જ્યોતિષ શાસ્ત્ર

30 ઓક્ટોબર 2020ના શરદપૂર્ણિમા શુભ મુહૂર્ત, પૂજા વિધી તેમજ તેનું ખાસ મહત્વ, માલામાલ થશો આ 5 કામ જરૂર કરજો

અશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં શરદ પૂર્ણિમાનું  મહત્વ ખાસ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂર્ણિમાની રાતને સૌથી ખૂબસૂરત માનવામાં આવે છે તેમજ પૂર્ણિમાની રાતે ભગવાન ધરતી ઉપર આવે છે. પૂર્ણિમાના રાતે અમૃતવર્ષા પણ થતી હોય છે. આજે આપણે પૂર્ણિમા તિથિ શુભ મુહૂર્ત તેમજ તેની પૂજા કરી હતી અને અમૃત વર્ષા વિશે જોઈશું.

શરદપૂર્ણિમા તેથી તેમના શુભ મુહૂર્ત:-

વર્ષ 2020માં શરદપૂનમનું વ્રત 30 ઓક્ટોબર શુક્રવારના દિવસે રાખવામાં આવે છે.

પૂર્ણિમા તિથિ શરૂ થશે 30 ઓક્ટોબર શુક્રવારે સાંજે 5:45 મિનિટ પર

પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે 31 ઓક્ટોબર  8:18 મિનિટ પર.

શરદપૂર્ણિમા પૂજા વિધિ :-

શરદપૂર્ણિમા ના દિવસે ઘણા બધા લોકો પરત ઉપવાસ રાખે છે. પૌરાણિક માન્યતા અનુસાર દેવી લક્ષ્મીજી નો જન્મ આ દિવસે થયો તેવું માનવામાં આવે છે.આ દિવસે કોજાગર પૂર્ણિમા, રાસ પૂર્ણિમા અને કૌમુદી વ્રત વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આદિવસે માતા લક્ષ્મીજી અને ચાંદની પૂજા કરવામાં આવે છે. માં લક્ષ્મીજીની પૂજા માટે માની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરી એક લાલ કપડા ઉપર મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ત્યારબાદ પૂજાની સામગ્રી માતાને અર્પિત કરવામાં આવે છે. લાલ પુષ્પ કપૂર વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે આ દિવસે લક્ષ્મી ચાલીસા લક્ષ્મી મંત્રનો જપ કરી પૂજા સંપન્ન કરવામાં આવે છે. રાત્રે ચંદ્ર ઉદય સમયે અધ્ય આપી પૂજા કરી ત્યારબાદ ભોજન ગ્રહણ કરવામાં આવે છે. તેમજ દૂધ પૌઆ નો પ્રસાદ ચંદ્રમાને અર્પણ કરવામાં આવે છે.

Image Source

શરદ પૂર્ણિમા નુ મહત્વ:-

શરદપૂર્ણિમા ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે વ્રત રાખવાથી બધાની દરેક મનોકામના પૂર્ણ થાય છે પૌરાણિક કથા અનુસાર જો વિવાહિત સ્ત્રી આ વ્રત રાખે તો તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અને કુંવારી કન્યાઓ આ વ્રત રાખે તો તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે એ માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે આસમાનમાં અમૃત વર્ષા થાય છે. આદિવસે ચંદ્રના પ્રકાશમાં ઔષધિ ગુણ જોવા મળે છે જે સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી પરેશાનીઓને દૂર કરે છે.

દૂધપૌવા (અમૃત ખીર)નું રહસ્ય:-

શરદપૂર્ણિમાના રાતે ગાયના દૂધથી બનાવવામાં આવેલા આ દૂધપૌવા તેમજ ખીર ધાબા પર રાખી ચંદ્રનો પ્રકાશ પાડવામાં આવે છે એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે રાતે ચંદ્ર દેવ દ્વારા અમૃત વર્ષા થી દૂધપૌવા અમૃત જેવા થઇ જાય છે આ અમૃતને લઈને તેનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે જેનાથી સ્વાસ્થ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે એટલા માટે શરદપૂર્ણિમાના દિવસે દૂધપૌવા તેમજ ખીરનું અલગ જ મહત્વ છે.અને આ દિવસે દૂધપૌવા તેમજ ખીર અવશ્ય ખાવા જોઈએ.
શરદ પૂર્ણિમાના દિવસે તમે આ પાંચ કામ કરશો તો તમને માલામાલ થતાં કોઈ નહિ રોકી શકે.

1. સફેદ ફૂલ જેવા કે સફેદ ગુલાબ, ચંપા, ચમેલી, ચાંદની કુમિદીની, સફેદ મોતી, સફેદ ફળ, સફેદ ચમકવાળા વસ્ત્રો, સફેદ અનાજ જેવા કે ચોખા, સફેદ મીઠાઈ જેમ કે ખીર વગેરે સફેદ વસ્તુઓ ચંદ્રમા અને ભગવાન શ્રી કૃષ્ણે અર્પણ કરો.

2. લક્ષ્મી માતાજીને પીળી અને લાલ રંગની સામગ્રી ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થશે.

3. મોરના પીંછાને વાંસળીની અંદર બાંધી પૂજા કરવાથી પણ ધનલાભ થશે.

4. ચોખ્ખા ઘીનો દીવો કરવો અને આ દિવામાં ચાર દિવેટ રાખવી જેના કારણે પણ ધનલાભ થવો સંભવ છે.

5. ઘરના પાણીયારામાં માતાજીનો વાસ હોવાના કારણે ત્યાં સાથિયો બનાવવો.

Image Source

આ પાંચ કામ કરવા સિવાય બે મંત્રોના જાપ કરવા પણ આવશ્યક છે.

ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः
ભાગવત પુરાણમાં કહ્યા અનુસાર જો તમે પોતાના ભાગ્ય અને સૌભાગ્યને બદલવા માંગતા હોય તો શરદ પૂર્ણિમાના દિવસે આ મંત્રનો જાપ કરો. ચાંદીના પાત્રમાં દૂધ અને માખણ ભેળવી આખી રાત મંત્રનો જાપ કર્યા કરવાથી ભાગ્યમાં પલટો આવી શકે છે.

Image Source

“पुत्र पौत्रं धनं धान्यं हस्त्यश्वादिगवेरथम् प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मे।”
આ મંત્રનો જાપ કરવાથી પણ સૌભાગ્ય અને આશીર્વાદ મેળવી શકો છો.

કહેવાય છે કે આ રાત્રે માતા લક્ષ્મી સ્વર્ગ લોકથી પૃથ્વી પર આવે છે અને આ રાતે મહાલક્ષ્મીને જે પણ વ્યક્તિ રાતે જાગતા નજરે પડે છે સાથે સાથે જે વ્યક્તિ તેમની પૂજામાં માંથી ધ્યાન કરે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા થાય છે.માતા લક્ષ્મીજીને સોપારી ખૂબ પસંદ છે.એટલે તમારે સોપોરીને તેમની પૂજામાં રાખવી જોઇએ.

Image Source

પૂજા પછી સોપારી પર લાલ નાડાછડી લપેટીને તેની પર ચોખા, કંકુ, ફુલથી પૂદા કર્યા બાદ તિજોરીમાં રાખી લેવાથી ધનમાં ક્યારેય ઘટાડો થતો નથી. આ રાત્રે દેવો કે દેવ મહાદેવને પણ ખીરનો ભોગ કરવો જોઇએ. તેની સાથે ખીરને પૂનમની રાતે છત કે ધાબા પર મૂક્યા બાદ તે પ્રસાદ બાંટી દેવો જોઇએ અને પોતેએ પણ પ્રસાદ લેવો જોઇએ. આવું કરવાથી ક્યારેય ધનમાં ઘટાડો થતો નથી.