ખબર

વલસાડમાં હાઈપ્રોફાઈલ લાઇફ જીવતી ફેમસ સિંગરની અહીંયાથી લાશ મળી, તસવીરો જોઈને ખળભળી ઉઠશો

ગુજરાતમાંથી ઘણીવાર રહસ્યમય સંજોગોમાં મોત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હાલમાં વલસાડના પારડીની પાર નદી નજીક સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં તેના પતિએ સીટી પોલીસ મથકે શનિવારના રોજ સાંજે પત્નીના ગુમ થયાની જાણ કરી હતી અને તે બાદ રવિવારના રોજ આખરે મહિલાની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. જો કે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

વલસાડના પારડીના પાર નદી કિનારે કાર નંબર GJ-15-CG-4224માં વલસાડની સિંગર વૈશાલી બલસારાની લાશ મળી આવી હતી. અજાણી કારને સ્થાનિક લોકોએ ઘણા સમયથી ઉભેલી જોઈ અને પછી ઘટનાની જાણ પારડી પોલીસને કરી. જે બાદ પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જે બાદ તપાસમાં લાશ વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું સામે આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે વલસાડ સિંગર મહિલાની બલેનો ગાડીમાંથી લાશ મળી આવી હતી. જેમાં એક દિવસ વીત્યો છે. હાઈપ્રોફાઈલ જીવન જીવતી સિંગર વૈશાલી બલસારાનું 30 વર્ષની ઉંમરે જ મોત થતા એને લઈ ઘણા સવાલો ઘેરાયા છે. તેમાં પોલીસે એક્સિડન્ટનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તથા મહિલાના મોત અંગે અનેક રહસ્યો ઘેરાયા છે.

જેમાં સૂત્રો પાસે મળતી માહિતી મુજબ મહિલા પૈસાની લેવડ દેવડ કરવાની હતી. તેવી સમગ્ર વલસાડ શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. વૈશાલીના પતિએ તેના ઘરેથી ગુમ થયા હોવાની નોંધ કરાવી હતી. લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ શરૂ કરી હતી. જણાવી દઇએ કે, વૈશાલી બલસારા જાણીતી સિંગર છે.

તેનો પતિ હિતેશ બલસારા પણ સિંગર છે. તે સ્ટેજ શોમાં ગિટાર પણ વગાડે છે. પતિ-પત્ની સ્ટેજ શો કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા. પતિ હિતેશે શનિવાર પોલીસનો સંપર્ક કર્યો હતો અને પત્નીના ઘરે ન આવ્યા હોવાની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં કરી હતી.

તે એવું કહીને નીકળી હતી કે બહેનપણીને મળવા જઇ રહી છે. તે બાદ તેની લાશ પાર નદી કિનારે મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ વલસાડના જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને એલસીબી અને એસઓજી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કારની પાસે અન્ય સુરાગ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

હાલ તો પોલિસ વૈશાલીના મૃતદેહનું પીએમ કરાવી હત્યા અને આત્મહત્યા અંગે તપાસ કરશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સિંગરના મોતનું પગેરું ક્યારે ઉકેલાશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મહિલા પૈસાની લેવડ દેવડ કરવાની હતી. તેવી સમગ્ર વલસાડ શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સિંગરના હસબન્ડ દ્વારા એક દિવસ અગાઉ રાતે ગુમની ફરિયાદ અપાઈ હતી. જેમાં બીજા દિવસે પત્નીની લાશ લોક કરેલી કારમાંથી મળી હતી. તેમાં ગુજરાતી સિંગર વૈશાલી બલસારાની મોત અંગે વલસાડ પોલીસે અનેક જગ્યાના CCTV ના ફૂટેજ લીધા છે.

મહિલા સાંજે ઘરેથી નીકળ્યા બાદ તેણીની મહિલા મિત્રને પૈસા આપવા ગઈ હોવાની ચર્ચા છે. તેથી મહિલાના મોત અંગે પોલીસે અનેક લોકોના જવાબો લીધા છે. તથા પતિ પણ શંકાના ઘેરમાં છે. તો મહિલા પર પૈસાનું દબાણ હતું એ કોનું હતું એ દિશામાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે.