ખબર

ભારતમાં કોવિડથી 42,000 લોકોના મૃત્યુ થયા તો પણ સારા સમાચાર આવ્યા કે…

કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાનું સંક્ર્મણ દિવસે-દિવસે વધી રહ્યું છે. તો બીજી તરફ ભારત કોરોના મામલે વિશ્વમાં ત્રીજા નંબર પર છે. ભારતમાં કોરોનાનો આંકડો 20 થી લાખથી વધુ છે. તો મૃત્યુ આંકમાં વધારો થયો છે તો આ વચ્ચે એક સારા સમાચાર પણ છે.

Image source

ભારતમાં કોરોનાના ટોટલ કેસ 20,90,000 છે. કોરોના જેવી મહામારીને કારણે ભારતમાં 35,003 મૃત્યુઆંક પહોંચી ગયો છે. તો આ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે, કોરોનાને મ્હાત આપનારની સંખ્યામાં વધારો થયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 14,29,000 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ સામે આવ્યા અને 779 લોકોના મૃત્યુ થયા છે.

Image source

કોરોના મામલે પ્રથમ સ્થાને અમેરિકા છે જેમાં કોરોનાના 45 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. બીજા નંબર પર બ્રાઝિલ છે. જેમાં અત્યાર સુધી 25 લાખથી વધુ કેસ આવ્યા છે. ત્રીજા નંબર પર ભારત છે જેમાં 15લાખથી વધુ કોરોનાના કેસ આવ્યા છે.

Image source

દેશમાં મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જેમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 4 લાખથી વધુ છે. કોરોનાને કેસને જોતા મહારાષ્ટ્ર સરકાર દ્વારા 31 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. પરંતુ 5 ઓગસ્ટથી મોલ્સ અને માર્કેટ કોમ્લેક્સને સવારે 9 થી 7 સુધી ખોલવાની મંજૂરી આપી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.