30 સપ્ટેમ્બર 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે અચાનક તમને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વધુ પૈસા કમાવવા માટેની તમારી લાલચને કંટ્રોલ કરો. અચાનક જે પૈસા તમને મળ્યા છે તેમાંથી ભવિષ્ય માટે બચત કરો. જો તમે કોઈ મકાન કે વાહન ખરીદી કરવા માંગો છો તો આજનો દિવસ સારો છે પણ કોઈપણ નિર્ણય કરતા પહેલા તમારા પરિવારજનો અને વડીલોની સલાહ જરૂર લેજો. આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે. તમારા સપના હવે સત્ય થશે અને તેના માટે તમારે ઈમાનદારીથી કામ કરવાનું છે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો. આજે પરિવારમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે રસ્તા પર ચાલો ત્યારે સાવચેતી રાખવી. નોકરી કરતા મિત્રોને આજે બધા તરફથી વાહ વાહ મળશે એવું કામ કરશો. તમારે તમારા ઉદાર સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે. થોડી બચત કરતા શીખો જે ભવિષ્યમાં તમારા કામમાં આવે તમારા જીવનસાથીને આજે ખુશ કરવા તેમની માટે કોઈ ભેટ સોગાદ લઈને ઘરે જાવ. આજે ઘરે તમારી માટે કોઈ સરપ્રાઈઝ રાહ જોઈ રહી હશે અથવા તો કોઈ સારા સમાચાર મળશે. નાની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે મૂંઝાતા નહિ એ મુશ્કેલીઓ જ તમને સાચી સફળતા આપવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે બહારના લોકોને તમારા જીવનમાં શું બની રહ્યું છે એ વાતો જાણવામાં વધુ રસ હશે. તમારા ઘરની વાતો કોઈ બહારના લોકોને જણાવવી નહિ તેનાથી તમારા પરિવારમાં નાના મોટા ઝઘડા થઇ શકે છે. પરિવારના વડીલને વચ્ચે રાખીને દરેક સમસ્યાનો અંત લાવો. આજે ઓફિસમાં તમારા સ્વભાવની અસર કામ પર ના પડે એની તકેદારી રાખજો. તમારા સંતાનો આજે તમારી ખુશીનું કારણ બનશે. તેમને વધુને વધુ લાડ પ્યાર આપો. વ્યસન મુક્ત થવા માટે જે મિત્રો પ્રયત્ન કરી રહ્યા છે તેઓએ આજથી શરૂઆત કરવી.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

4. કર્ક – ડ,હ (Cancer):
આજે કોઈપણ સાથે વાત કરો તો તમારા વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. આજે તમારા વર્તનના કારણે તમારો સૌથી નજીકનો મિત્રો તમારાથી દુઃખી થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો. આજે શરીરમાં નાની મોટી તકલીફ પણ થવાના ચાન્સ છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

5. સિંહ – મ,ટ (Lio):
આજે જે પણ મિત્રો ઘણા સમયથી પોતાના પ્રેમનો ઈઝહાર કરવા માંગે છે તેમની માટે સારો સમય છે. સાંજના સમયે તમારા પાર્ટનરની મુલાકાત કરો અને તેમની ઈચ્છા પૂર્ણ કરો. આજે પૈસા કમાવવા માટેની સારી તકો તમારી સામે આવશે. યોગ્ય સલાહ અને સૂચનથી કોઈપણ સારી સ્કીમમાં પૈસા રોકો ફાયદો જરૂર મળશે બને ત્યાં સુધી પ્રયત્ન કરો લાંબા સમય માટે રોકી શકો. આજે સંતાનો તરફથી થોડી તકલીફો મળશે. પહેલા તેમની પૂરી વાત સાંભળો અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજનો તમારો દિવસ અનેક અલગ અલગ કામ પૂર્ણ કરવામાં જશે તમારી કામ પાછળની ઘેલછાથી તમારા બોસ તો તમારાથી ખુશ થઇ જશે પણ તમારા પરિવારજનોને તમે બહુ ઓછો સમય આપો છો એવી ફરિયાદ સંભાળવા મળશે. આજે એવું હોય તો પરિવાર સાથે સાંજે થોડી હળવી ક્ષણો માણો. તમારા કામના અનુભવ અને નવી નવી વાતો એમને પણ જણાવો. તમારી ખુશીથી સૌથી પહેલા તમારો પરિવાર જ ખુશ થશે. આકસ્મિક પ્રવાસથી ધનલાભની શક્યતાઓ છે. કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા ૧૦૦ વાર વિચાર કરજો અને પછી પૈસા ઇન્વેસ્ટ કરજો.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

7. તુલા – ર,ત (Libra):
જો તમે ઈચ્છો છો કે તમારી અને તમારા પરિવારજનોની તબિયત સારી રહે તો તેના માટે શરૂઆત તમારે જ કરવાની છે. પરિવારમાં કોઈ ગંભીર બીમારી થવાના યોગ છે. યોગ્ય સલાહ અને કસરતથી તમે યોગ્ય રીતે જાળવણી કરી શકશો. ઓફિસમાં આજે તમને નવા પ્રોજેક્ટ સોપવામાં આવશે. એ કામ જો તમે સારી રીતે પૂરું કરશો તો તેનો લાભ તમને ભવિષ્યમાં મળશે. આજે સાંજ તમારા લગ્નજીવનની યાદગાર સાંજ બની રહેશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે નોકરી કરતા મિત્રો માટે સારો દિવસ છે. તમારા દ્વારા પૂર્ણ કરવામાં આવેલા કામને કારણે ઓફિસમાં દરેક લોકો તમારા વખાણ કરશે આજે કેટલાક મહત્વના કામ પણ તમને સોંપવામાં આવશે. બસ તમે તમારા કામમાં ઈમાનદાર રહો અને યોગ્ય કામ યોગ્ય સમયે પૂર્ણ કરો. ઈશ્વર આપની સાથે જ છે. તમારા આજના નિર્ણયમાં તમારા પરિવારને સાથે રાખો. આજે તમે જેને ઘણા સમયથી મળવાનો પ્લાન બનાવી રહ્યા છો એ સફળ થશે. બની શકે એટલું આનંદથી જીવો તમે જે બીજા લોકોની ચિંતા કરવાની ટેવ છે તો એ બદલો જ્યાં સુધી તમે તમારી જ લાઈફ ખુશી ખુશી નહિ જીવો ત્યાં સુધી બીજાના જીવન બનાવવાનો અર્થ નથી.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે તમારા માથે સામાજિક જવાબદારીઓ આવી શકે છે. પરિવારમાં વડીલોની તબિયતનું ખાસ ધ્યાન રાખો. ઓફીસના સમય દરમિયાન આજે તમને કોઈ બહારના લોકો પરેશાન કરશે, ધીરજ ગુમાવ્યા વગર તામ્ર કામમમાં ધ્યાન આપો. કોઇપણ જાતનું રોકાણ કરવું નહિ એ તમને નુકશાન પહોચાડશે. જીવનસાથી તરફથી આજે થોડી તકલીફ મળશે. દિવસ દરમિયાનની દોડધામના કારણે સાંજે બેચેની અને માથા દુખાવો થશે. યોગ્ય સલાહ લેવાનું રાખજો.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારે તમારા દિવસનો થોડો સમય સામાજિક કાર્યોમાં વિતાવવાનો છે. આજે નજીકના પરિવારજનોના જીવનમાં આજે કોઈ સારો પ્રસંગ આવશે. તમારી લાગણીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો ખૂબ આનંદ આવશે. તમારા જીવનસાથી તમારી માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે તો એમના ઉત્સાહમાં વધારો કરો. તમારા પોતાના નિર્ણયને બીજા પર થોપશો નહિ. કોઈની પણ ખાનગી વાતોને મગજમાં સંઘરવી નહિ. સમય મળે મિત્રો અને પરિવારને સાથ આપો એન તેમના થોડા વખાણ પણ કરજો. આજે ઘરના વડીલો સાથે થોડી વાતો કરો અને તેમને અનુભૂતિ કરાવો કે તમે એમની કેર કરો છો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે તમારા માટે એક સારી ખુશખબરી આવવાની છે જેના કારણે તમારો આજનો આખો દિવસ ઉત્સાહ અને ખુશીમાં જશે. ઓફિસમાં પણ તમારા કામની સરાહના થશે. આજે જો કોઈ બીજો સારો પ્રોજેક્ટ કરવાની શરૂઆત કરવાના હોવ તો કરી શકો છો, જો તામારા બાળકોનું ભવિષ્ય બનાવવા માંગો છો તો આજથી જ તમારે બચત કરવાની છે. પૈસા જેટલા વધુ કમાશો એટલા જ ખર્ચ પણ વધવાના છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
ઘણા દિવસો પછી આજે ફરીથી પતિ અને પત્ની સારો સમય સાથે વિતાવી શકશો. આજે કોઈ ખુશીના સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. આજે પરિવાર સાથે વાતો અને વિચારોની આપલે થશે અને બધા જ લોકો તમારા વ્યવહારથી ખુશ હશે. તમારે આજે પૈસા એવી જગ્યાએ કે પછી એવા સ્થાને રોકવાના છે જેનાથી તમારું ભવિષ્ય સુરક્ષિત રહે. કોઈપણ ફાલતું અને વધારાના ખર્ચથી દૂર રહો તો અને તો જ તમે બચત કરી શકશો. આજે મિત્રશત્રુથી બચતા રહેજો. આજે તમારી નજીકનું કોઈ તમને ગેરમાર્ગે દોરી જશે તો કોઈપણ કામ કરતા પહેલા તેના પરિણામ વિષે વિચારો.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here