હોટલમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી 30 વર્ષિય સેલિબ્રિટીની લાશ, સુસાઇડ નોટમાં લખ્યા દર્દનાક શબ્દો

ચમકતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ભૂંડું સત્ય: 30 વર્ષની સેલિબ્રિટીએ કરી લીધી આત્મહત્યા…સુસાઇડ નોટમાં લખેલું કારણ જાણીને દુઃખી દુઃખી થઇ જશો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ આર્થિક તંગીથી પરેશાન થઇ તો ઘણીવાર પ્રેમમાં નાસીપાસ થઇ કે પછી માનસિક/શારીરિક હેરાનગતિને કારણે આપઘાત કરી લે છે. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડસ્ટ્રીમાંથી મોડલ અને અભિનેત્રીઓના આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે,

ત્યારે હાલ એક મોડલના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના અંધેરી વિસ્તારમાંથી 30 વર્ષની મોડલની લાશ મળી આવી છે. મોડલની લાશ હોટલના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસને મૃતદેહની સાથે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસે આ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર,

મોડલે બુધવારે રાત્રે 8 વાગ્યે હોટેલમાં ચેક-ઇન કર્યું હતું અને ડિનરનો ઓર્ડર પણ આપ્યો હતો. ગુરુવારે જ્યારે હાઉસકીપિંગ સ્ટાફે ઘણી વખત દરવાજો ખખડાવ્યો પણ રૂમ ન ખૂલ્યો. ત્યારે મેનેજરે આ અંગે પોલીસને જાણ કરી. હોટલ પહોંચ્યા બાદ પોલીસે માસ્ટર કી વડે દરવાજો ખોલ્યો

અને રૂમમાં જોયું તો મોડેલની લાશ પંખા સાથે લટકતી જોવા મળી હતી. મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મોડલના મૃતદેહની સાથે પોલીસને રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું છે- ‘મને માફ કરજો.

આ માટે કોઈ જવાબદાર નથી. હું ખુશ નથી. મારે બસ શાંતિ જોઈએ છે. વર્સોવા પોલીસે ADR હેઠળ કેસ નોંધ્યો છે અને મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. એક અધિકારી અનુસાર, તે લોખંડવાલાની યમુના નગર સોસાયટીની રહેવાસી હતી.

પોલિસને એવી શંકા છે કે મોડેલ છેલ્લા કેટલાક મહિનાઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ ન મળવાને કારણે કથિત રીતે ડિપ્રેશનમાં હતી અને આ કારણે તેણે આત્મહત્યા કરી લીધી. આ પહેલા પણ ઘણી બંગાળી અભિનેત્રીઓના આપઘાતના કિસ્સા સામે આવી ચૂક્યા છે, જેમાં કોઇએ કામ ન મળવાથી ડિપ્રેશનમાં જઇને તો કોઇએ પ્રેમમાં નાસીપાસ થઇને આપઘાત કર્યો હતો.

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. કેટલીકવાર કોઈ આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે, કેટલીકવાર કોઈની હેરાનગતિ પણ આપઘાત માટે જવાબદાર બનતી હોય છે. સામાન્ય માણસ જ નહિ સેલેબ્સ પણ કેટલીકવાર આપઘાત કરી લેતા હોય છે અને આપઘાત પાછળનું જે કારણ સામે આવે છે તે પણ ખુબ જ ચોંકાવનારું હોય છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક મોડલે આપઘાત કરી લીધો છે.

મુંબઈમાં 30 વર્ષની સંઘર્ષશીલ મોડલ અને અભિનેત્રીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બુધવારની કહેવામાં આવી રહી છે, પરંતુ તે બે દિવસ પછી ચર્ચામાં આવી છે. મોડલનું નામ આકાંક્ષા મોહન જણાવવામાં આવી રહ્યું છે કે તેનો મૃતદેહ મુંબઈની એક હોટલમાંથી મળી આવ્યો છે. મોડલ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે પોતાના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર અનુસાર આકાંક્ષાએ બુધવારે સાંજે અંધેરી મુંબઈના વર્સોવા વિસ્તારમાં સ્થિત એક હોટલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે શુક્રવારે તેમનું નિવેદન જારી કર્યું અને કહ્યું કે હોટલના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જ્યાંથી મોડલનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે તેમને શંકા છે કે આકાંક્ષા ડિપ્રેશનમાં હતી અને તેના કારણે તેણે જીવનનો અંત લાવવાનું ઘાતક પગલું ભર્યું. પોલીસના જણાવ્યા અનુસાર તે ખુશ નહોતી અને શાંતિ ઈચ્છતી હતી.

આ ઘટનાની માહિતી ત્યારે સામે આવી જ્યારે હોટેલ મેનેજરે બુધવારે સાંજે પોલીસને ફોન કર્યો અને જણાવ્યું કે મોડલના રૂમની અંદરથી અનેક કોલ કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હોટલના રૂમનો દરવાજો તોડીને જોયું તો મોડલ પંખાથી લટકતી મળી. પોલીસે તાત્કાલિક લાશનો કબજો લઈ પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ સાથે આકસ્મિક મૃત્યુના એંગલથી કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.

એક પોલીસ અધિકારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મોડલના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે લખ્યું છે કે, “મને માફ કરો. આના માટે કોઈ જવાબદાર નથી. હું ખુશ નથી. હું માત્ર શાંતિ ઈચ્છું છું.” પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે, લોખંડવાલાના યમુના નગર વિસ્તારમાં ઉછરેલી મૉડેલે બુધવારે બપોરે 1 વાગ્યાની આસપાસ હોટલમાં રૂમ લીધો હતો અને તે પછી તેણે પોતાની જાતને અંદરથી બંધ કરી લીધી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આકસ્મિક મૃત્યુનો અહેવાલ નોંધવામાં આવ્યો છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.

Shah Jina