આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 30 ડિસેમ્બર 2019

0
Ads

1. મેષ – અ,લ,ઈ (Aries):
વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગ્રે

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
વૃષભ – બ, વ, ઉ
જો તમે તમારી જાતનું જ મહત્વ નહિ સમજો તો બીજા લોકો પણ તમને ઇગ્નોર જ કરશે. તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો. તમારા જુના મિત્રો અને પરિવારજનો તરફથી સપોર્ટ મળશે. આજથી કોઈ નવું કામ કરવું હોય તો શરુ કરી શકો છો, સફળતા તમને જરૂર મળશે. આજે સંતાનોને તમારી મદદની જરૂરત છે. લોકો સામે તમારી વાત યોગ્ય રીતે જાહેર કરો. નોકરી કરતા મિત્રોના કામમાં આજે વધારો થશે તો ચિઢાયા વગર તમારું કામ ઈમાનદારીથી કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તામારે તમારા ગુસ્સા પર કાબુ રાખવાનો છે. જે પણ મિત્રો તમારી સાથે લાંબા સમયથી કોન્ટેક્ટમાં નથી તેમનો સંપર્ક કરો અને તેમની સાથે વિતાવેલા જુના દિવસો યાદ કરો. આજનો દિવસ તમારા માટે ભારે છે ઘરમાં કે ઓફિસમાં કોઈપણ સાથે વાદ વિવાદમાં ઉતરશો નહિ. આજે તમારા કામમાં કોઈ કમી ના રહે તેની તકેદારી રાખજો. ખુબજ ધીરજ અને શાંતિથી આજનો દિવસ પસાર કરો.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer):
આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio):
જો તમે આજે કોઈ જગ્યાએ રોકાણ કરવા માટેનો વિચાર કરી રહ્યા છો તો આજે સોના અને ચાંદીમાં કે પછી લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો. આજે નોકરી કરતા મિત્રો માટે પણ સારો દિવસ છે. આજે કોઈપણ અગત્યના નિર્ણયમાં તમારા જીવનસાથી અને તમારા વડીલોની સલાહ લેવાનું ચુકતા નહિ. આજે ગૃહિણીઓ માટે પણ યોગ્ય દિવસ છે જેઓ પોતે ઘરેથી કોઈ કામ કરવા માંગે છે તેમની માટે સારી તક આવશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે નાની નાની વાતો તમને પરેશાન કરી મુકશે તો કોઈપણ જાતના તાણ વગર દરેક લોકો સાથે વાત કરો. તમારી વાણી અને વર્તન પણ કાબુ રાખો, કોઈને દુઃખ થાય અને પછી પસ્તાવો કરવો એવું ના બને. આજે જે મળ્યું છે એનાથી ખુશ થાવ. દરેક વાતે કોઈની ભૂલ કાઢવી એવો સ્વભાવ બદલી નાખો. આજે માતા પિતા તરફથી તમને ધનલાભ થવાના યોગ છે. રોકાણ કવા માટેનો યોગ્ય સમય છે. જે પણ ફિલ્ડમાં પૈસા રોકો તો જે તે વિષયના અનુભવી પાસેથી સલાહ લેવાનું રાખજો.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી

7. તુલા – ર,ત (Libra):
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
જો તમને લોકોની વાતોમાં વચ્ચે બોલવાની કે પછી કોઈના ઝઘડામાં પડવાની આદત છે તો છોડી દેજો, ક્યાંક તમારી માટે અનેક મુસીબત ઉભી ના થાય તેની તકેદારી રાખજો. આજે તમને ચાહનાર વ્યક્તિ તમારી સમક્ષ આવશે, આજની સાંજ તમારા જીવનની યાદગાર સાંજ બની રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો પણ સાથે કોઈ લાલ રંગમાં લપેટાયેલી ગીફ્ટ લઈને જજો. આજે પૈસા કમાવવા માટેની અનેક તક આવશે તો ભવિષ્યમાં તમને કેટલો ફાયદો થવાનો છે એ જોઇને પૈસાનું રોકાણ કરજો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગ્રે

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

10. મકર – જ, ખ (Capricorn):
ઘણા સમયથી અટકેલા પૈસા પરત મળશે. જયારે જયારે પૈસા તમારી પાસે આવે છે તો તમે તેને વધારાના અને ફાલતું કામમાં વ્યર્થ કરો છો આજે તમારે પૈસા ખર્ચ કરવા માટે વિચારવાનું છે. જો બચત કરવા માંગો છો પણ પૈસા ટકતા નથી તો મંદિરમાં ભગવાનના ફોટો પાછળ લાલ કપડામાં થોડા ચોખા બાંધીને મૂકી દેજો. સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. જે મિત્રો સંતાનપ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેમના જીવનમાં પણ ખુશીઓ આવશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
લોકો ઉપર બહુ જલદી ભરોસો ના કરવાના સ્વભાવના કારણે તમને મુશ્કેલી થશે. તમારા જીવનસાથી તરફથી જોઈતો સહયોગ નહિ મળે. મિત્રો સાથે તમારી મુશ્કેલીઓ શેર કરો ત્યારે ભૂલથી તમારી કોઈ ખાનગી વાત જાહેર ના થાય તેની તકેદારી રાખજો. ઓફિસમાં આજે તમે આપેલી સલાહથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને અનેક નવા પ્રોજેક્ટ મળી શકશે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.
નોકરી-ધંધો – આ વર્ષે આવકના અનેક રસ્તાઓ તમારી સામે આવશે. જો નોકરી કરતા મિત્રો પોતાનું પ્રમોશન કરાવવા માંગે છે તો તેમણે તમારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ રાખવાના રહેશે. ઓફિસમાં કોઈને તમારા વ્યવહારથી દુખ પહોંચે નહિ તેની તકેદારી રાખવી.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષમાં દિવાળીના સમયમાં પરિવારજનોને નાની નાની સરપ્રાઈઝ આપવાનું રાખજો. જો કોઈપણ સાથે મતભેદ કે મનભેદ થયો હોય તો સામે ચાલીને માફી માંગી લેવી. આ વર્ષના અંતિમ સમયમાં તમને તમારા મિત્રો પરિવારજનો અને જીવનસાથી તરફથી સારા સમાચાર મળતા રહેશે. તમારી દરેક ખુશીમાં દરેક મિત્રોને સામેલ કરજો. મિત્રો અને પરિવારજનોથી જ તમારું જીવન છે. બધાને સરખું મહત્વ આપો તમારાથી તેમનું મન અને હૃદય ઘવાય નહિ તેનું ધ્યાન રાખજો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.