જાણવા જેવું દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

300 ચીની સૈનિકોનો ખાત્મો કરી 72 કલાક સુધી લડ્યો હતો આ ફૌજી… છાતી ગર્વથી ફુલાઈ જશે- વાંચો

આજે પણ જીવિત છે જસવંતની આત્મા: 300 ચીનીઓને મૃત્યુને ઘાટ ઉતારનાર ભારત માતાના આ વીર સ્પુટની સ્ટોરી આજે વાંચીને આગળ જરૂર વધારજો

ભારતીય સૈન્યની ઘણી વિરગાથાઓ છે. આપણા દેશને આઝાદી અપાવવાથી લઈને હાલ સુધીમાં ઘણા સૈનિકો દેશની રક્ષા કાજે શહીદ થયા છે, જીવન ત્યાગ કર્યો છે. આ શહીદોને આપણે સમય-સમય પર યાદ પણ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ. પણ એક એવા શહીદ પણ છે કે જે શહીદ થયા પછી પણ શહીદ નથી, અમર છે.

Image Source

1962 ના ભારત-ચીન યુદ્ધમાં 72 કલાક સુધી એકલા બોર્ડર પર લડીને અને 300 ચીની સૈનિકોને મારીને શહીદ થનારા ભારતીય સૈનિક જસવંત સિંહ રાવત આજે પણ અમર છે. આ ફૌજીએ એકલા જ ચીનને ધૂળ ચટાવી અને અરુણાચલ પ્રદેશ પર ચીનનો કબજો થવાથી રોક્યા હતા. અરુણાચલ પ્રદેશના નુરાનાંગમાં બનેલા જસવંતગઢ વોર મેમોરીયલમાં 24 કલાક તેમની સેવામાં સેનાનાં પાંચ જવાન લાગી રહ્યા છે. સાથે જ દરરોજ તેના જુતાઓ પર પોલીશ કરવામાં આવે છે અને તેના કપડા પણ પ્રેસ કરવામાં આવે છે.

Image Source

માથું ટેક્યા વગર અહીંથી આગળ નથી વધતા કોઈ સિપાહી: કહેવામાં આવે છે કે શહીદ જસવંત સિંહના મંદિરમાં માથું ટેક્યા વગર કોઈ પણ સૈન્યના અધિકારીઓ કે જવાનો આગળ વધતા નથી. તેના નામની આગળ સ્વર્ગીય નથી લગાવવામાં આવેલું અને આજે પણ તેને પ્રમોશન મળે છે. ઉત્તરાખંડ ના પૌડી-ગઢવાલ જીલ્લાના બાંદયુંમાં 19 ઓગસ્ટ 1941નાં રોજ જસવંત સિંહ રાવતનો જન્મ થયો હતો.

Image Source

તેની અંદર દેશપ્રેમ તે કદર હતો કે તે 17 વર્ષની ઉમરમાં જ સેનામાં ભરતી થવા માટે નીકળી પડ્યા હતા, પણ નાની ઉમર હોવાને લીધે તેને સામેલ કરવામાં ન આવ્યા. જો કે વાજબી ઉમર હોવા પર 19 ઓગસ્ટ 1960ના જસવંતને સેનામાં રાઈફલમેનના પદ પર સામેલ કરી દેવામાં આવ્યા. 14 સપ્ટેમ્બર 1961ના રોજ જસવંતની ટ્રેનિંગ પૂરી થઇ, તેના બાદ એટલે કે 17 નવેમ્બર 1962ના ચીનની સેનાએ અરુણાચલ પ્રદેશ પર કબજો કરવા માટે હમલો કર્યો હતો.

Image Source

તે દરમ્યાન સેનાની એક બટાલિયનની એક કંપની નુરાનાંગ બ્રીજની સુરક્ષા માટે તેનાત કરવામાં આવી, જેમાં જસવંત સિંહ રાવત પણ સામેલ હતા. ચીનની સેના હાવી થઇ રહી હતી, માટે ભારતીય સેનાએ ગઢવાલ યુનિટની ચોથી બટાલીયનને પરત બોલાવી લીધી. પણ તેમાં શામિલ જસવંત સિંહ, લાંસ નાયક ત્રિલોકી સિંહ નેગી અને ગોપાલ ગુસાઈ પરત ન આવ્યા. આ ત્રણે સૈનિકો એક બંકર સાથે ગોળીબારી કરી રહેલી ચીની મશીનગનને ધ્વસ્ત કરવા માંગતા હતા.

Image Source

આવી રીતે દુશ્મનો પાસેથી છીનવી લીધી મશીનગન:

ત્રણે જવાન ચટ્ટાનો અને જાડીઓમાં છુપાઈને ભારે ગોળીબારીથી બચીને ચીની સેનાના બંકરના નજદીક જઈ પહોંચ્યા અને લગભગ 15 યાર્ડની દુરીથી હેન્ડ ગ્રેનેડ ફેંકતા દુશ્મન સેનાના ઘણા સૈનિકોને મારીને મશીનગન છીનવી લીધી હતી. તેનાથી પૂરી લડાઈની દિશા જ બદલાઈ ગઈ હતી અને ચીનનું અરુણાચલ પ્રદેશને જીતવાનું સપનું પૂરું ન થઇ શક્યું.

Image Source

જો કે, આ ગોળીબારમાં ત્રીલોકી અને ગોપાલ માર્યા ગયા, સાથે જ જસવંત 72 કલાક સુધી એકલા જ લડતા રહ્યા અને 300 ચીની સૈનિકોને મારી નાખ્યા હતા. તેના બાદ દુશ્મન સેનાએ તેમને ઘેરી લીધા અને તેનું મસ્તક કાપીને લઇ ગયા. તેના બાદ 20 નવેમ્બર 1962 ના ચીનને યુદ્ધ વિરામની ઘોષણા કરી નાખી.

Image Source

આજે પણ જીવિત છે જસવંતની આત્મા:

ત્યાં રહેનારા જવાનો અને સ્થાનીય લોકોનું માનવું છે કે જસવંત સિંહ રાવતની આત્મા આજે પણ ભારતની પૂર્વી સીમાની રક્ષા કરી રહી છે. જસવંતગઢ વોર મેમોરીયલમાં તેનું મોટું સ્મારક બનાવામાં આવેલું છે. અહી શહીદના દરેક સામાનને સંભાળીને રાખવામાં આવ્યો છે. રોજ સવારે અને સાંજે પહેલી થાળી જસવંતની પ્રતિમા સામે પીરસવામાં આવે છે. કહેવામાં આવે છે કે સવારે જ્યારે ચાદર અને અન્ય કપડાઓને જોવામાં આવે તો તેમા કરચલીઓ જોવા મળે છે, સાથે જ પોલીશ કરીને મુકેલા જૂતા પર પણ કીચડ લાગેલો જોવા મળે છે.

Image Source

આજે પણ મળે છે પ્રમોશન અને રજાઓ:

જસવંત સિંહ રાવત ભારતીય સેનાના એકલા સૈનિક છે, જેને મૃત્યુ બાદ પ્રમોશન મળવાનું શરુ થયું હતું. પહેલા નાયક પછી કેપ્ટન અને હવે તે મેજર જનરલના પદ પર પહોંચી ચુક્યા છે. ઘરમાં લગ્ન હોય કે પછી ધાર્મિક કાર્યક્રમના અવસરો પર પરિવારના લોકોને જ્યારે પણ જરુર હોય, ત્યારે તેના તરફથી રજાની અરજી આપવામાં આવે છે અને મંજુરી મળતા જ સેનાના જવાન તેમની તસ્વીરને પુરા સૈનિક સન્માનની સાથે તેના ઉત્તરાખંડના પૈતૃક ગામ લઇ જાય છે. સાથે જ રજાઓ સમાપ્ત થતા જ તે તસ્વીરને સન્માનની સાથે તેના સ્થાન પર લઇ આવવામાં આવે છે.