ દળની એર સ્ટ્રીપ આ બોમ્બ વિસ્ફોટનો શિકાર બની હતી. એર સ્ટ્રીપએ એક રોડ છે જ્યાંથી વિમાન ઉડાન ભરે છે.

Image Source

ફાયરિંગના કારણે આ પટ્ટી સંપૂર્ણ રીતે નાશ પામી હતી. યુદ્ધની વચ્ચે ભારતીય વાયુસેનાનું વિમાન ના ઉડાવવું એ મોટી ભૂલ થઈ શકે તેમ હતું. વાયુસેનાએ બીએસએફની મદદ માંગી પરંતુ આ એર સ્ટ્રીપને સરખી કરવા માટે, ટૂંકા સમયમાં વધુને વધુ લોકોની જરૂર હતી. મુશ્કેલીના આ સમયમાં ભુજ ગામના 300 લોકો જેમને પોતાના જીવન જોખમે આ રોડ બનાવવા માટે સહમતી દર્શાવી.

Image Source

આ 300 લોકોમાં મોટા પ્રમાણમાં મહિલાઓ હતી, દેશની સેવાનો આ મોકો ભુજના માધપુર ગામની મહિલાઓએ જવા ના દીધો અને માત્ર 72 કલાકની અંદર જ એયર સ્ટ્રીપ બનાવી દેવામાં આવી.

આ ટીમની સદસ્ય રહેલી એક મહિલા બલબાઈ સેંઘાણીએ એક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે: “9 ડિસેમ્બર 1971ના રોજ મને લાગ્યું કે હું પણ એક સૈનિક છું.” તે જણાવે છે કે “જયારે ત્યાં રોડ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે ત્યાં સતત બોમ વર્ષા થઇ રહી હતી. છતાં પણ એક પણ મહિલા પાછળ ના હટી ઉપરથી તે બમણી હિંમતથી ડબલ કામ કરવા લાગી ગઈ.”

Image Source

આગળ જણાવતા તેમને પોતાના અનુભવ વિષે કહ્યું કે: “અમે 300 મહિલાઓ હતી, અમે બધા અમારા ઘરેથી એ ઈચ્છા ધ્વરા નીકળતા હતા કે કોઈપણ કિંમત ઉપર આપણા પાયલોટ માટે રોડ બનાવવાનો છે જેના કારણે તે ઉડાન ભરી શકે. જો અમે મરતા તો પણ દેશ માટે લડતા લડતા મરતા.”

ગામના લોકોની સાથે અહીંયા સરપંચ જાદવજી, હીરાની ભાઈ અને અહીંયાના ડીએમ ધ્વરા પણ મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી, સાથે જ વાયુસેનાના સ્કવોર્ડન લીડર વિજય કાર્ણિકએ પણ આ મહિલાઓની હિંમતમાં વધારો કર્યો. 1971ની લડાઈમાં કાર્ણિક ભુજ ઍરપોર્ટના ઇન્ચાર્જ હતા.

Image Source

વિજય કાર્ણિકે પણ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “અમે યુદ્ધ લડી રહ્યા હતા અને તેમાં આ મહીલાઓ ના હોટ તો કદાચ ખુબ જ મોટું નુકશાન થતું. સાથે જ અમારે એ પણ જોવાનું હતું કે હવાઈ જહાજને ઉડવા માટે રોડ જેમ બને તેમ જલ્દી તૈયાર થાય. એટલા માટે મેં 50 IAF ઓફિસર અને બાકી DSCના 60 જવાનોની મદદથી આ કામ પોતા માથે લીધું અને અમે સફળ રહ્યા.”

તેમને આગળ જણાવતા કહ્યું કે: “આ રોડ બનાવવો એટલું સરળ નહોતું, અબ્ધી જ મહિલાઓ ઓફિસરના આદેશ ઉપર કામ કરી રહી હતી. જયારે સેનાનાને પાકિસ્તાનના વિમાન આવવાનો અંદેશો મળતો તરત મહિલાઓને સિગ્નલ કરવામાં આવી અને તે  સંતાઈ જતી. પછી સેનાએ દ્વારા એક સાયરન વગાડવામાં આવતું એનો મતલબ એમ હતો કે કામ શરૂ કરી શકાય છે.”

Image Source

પાકિસ્તાન સુધી આ એયર સ્ટ્રીપની ખબર ના પહોંચે એ માટે લોકો રોડ બનાવતા તેને છાણથી ઢાંકી દેવા માટે કહેવામાં આવ્યું, અહીંયા કામ કરનારા ઘણા લોકો પહેલા દિવસે ભૂખ્યા જ સુઈ ગયા કારણ કે તેમને પહેલા દિવસે બંકરમાં રહેવાનું હતું.  બીજા દિવસે કિસ્મતથી તેમને ફળ મળી ગયા અને કામ ચાલી ગયું. ચોંધા દિવસે સાંજે 4 વાગે એયર સ્ટ્રીપ ઉડાન માટે તૈયાર હતી. આ ક્ષણો તેમના માટે કોઈ જીતથી ઓછી નહોતી. ખાસ કરીને જે પરિસ્થિતિમાં તેમને કામ કર્યું હતું.

Image Source

આ યુદ્ધના ત્રણ વર્ષ બાદ આ મહિલાઓને ઇન્દિરા ગાંધી સરકાર તરફથી પુરસ્કાર આપવામાં આવ્યા ત્યારે તેમને એમ કહી ને ના પડી દીધી કે તેમને પોતાના દેશ માટે આ કર્યું છે.થોડા સમય બાદ આ મહિલાઓના નામ ઉપર જ તેમના ગામ માધાપુરમાં વીરાંગના સ્મારક બનાવવામાં આવ્યું, આ મહિલાઓએ જે કામ કર્યું હતું તે ખરેખર કોઈ વીરાંગનાઓ જ કરી શકે.

Image Source

આ મહિલાઓની સાહસ કથાને અભિનેતા અજય દેવઘન ફિલ્મ તરીકે પણ રજૂ કરી રહ્યા છે. જેનું પોસ્ટર 2019માં રિલીઝ કરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મનું નામ “ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” છે.  આ ફિલ્મની અંદર સંજય દત્ત, સોનાક્ષી સિંહ અને શરદ કેલકર પણ છે.