ફિલ્મી દુનિયા

300થી વધુ ફિલ્મોમાં કર્યો હતો રેપનો સીન આ અભિનેતાએ, તેની માએ ફિલ્મો જોઈ તો…

બળાત્કાર સીન બાદ ઘરવાળાએ પણ અભિનેતા સાથે આવું કર્યું , જાણો શું કહ્યું હતું માએ

કોરોના વાયરસના કારણે જાહેર થયેલા લોકડાઉનના કારણે લોકો આ સમયે પોતાના ઘરમાં જ છે, અને ઘરમાં બેસી અને તે સીલેબ્રિટીઓની માહિતીઓ મેળવતા રહે છે, સોશિયલ મીડિયા ઉપર પણ તેમના ઘણા કિસ્સા અને વાતો આવર નવાર શેર થતી હોય છે, આવો જ એક કિસ્સો હમણાં વાયરલ થઈ રહ્યો છે અભિનેતા રણજિતનો, રણજિતે 300 પણ વધુ ફિલ્મોમાં રેપના સીન આપ્યા છે, અને તે સીનને જયારે તેની માએ જોયા ત્યારે તેને ઘરમાંથી જ બહાર કાઢી મુક્યો હતો.

Image Source

રણજિતે ઘણી ફિલ્મોમાં ખલનાયક તરીકેની ભૂમિકા ભજવી છે, તે આજે પણ ઇન્ડ્રસ્ટ્રીઝમાં સક્રિય છે, પણ આજે તેમનો અભિનયમાં એક જુદા પ્રકારનઉઁ વર્તન જોવા મળે છે, આપણે તેમને હાઉસફુલ-2માં પાપા રણજિત તરીકે જોયા, તો હાઉસફુલ-4માં પણ તેમને છેલ્લે કામ કર્યું.

Image Source

પરંતુ એક સમય એવો હતો જયારે તે ફિલ્મોમાં રેપ સીન વધારે કરતા હતા, જેના કારણે અસલ જીવનમાં પણ છોકરીઓ તેમને જોઈને ડરતી હતી, તે એટલી હદ સુધી એક રેપિસ્ટ તરીકે પ્રખ્યાત થઇ ગયા હતા કે તેમને દરેક ફિલ્મોમાં રેપ સીન જ કરવાનો મળતો હતો જેના કારણે તેમને 300થી પણ વધારે ફિલ્મોમાં રેપ સીન જ આપ્યા છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં તેમને આ રેપ સીન કરવા વિષે જણાવ્યું હતું કે: “હું એકવાર ખુશ થઈને મારા પરિવારને મારી ફિલ્મ બતાવવા માટે લઇ ગયો, જયારે પાંચ ઘરે આવ્યા ત્યારે ઘરમાં રડવાનું શરૂ થઇ ગયું હતું, થોડા સમય પછી મારી માતાએ કહ્યું કે આજ તારું કામ છે, છોકરીઓના કપડાં ફાડવા? તેમની ઈજ્જત લૂંટવી? નીકળી જા ઘરની બહાર.”

Image Source

રણજિતે જણાવ્યું હતું કે હું મારે માતાની વાત સાંભળીને એકદમ હેરાન રહી ગયો, તેમને શાંતિથી સમજાવ્યું કે આ તો માત્ર ફિલ્મ છે. ત્યારે જઈને તેમની મા સમજી હતી, ત્યારબાદ બીજા એક સીનમાં જયારે રણજિત મૃત્યુ પામ્યો હતો ત્યારે પણ તેમની મા મારો દીકરો મરી ગયો એમ સમજીને ખુબ રડી હતી.

Image Source

રણજિત ફિલ્મોમાં આવવા નહોતા માંગતા પરંતુ તે એરફોર્સમાં જવા માંગતા હતા. નેશનલ ડિફેન્સ એકેડમીમાં તેમને ટ્રેનરની જ છોકરી સાથે પ્રેમ થઇ ગયો અને તેમને ત્યાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ એક મિત્રના કહેવા ઉપર તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જોડાયા અને ત્યાં ઘણી જ મહેનત બાદ તેમને સફળતા મળી.

Image Source

ફિલ્મ શર્મીલીનું એક રેપ સીન એ સમયે ખુબ જ ચર્ચામાં રહ્યું હતું, એક સીન વિશે જણાવતા રણજિતે કહ્યું હતું: “આજસુધીનું મારૂ સૌથી મુશ્કેલ સીન તે હતું, રિના રોય સાથે, જે ફિલ્મ “ડાકુ ઔર જવાન”માં હતું, આ સીનને મંદિરમાં કરવાનું હતું, જેમાં ચારેય તરફ દિવા પ્રગતિ રહ્યા હતા, અને મારી અને રિનાના શરીર ઉપર ઘાસલેટ નાખવામાં આવ્યું હતું, અમે બંને આ સીનને લઈને ખુબ જ ડરેલા પણ હતા.”

Image Source

માધુરી દીક્ષિત સાથેના એક રેપ સીનની વાત કરતા પણ રણજિતે જણાવ્યું હતું કે રેપ સીન કરતા પહેલા માધુરી મરાઠી ખુબ જ ડરેલી હતી, તેને તો સીન કરવાની ના જ પાડી દીધી પરંતુ સીન પૂર્ણ થયા બાદ તેને જ કહ્યું કે: ‘મને ખબર જ નથી પડી કે તમે મને ટચ કરી છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.