ખબર

વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે મોટી દુર્ઘટના સર્જાઇ, 30 ફૂટનું નિર્માણાધીન ડાયનાસોર પડી ગયું અને…

વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓને આકર્ષવા માટે 30 ફૂટ ઊંચુ મહાકાય ડાયનોસોરની પ્રતિમા બનાવવામાં આવી રહી હતી. આ ડાયનોસોરની પ્રતિમા ગઇકાલે પડી ગઇ છે. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીનાં સમાચાર મળી નથી રહ્યાં. મહત્વનું છે કે આવા 3 ડાયનોરની પ્રતિમા બનાવવામાં આવી રહી છે.

ચેન્નાઇથી કારીગરો બોલાવી ફાયબર મટીરીયલથી આ ડાયનાસોર બનાવતા હતા. જેથી જંગલ સફારીનું સાચું હોય એવું લૂક લાગે. પહેલો બનેલો ડાયનાસોર અચાનક પગ પાસેથી તૂટી જતા જમીનમાં ધરાસાય થયો પણ જોકે સદનસીબે પ્રવસીઓની કોઈ ટુરિસ્ટ હાજર ન હતું તો કોઇ મોટી દુર્ધટના થઇ નથી. આ ઘટના બાદ બધાના મનમાં પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પાસે 30 જેટલા પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. આગામી 31મી ઓક્ટોબરનાં રોજ આ નિર્માણાધીન પ્રોજેક્ટોનાં શુભારંભની વિચારણા થઇ રહી છે.

વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ્ યુનિટી પાસે હાલમાં જુરાસિક પાર્ક બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં અહીંયા નર્મદા ડેમ સાઈટ જતાં ડાબી તરફ્ ફાઈબરમાંથી એક મહાકાય ડાયનાસોર ઊભું કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે તે પડી જતાં ડાયનાસોર લોકોને તેની કામગીરી અંગે અનેક શંકાઓ ઉભી છે.