આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 30 માર્ચ 2020

0

મેષ – અ, લ, ઈ
પૈસા સંબંધિત કોઈ વાતમાં આજે તમારી સાથે વિશ્વાસઘાત થઇ શકે છે. લોટરી, શરતી સ્કીમો અને શેર કોમોડિટી સાથે જોડાયેલ મિત્રોને આર્થિક નુકશાન થઇ શકે છે. પારિવારિક જીવન થોડું ડામાડોળ રહેશે. પરિવારમાં સંપ લાવવા તમારે જ મહેનત કરવી પડશે. પિતા તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે સારો સમય વ્યતીત કરી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે, લાંબા સમયથી ચાલી રહેલ બીમારીમાં રાહત મળશે. વેપારી મિત્રોને ધનલાભ થશે. પૈસા કમાવવા માટે સમય વધુ અનુકુળ થશે, આવકમાં વધારો થશે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી
વૃષભ – બ, વ, ઉ
બીજાની ઇચ્છાઓ અને માંગણીઓ પૂર્ણ કરવામાં ક્યાંક તમારી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ ક્યાંક દબાઈ ના જાય. તમે મહેનત કરો અને ઈમાનદારીથી કરો તો અને તો જ તમે બધું મેળવી શકશો. તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો. તમારા વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્ર કે સ્વજનને દુઃખ ના પહોચે તેનું ધ્યાન રાખજો. આજે સાંજનો સમય ઘરમાં ઓચિંતા મહેમાનની પધરામણી થશે જેના કારણે તમારો મુડ સારો થઇ જશે જુના દિવસોને યાદ કરીને તમારી સાંજ બની જશે. દિવસના અંતે તમારી કોઈ ભૂલની માફી માંગી લેજો. મન પરનો ભાળ તમે તમારા જીવનસાથી સાથે ઉતારી શકશો. આજની રાત સૌથી સુંદર બની જશે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની
મિથુન – ક, છ, ઘ
પ્રોપર્ટી સાથે જોડાયેલ અમુક સ્કીમમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો, તમને ધનલાભ થશે. પરિવારમાં ખુશીઓ જળવાઈ રહેશે. નવી ઊર્જા અને શક્તિ તમને મહેસુસ થશે. આજે વિદ્યાર્થી મિત્રોએ તેમના ખરાબ અને ખોટી સંગત વાળા મિત્રોથી દૂર રહેવાની જરૂરત છે. કોઈપણ નિર્ણય કરતા પહેલા જે તે વિષયે સંપૂર્ણ જાણકારી લેવી અને ભવિષ્યમાં તેનાથી થવાવાળા ફાયદા અને નુકશાનની ચકાસણી કરવી. નોકરી કરતા મિત્રોને વધારાની આવક વધારવા માટેના અનેક રસ્તાઓ મળશે. અમુક મોટી નામના વાળા વ્યક્તિ સાથે મુલાકાત તમને ભવિષ્યમાં ફાયદો અપાવશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો
કર્ક – ડ, હ
તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. આજે અમુક જુના સંબંધો તાજા થશે અને માતા પિતા તરફથી સારા સમાચાર મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ
સિંહ – મ, ટ
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો
કન્યા – પ, ઠ, ણ
વધારાના પૈસા કમાવવા માટે અનેક સોર્સ મળશે. સંતાન સંબંધિત ચિંતા વધી શકે છે. તમારી વાત આજે તેઓ સમજી શકશે નહિ, યોગ્ય સમયની રાહ જુઓ અને પછી શાંત મને તેમને સમજાવો. કફ અને ઉધરસ જેવી તકલીફ આજે તમને હેરાન કરશે. ઉપરી અધિકારી અથવા બોસ તમારા કામથી ખુશ હશે. જીવનસાથીની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. કોઈપણ અજાણ્યા કે જાણીતા મિત્રોના વાદ વિવાદમાં પડશો નહિ. તમારે તમારા ખર્ચ પર કાબુ કરવાની જરૂરત છે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી
તુલા – ર, ત
આજે કોઈપણ નિર્ણય એકલા હાથે લેશો નહિ તમારા માતા પિતા અથવા વડીલમિત્રોની સલાહ લેવાનું રાખજો. આજે કોઈ ગરીબને મદદ કરજો તમારી ખુશીઓમાં વધારો થશે. વડીલ મિત્રોએ આજે પોતાનું સ્વાસ્થ્ય સંભાળવું, કોઈપણ દવા લેવાનું ચુકી ના જવાય એ ધ્યાન રાખો. આજે મહિલા મિત્રો માટે પણ સારો દિવસ છે તમારા જીવનસાથીનો પુરતો સપોર્ટ મળશે. આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. કાર્યક્ષેત્રમાં આજે અનેક નવી તકો ઉભી થશે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગ્રે
વૃષિક – ન, ય
આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો
ધન – ભ, ધ, ફ, ઢ
આજે ઘરમાં થોડી હલચલ વધુ રહેશે તમારાથી નાના કે મોટા દરેક વ્યક્તિને માન આપો તમારાથી કોઈ ભૂલ ના થાય એની આજે ખાસ તકેદારી રાખજો. તમારી એક નાનકડી ભૂલ તમારા જુના સંબંધોને બગાડી શકે છે. કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનો આગ્રહ રાખો. જો તમે ઘણા સમયથી કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી કરી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
મકર – જ, ખ
આજે તમારા દરેક કામનો અંત થશે. તમે કરેલી આટલા સમયની મહેનત રંગ લાવશે, પણ કામમાં એટલા પણ ગળાડૂબ ના રહેતા કે ઘર અને પરિવારના લોકોનું ધ્યાન રાખવાનું ભૂલી જવાય. તમારા કામથી દરેક લોકો ખુશ થશે પણ તમારા વાણી અને વર્તનના કારણે તમારા પ્રિયજનો તમારાથી દુઃખી થઇ જશે. પૈસાની જેટલી વધારે આવક થશે ખર્ચ પણ એટલો જ વધશે. દુરના અને ના ઓળખતા લોકો પાછળ વધારાનો ખર્ચ કરવાનું ટાળો. સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો
કુંભ – ગ, શ, સ
દરેકના જીવનમાં એક સમય એવો આવે છે જયારે તેમને જાણ થાય છે કે કોણ તેમનું પોતાનું છે. તમારા જીવનમાં આજનો દિવસ ખુબ મહત્વનો સાબિત થશે. આજે તમે એક મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તમારા સાચા મિત્ર તમારી મદદ કરશે. આજે પરિવારનો સહકાર મળશે. સાંજના સમયે તબિયત બગડવાના યોગ છે. નોકરી કરતા મિત્રોને ટૂંક સમયમાં સારી કંપનીમાંથી ઓફર આવશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી
મીન – દ, ચ, જ, થ
આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. પ્રેમીઓ માટે સારો દિવસ છે એકબીજા સાથે સમય પસાર કરવાનો મૌકો મળશે. વિદ્યાર્થી મિત્રોનું ભણવામાં મન લાગશે નહિ. આજે રસ્તા પર વાહન ચલાવતા તકેદારી રાખવી.
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

નોકરી-ધંધો – આ વર્ષે તમને ધનલાભનો સારો યોગ છે. એવા ઘણા ચાન્સ તમને મળશે જ્યાં તમે રોકાણ કરીને તમારું ભવિષ્ય બનાવી શકો. ઓફિસમાં પણ તમારા નવા વિચારોને આવકાર મળશે. બધા તમારાથી ખુશ થશે, તમારા સાથી કર્મચારી અને ઉપરી અધિકારીની સલાહ સુચન લેવાનું રાખજો. તેમના સૂચનથી વિશેષ ફાયદો મળશે.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે પરિવારમાં કોઈને બીમારી થવાના યોગ છે તો અત્યારથી જ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. નિયમિત કસરત, ખાવા પીવામાં યોગ્ય જાળવણી વગેરે બાબતોનું ધ્યાન રાખીને તેમાંથી બચી શકશો.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.