જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

30 મે 2019 અપરા એકાદશી આ ઉપાયો અવશ્ય કરો, તેમજ તુલસીથી આ એક ઉપાય અવશ્ય કરો

અપરા એકાદશીને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે વર્ષ 2019માં અપરા એકાદશીનું વ્રત 30 મે 2019ના દિવસે આવે છે. આ વ્રત જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે આવે છે. શાસ્ત્રોમાં આ વ્રતને સમસ્ત પાપોને નષ્ટ કરનારું વ્રત તરીકે ઓળખવામાં આવે છે તેમજ વ્યક્તિને ધન વૈભવ પ્રદાન કરવાવાળું પણ આવે છે. અપરા એકાદશી વ્રત શુભ મુહૂર્ત મહત્વ પૂજા વિધિ તેમજ આ દિવસે કયો ઉપાય કરવાથી તમને લાભ થશે જુઓ…

Image Source

અપરા એકાદશી શુભ મુહૂર્ત:-

  • વર્ષ 2019માં મહિનામાં આવવાવાળી અપરા એકાદશી 30 મેના દિવસે આવે છે.
  • એકાદશી તિથિ અરમ 29 મે બુધવારે સાંજે 3:21 મિનિટ પર.
  • એકાદશી એકાદશી તિથિ સમાપ્ત 30 મે 2019 સાંજે 4:38 પર.

અપરા એકાદશીનું મહત્વ:-

પ્રાચીન માન્યતા અનુસાર એવુ કહેવામાં આવે છે કે આ વ્રત કાર્તિક મહિના સ્નાન અને દાનનું મહત્વ છે. તેવી જ રીતે અપરા એકાદશીના વ્રતના દિવસે વ્યક્તિને તે પ્રાપ્ત થાય છે. અપરા એકાદશીનું વ્રત યજ્ઞ કરવાથી, તેમજ સુવર્ણ દાન કરવા બરાબર મળે છે. આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરે છે તેને ધન-ધાન્યની ક્યારે પણ ખોટ પડતી નથી.

Image Source

અપરા એકાદશી પૂજા વિધિ:-

એકાદશીનું વ્રતના પૂજા પાઠ કરવા માટે વિશેષ મહત્વ છે આ દિવસે ઘરમાં સાફ સફાઈ કરવી સાથે સાથે મનની સ્વચ્છતાનુ પણ ધ્યાન રાખવુ. આ પરત રાખે છે તે લોકો નિયમોનું પાલન કરવું જોઈએ તેમજ આ દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ તેમજ શ્રી હરિ વિષ્ણુનુ પૂજન કરવુ. તેમજ ભગવાનની પૂજા અર્ચના કરવી. અને તેમને ભોગ ચઢાવો.

Image Source

અપરા એકાદશી વ્રત ઉપાય:-

શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે બધી એકાદશીનો અલગ જ મહત્વ હોય છે પ્રત્યેક એકાદશી તિથિના દિવસે વિશેષ ઉપાય કરવાથી તેનું ફળ પ્રાપ્ત થાય છે.

1) એકાદશીના દિવસે ગાયના દૂધમાં કેસર નાખીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી લાભકારી માનવામાં આવે છે.

2) એકાદશીના દિવસે ધન પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીનું પૂજન કરવાથી ધન લાભ થશે.

3) અપરા એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થશે તેમજ સમૃદ્ધિ પ્રદાન થશે.

Image Source

4) એકાદશીના દિવસે પીપળા આગળ જળ ચડાવવું અત્યંત લાભકારી માનવામાં આવે છે માન્યતા છે કે પીપળામાં વિષ્ણુ ભગવાનનો વાસ રહેલો છે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા તેમજ અભિષેક કરવા અને પરિક્રમા કરવાથી વિષ્ણુ ભગવાનને વિશેષ કૃપા અને મનોકામના પ્રાપ્ત થાય છે.

5) એકાદશી તિથિના દિવસે તુલસીના છોડ ગાયના ઘીનો દીવો કરવાથી તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી. વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેમજ તુલસીની માળા ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી વ્યક્તિને મનચાહ્યું ફળ પ્રાપ્ત થાય છે.

6) આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઇને અન્નદાન કરવું તેમ જ ગરીબોને દાન આપવુ પ્રભાવશાળી માનવામાં આવે છે.

Image Source

7) ભગવાન વિષ્ણુને પિતાંબરધારી કેહવામાં આવે છે એટલા માટે એકાદશીના દિવસે પીળા વસ્ત્ર પીળા રંગના ફૂલ અર્પણ કરવું જોઈએ તે વ્યક્તિને મનોકામના પૂર્ણ થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks