ખબર મનોરંજન

30 વર્ષ પહેલા આ રીતે થતા હતા એવોર્ડ શો, ખોળામાં રહેલા ટાઇગર શ્રોફ અને બીજા અભિનેતાને પણ ઓળખી નહિ શકો, જુઓ વિડીયો

બોલીવુડમાં ફિલ્મો જોવા વાળો વર્ગ ખુબ જ વિશાળ છે અને વર્ષ દરમિયાન યોજાતા એવોર્ડ શો જોવા માટે પણ દર્શકો ઉત્સાહિત થતા હોય છે. આવા એવોર્ડ ફંક્શનની અંદર ના માત્ર એવોર્ડ જોવા મળે છે, પરંતુ લાઈવ કર્યક્રમો પણ નિહાળવા મળે છે, જેને દર્શકો ખુબ જ પસંદ પણ કરતા હોય છે.

આજે અમે તમને 30 વર્ષ પહેલાનો એવોર્ડ શો બતાવીશું જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ એવોર્ડ શોની અંદર અભિનેતા ટાઇગર શ્રોફ પોતાના પિતા જેકી સરઓફના ખોળામાં જોવા મળે છે, અને સાથે જ રિતિક રોશન, અભિષેક, સલમાન અને આમિર ખાનને પણ ઓળખવા મુશ્કેલ બની જાય છે.

Image Source

આ વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તે 35માં ફિલ્મ ફેયર એવોર્ડ દરમિયાનનો છે. જેમાં ટાઇગર જેકી શ્રોફના ખોળામાં છે તો માધુરી દીક્ષિત, શ્રીદેવી, રેખા, અમિતાભ બચ્ચન પણ ખુબ જ જવાન દેખાઈ રહ્યા છે.

Image Source

અભિષેક અને રિતિક ખુબ જ નાના દેખાઈ રહ્યા છે. તો સલમાન અને આમિર પણ જોવા લાયક છે. રાકેશ રોશનની પાછળ નાની એવી ઝલક રીતિકની દેખાશે। તો ભાગ્યશ્રી, સોનુ વાલિયા, શબાના આજ઼મી અને જયા બચ્ચન પણ યુવાન અંદાઝમાં દેખાઈ રહ્યા છે.

જુઓ તમે પણ 35માં ફિલ્મફેયર એવોર્ડનો વિડીયો: