ખબર

અમદાવાદમાં ત્રીજી લહેર પહેલા આવશે? દુબઈથી આવેલા 30 લોકો પોઝિટિવ આવતા એરપોર્ટ પર હાહાકાર મચી ગયો – જાણો

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો હાલ ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિશ્વમાં મંડરાઇ રહ્યો છે. પહેલા ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઇ હતી, કર્ણાટકમાં બે કેસ નોંધાયા બાદ હવે ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે અને જામનગરમાં ઓમિક્રોનનો એક કેસ પોઝિટિવ નોંધાયો છે. ત્યારે હવે આ બધા વચ્ચે અમદાવાદને લઇને એક ખાસ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદમાં એકસાથે 30 લોકો પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. દુબઇમાં લગ્નપ્રસંગે 550થી વધુ લોકો ગયા હતા જેમાંથી 30 લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે )

ઓમિક્રોનને પગલે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સતર્કતા વધારી દેવામાં આવી છે. UKથી આવેલ એક વ્યક્તિનો રીપોર્ટ પોઝિટિવ આવતા ઓમિક્રોન વેરિયન્ટે લઇને તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ થઇ રહ્યુ છે. સ્ક્રિનિંગમાં પોઝિટિવ આવેલ લોકોના રીપોર્ટ જીનોમ સિકવનસિંગ માટે પૂણે મોકલવામાં આવી રહ્યા છે. જે પણ 30 લોકો પોઝિટિવ આવ્યા છે, તેઓની ઉંમર 16થી 26 વર્ષની જણાઇ રહી છે. હવે આ લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહિ તે તપાસ કરવામાં આવી રહ્યુ છે.

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના 671 કેસો નોંધાયા છે. બ્રિટનમાં સતત 5માં દિવસે 1 લાખથી વધુ કોરોનાનાં કેસ આવ્યા હતા કેસો જેમાં ઓમિક્રોન વેરિઅન્ટના નવા 75 કેસ મળ્યા હતા. ઇટલીમાં કુલ 4 અને ફ્રાન્સમાં કુલ 2 ઓમિક્રોનના કેસો નોંધાયા છે. અમેરિકામાં 24, જર્મનીમાં 12, બ્રાઝિલમાં 5 ઓમિક્રોનના કેસો નોંધાયા છે. અને ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 2 કેસો નોંધાયા હતા. હવે ગુજરાતમાં ઓમિક્રોનનો એક કેસ જામનગરમાં નોંધાયો છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 29 દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે અને WHOએ તેને વેરિયન્ટ ઑફ કન્સર્નની શ્રેણીમાં રાખ્યું છે. આ પ્રકારથી સંક્રમિત દર્દીની પ્રથમ દક્ષિણ આફ્રિકામાં ઓળખ કરવામાં આવી હતી. દેશના પ્રખ્યાત ડૉક્ટર અને મેદાંતા હોસ્પિટલના સંસ્થાપક ડૉ નરેશ ત્રેહને આ પ્રકારની ગંભીરતા વિશે જણાવ્યું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિ 18થી 20 લોકોને સંક્રમિત કરી શકે છે.