જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 30 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 3 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. પડકારો ઓછા આવશે અને તમે હિંમતથી તમારા ઘણા કામમાં સફળતા મેળવશો. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ થવાની સંભાવના છે.
ઋતુ બદલાવવાને કારણે સાવચેત રહો.કામના લઈને આજે તમે ખૂબ એક્ટિવ રહેશો. પરિણામે સારા પરિણામ તમારા હાથમાં રહેશે. ભાગ્યનો સાથ મળશે. અંગત જીવન ખુશીઓથી ભરેલું રહેશે. તમે તમારા કુટુંબના વિકાસ પર વિચાર કરશો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોએ ખુદ પર વધુ આત્મવિશ્વાસથી બચવું પડશે. જો સાવધાનીથી ચાલશો તો શત્રુ પણ મિત્ર બની જશે. પ્રોપટીથી જોડાયેલા મામલામાં ધનનો લાભ મળશે. મનમાં ધાર્મિક ગતિવિધિઓ કરવાની ઈચ્છા થશે. લાંબા પ્રવાસના યોગ બની રહ્યા છે. વિરોધીઓથી સાવધાન રહેવું જરૂરી છે. પરણિત લોકો ગૃહસ્થ જીવનને લઈને પરેશાન રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ નજરે આવશે. આજના દિવસે તમારા અને તમારા પ્રિય વ્યક્તિના સંબંધમાં ઘનિષ્ઠતા આવશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોનું આરોગ્ય સારું રહેવાથી ખુશ રહેશે. ઘરમાં શાંતિ રહેશે. ઘરની સજાવટ માટે તહેવારની સીઝનમાં કંઈક નવી ખરીદી કરશો. વીજ કનેક્ટેડ ઉપકરણો લાવવાની સંભાવના છે. તમારી ઓફિસમાં તમારું માન વધશે. તમારા કામને લઈને લોકોની નજર તમારા પર રહેશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનને લઈને સંતુષ્ટ હેશે અને જીવન સાથી સાથેનો સંબંધ સારો રહેશે. નવો ધંધો શરૂ કરવાનો વિચાર મનમાં આવશે. પ્રેમી પંખીડા થોડા નર્વસ જોવા મળશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો આજના દિવસે બળવાન રહેશો. દરેક કાર્ય ખૂબ નમ્રતાથી કરશો અને કાર્યમાં સાવચેતી અને સ્થિરતા જોવા મળશે. બદલાયેલ વર્તનથી તમે લોકોને આશ્ચર્યચકિત કરી દેશો. મિત્રો સાથે સુંદર વાતો કરવાની તક મળશે. ગૃહસ્થ જીવન તમને સુખ અને શાંતિ આપશે. આવકમાં વધારો થશે. પરિણીત લોકો આજે તેમના ઘરના જીવન વિશે કંઈક નવું કરવાની યોજના કરશે. પ્રેમી પંખીડા આજના દિવસે પ્રિયજનની વાણીથી વધુ પ્રભાવિત નહીં થાય અને તેમના મનમાં કંઈક તકલીફ રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો આજના દિવસે બાળકોને લઈને મોટો નિર્ણય કરશે. બાળકોના ભવિષ્ય માટે નવી પોલિસી લઈ શકે છે અથવા સારી શાળામાં પ્રવેશ મેળવી શકે છે. પારિવારિક વાતાવરણ થોડું ચિંતાતુર રહેશે. કોઈની તબિયત બગડી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આજનો દિવસ સારો છે. આજના દિવસે સારું જમવાનું આનંદ માણશે. પરંતુ વધુ પડતું ખાવાથી આરોગ્ય બગડે છે. બ્લડ પ્રેશરની સમસ્યાઓ પરેશાન કરી શકે છે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે. વિવાહિત લોકો ઘરના જીવનમાં વ્યસ્ત રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોના મનમાં ખુશી રહેશે અને લવ લાઈફ ખુશીથી ભરપૂર રહેશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથે લગ્નની વાત આગળ વધારવાની કોશિશ કરી શકો છો. ગૃહસ્થ જીવન સારું રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે બેન્ક બેલેન્સમાં વધારો થશે. પરિવારમાં કોઈ વૃદ્ધના આશીર્વાદ અને માર્ગર્શન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકોએ આજના દિવસે ખર્ચમાં ધ્યાન આપવું જરૂરી છે, કોઈ કારણ વગરનો ખર્ચ ના કરો. તહેવારની સીઝનમાં પૈસા જોઈને જ ખર્ચ કરો નહીં તો મુસીબત આવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને તમને સફળતા મળવાની સંભાવના રહેશે. મનમાં સારા વિચાર આવશે. પરિવારમાં અસંતુલન આવી શકે છે. મિત્રો સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન બની શકે છે. કામ માટે દિવસ સારો છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકોનું મન આજે પ્રેમ જીવનને સાકાર કરવામાં લાગશે. તેના પ્રિયજનની ખુશી માટે કેટલાક સારા કામ કરશે અને તેના માટે થોડી ભેટ પણ લાવશે. પરણિત લોકો તેમના ગૃહસ્થ જીવનને ખુશ કરવા કોઈ કસર છોડશે નહીં. જીવન સાથી પણ દરેક પ્રવૃત્તિમાં તમને ટેકો આપશે. કામ માટે આજનો દિવસ ખૂબ સારો છે, પરંતુ તમારે કામ માટે ઘણી મુસાફરી કરવી પડશે, તેથી આજનો દિવસ ભાગદોડમાં રહેશે. આવક સારી રહેશે અને થોડું ધ્યાન આપવામાં આવશે. પારિવારિક જીવન તમને ખુશ કરશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોનો તમારો આત્મવિશ્વાસ વધુ રહેશે. જેનાથી તમે દુનિયાને મુઠ્ઠીમાં કરવાની ઈચ્છા રહેશે. કામ પ્રત્યેનો તમારો આત્મવિશ્વાસ સ્પષ્ટ રહેશે તમારું પ્રદર્શન પણ મજબૂત રહેશે. જમીન સંબંધિત બાબતો આકર્ષણનું કેન્દ્ર બનશે. કોઈપણ સોદો ફાઇનલ થઇ શકે છે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનથી ખુશ રહેશે અને આજે તમારા જીવન સાથી તમને તમારા વ્યવસાયને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. તમને આજે પૈસાનો લાભ મળશે નહીં. પ્રેમી પંખીડા આજના દિવસે પારિવારિક કાર્યોમાં વધારે ભાગ લેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો આજના દિવસે મસ્તીના મૂડમાં જોવા મળશે. આજના દિવસે મિત્રો સાથે સમય વિતાવશો અને બહાર ફરવા જવાનો પ્લાનીગ કરી શકો છો. આવકને લઈને આજના દિવસે તમારે વધુ મહેનત કરવી પડશે. કામને લઈને કરેલી મહેનત આજે થોડી કમજોર પડી શકે છે. ધાર્મિક કામ પર ખર્ચ થશે. પ્રેમી પંખીડા આજના દિવસ બેહદ ખુશ નજરે આવશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોની પારિવારિક સ્થિતિ ધ્યાન ખેંચશે. પરિવારના લોકોને તમારી જરૂરિયાત રહેશે. આજના દિવસે વિવિધ પ્રકારના ભોજનનો આનંદ લેશો. આજ ઘરે સગા-સંબંધીઓ આવશે જેનાથી ઘરમાં રોનક આવશે. ભાગ્ય કમજોર થઇ શકે છે. તેથી મોટું કામ હાથમાં ના લો. નહીં તો કામ અટકી શકે છે. આજના દિવસે થોડી ધીરજ રાખો. કામને લઈને દિવસ થોડો કમજોર રહેશે. તેથી કામ પર થોડું ધ્યાન આપો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો આજના દિવસે બેહદ મજબૂત નજરે આવશે. બધી તકલીફનો સામનો કરવો પડશે. કામને લઈને કરેલો અનુભવ બહુ જ કામ આવશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ખુશ રહેશે. આજે તમે તમારા જીવનસાથીની નજીક આવશો. એકબીજા પ્રત્યે પ્રેમ જોવા મળશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધ આગળ વધારવાનો વિચાર કરશે. નવું વાહન ખરીદવાની સંભાવના વધી રહી છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.