આજના સમયમાં વધતું વજન આપણા બધાની જ માટે એક સમસ્યા બની ચૂક્યું છે. એક સંશોધન અનુસાર, દુનિયામાં દર 100માંથી 40 લોકો આ સમસ્યાથી ઝૂઝી રહયા છે. વધતા વજનથી હાર્ટએટેક, ખરાબ રક્ત સંચાર, શરીરની કમજોરી, વગેરે સમસ્યાઓ થવા લાગે છે. જે ઘણીવાર જીવલેણ સાબિત પણ થાય છે. એમ તો આજકાલ બજારમાં એવી ઘણી પ્રોડક્ટ્સ મળે છે કે જે ચપટીમાં જ વજન ઓછું કરવાનો દાવો કરે છે પણ એના નુકશાન પણ ઘણા હોય છે. એટલે જ લોકો વજન ઘટાડવા માટે જિમ જાય છે.
લોકો જિમમાં ખુબ પરસેવો વહાવે છે, જેથી તેઓ વજન ઘટાડી શકે. પણ ઘણા મહિનાઓ સુધી લોકો જિમમાં જાય છે માત્ર અમુક જ કિલો વજન ઉતારવા માટે. પણ એક 17 વર્ષની છોકરીએ દરેકને હેરાન કરી દીધા છે. કારણ એ છે કે તેમણે જિમમાં ગયા વગર જ 9 મહિનામાં 30 કિલો વજન ઉતારી લીધું હતું. છોકરીનું નામ સૃષ્ટિ છે, જે એક સમયે 74 કિલોની હતી. મેદસ્વિતાને લીધે સૃષ્ટિ પોતાની ઉંમર કરતા વધારે મોટી દેખાતી હતી.

જિમમાં ન જવાને બદલે કર્યું આ:
સૃષ્ટિને જિમ જવું ગમતું ન હતું, માટે તેણે દોડવાનું, ઝડપથી ચાલવાનું અને દોરડા કૂદવાનું શરુ કર્યું. જયારે પણ તેનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે તો તે ફિટનેસ એક્સપર્ટ પાસે જતી અથવા જાતે જ અમુક વિડીયો જોઈને પોતાનું મનોબળ વધારી દેતી હતી. તે રોજ દિવસમાં 4 કલાક વ્યાયામ કરતી હતી.
કેવો હતો ડાયેટ પ્લાન:
- બ્રેકફાસ્ટ-ઉપમા, પૌઆ, ઈડલી ખાવાનું શરૂ કર્યું.
- લંચ-રોટલી શાક અને દહીં.
- ડિનર-તે રોજ સાંજે પણ જમતી હતી અને ગળ્યું ખાવાનું ખુબ જ ઓછું કરી નાખ્યું હતું.

શું કરવાનું બંધ કર્યું:
તે રાતે 8 વાગ્યા પછી ભોજન લેતી ન હતી. રાતે તે લો કેલેરીવાળો ખોરાક જ લેતી હતી. ઓછું પાણી પીવાંની આદત બદલી નાખી. દિવસમાં 3થી 4 લીટર પાણી પીતી હતી. સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ, ઓઈલી ફૂડ ખાવાનું બંધ કરી દીધું. તેણે આ બધું એકદમથી નહીં પણ ધીમે ધીમે શરૂ કર્યું. જોંગિગની વાત કરીયે તો અડધા કલાકથી શરૂ કરીને તે 1થી 2 કલાક સુધી જોગિંગ કરતી હતી. આ જ શેડ્યુલને તે સવાર-સાંજ રિપીટ કરતી હતી.
હવે વજન ન વધે તેના માટે કરે છે આ કામ:

જો કે વધુ વજન ઓછું થવાને લીધે ડોકટરે તેને અન્ડરવેટ જણાવી હતી, જેને કારણે તેણે પોતાની હાઈટના હિસાબે થોડું વજન વધાર્યું અને હાલ એનું વજન માત્ર 52 કિલો છે. તેનાથી વધુ વજન ન વધે તેના માટે તે જેટલી પણ કેલરી લે છે તેને પછીના દિવસે બર્ન કરી લે છે. રોજનું જોગિંગ કરવાનું છોડ્યું નથી. રાતે પણ તે હળવો ખોરાક જ લે છે. કોઈક દિવસ જો તેણે સાંજનું હેવી ભોજન લઇ લીધું તો તે પછીના દિવસે મહેનત કરીને તેને બર્ન કરી લે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks