30 ઓગસ્ટ 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે તમારી ખુશીઓમાં વધારો થશે, તમારા મિત્રો અને પરિવારજનો સાથે એ ખુશીને ઉજવો. તમારે આજે થોડો ખર્ચ કરવો પડશે. તમારા નજીકના કોઈ વ્યક્તિને તમારે પૈસા ઉધાર આપવા પડશે પણ તેમાં જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા મતલબ તમારાથી અપાય એટલા જ પૈસા આપજો. ક્યાંક એવું ના થાય કે તેનું કામ બનાવવામાં તમારું કામ બગડી જાય. માતા પિતા આજે તમારા કાર્ય થી ખુબ ખુશ હશે. આજની રાત તમને તમારા લગ્નની રાતની યાદ આપવશે. જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. સમય સાથે ચાલવા માંગો છો તો અપડેટ થાવ.
શુભ અંક : ૨
શુભ રંગ : કાળો
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારી મુલાકાત એવા લોકો સાથે થશે જે તમને તમારા બાળપણની યાદ અપાવશે. તમારા મામાના ઘરે વિતાવેલા દિવસો યાદ કરીને આનંદ થશે. આજે તમારા બાળકો સાથે અટેચમેન્ટ વધશે. ઓફિસમાં આજે તમારા દ્વારા આપવામાં આવેલા નવા આઈડીયાથી તમારા બોસ તમારાથી ખુશ થશે અને તમને પ્રમોશન આપશે. મહિલા મિત્રો આજે સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખજો. બાળકો સાથે સમય વિતાવાથી તમારો દિવસભરનો થાક ઉતરી જશે બની શકે તો બાળકોને ભણવામાં મદદ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
4. કર્ક – ડ,હ (Cancer):
આજે અફવાઓથી દૂર રહેવું સમાચારની કે વાતની પુરતી ખાતરી ના કરો ત્યાં સુધી કોઈપણ ઉતાવળે નિર્ણય લેશો નહિ. આજે કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આવે તો આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ પૈસા ડૂબવાના ચાન્સ વધુ છે. આજે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાના યોગ છે તો કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થશો નહિ. જુના મિત્રો સાથે વાત કરીને તમારો દિવસ બની જશે. આજે કામના સ્થળે તમારી ઓળખ બનશે અને તમારા કામની નોંધ લેવાશે જેનાથી તમને નજીકના ભવિષ્યમાં ખુબ ફાયદો થશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો. આજે દિવસના અંતે કોઈને કોઈ સારા સમાચાર મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ
5. સિંહ – મ,ટ (Lio):
આજે તમને ખબર પડશે કે તમને સાચો પ્રેમ કોણ કરે છે. કોઈની વાતોથી ગેરમાર્ગે દોરતા નહિ અને કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ આગળ વધારતા પહેલા પુરતી તપાસ કરજો. આજે તમને પ્રેમના નામે દગો મળે તેવી શક્યતાઓ છે એટલે તમે સાવચેત રહેજો. કોઈ ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત જ તમને આજે નુકશાન કરશે. આવા સમયમાં થોડો સંયમ રાખો અને સમય અનુકુળ આવે તેની રાહ જુઓ. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
નોકરી અને ઘરની જવાબદારીમાંથી આજે થોડો સમય કાઢીને તમારો શોખ જે બહુ પહેલા છૂટી ગયો છે એ આજે ફરી જાગૃત કરો. આજે તમારી છુપાયેલી કળા લોકો સમક્ષ આવશે જેના લીધે ઘણા લોકો તમારી વાહ વાહ કરશે. આજનો દિવસ આનંદમાં વ્યતીત કરો. જે મિત્રો લાંબા સમયથી પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેમને આજે છોકરી / છોકરો જોવા જવાનો યોગ છે. આજે દિવસના અંતે આખા દિવસનો થાક તમને માથાનો દુખાવો આપશે. પણ આજના દિવસની ખુશીના કારણે તમે દરેક દર્દ ભૂલી જશો. આજનો થોડો સમય બાળકો સાથે વિતાવો.
શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે
7. તુલા – ર,ત (Libra):
અત્યારનો સમય તમારા જીવનનો ખૂબ સુંદર સમય છે આજે તમે મિત્રો સાથે મન ભરીને ફરી શકશો અને તમારું મન પણ હળવું કરી શકશો. આજે વાહન સાથે દુર્ઘટના બનવાના યોગ છે તો રસ્તા પર સતર્ક રહેજો અને રસ્તો ઓળંગતી વખતે ખાસ ધ્યાન આપજો. આજે તમે જીવનસાથીથી દૂર હશો પણ તમે મિત્રો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે રોજ કરતા સામાન્ય દિવસ રહેશે. પૈસા રોકવા માટેની અનેક તક આવશે તમારી સામે પણ કોઈપણ નિર્ણય કરતા પહેલા તેમાંથી ભવિષ્યમાં કેટલું નુકશાન અને ફાયદો થવાનો છે તેની પુરતી ચકાસણી કરજો. આજે બહુ પહેલા કરેલી કોઈ ભૂલ તમારી સામે આવશે. તેની અસર તમારા વર્તમાન જીવન પર પડશે. તમારા મિત્રોની સલાહ અને મદદથી તેમાંથી તમે આસાનીથી બહાર આવી જશો. આજે તમારા જીવનસાથી અને પરિવારજનો તરફથી પુરતો સહયોગ મળશે. દિવસનો અંત શાંત સંગીત સાંભળીને કરો.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
નોકરી કરતા મિત્રોને તેમના કામમાં સફળતા મળશે. સફળતાના શિખર પર હશો એવું તમને ફિલ થશે. જો તમે કોઈ નોકરી બદલવાનો પ્લાન બનાવી રહ્યો છો તો તમને સારા ચાન્સ મળશે. તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે. શેર, લોટરી અને વગેરે જેવા કામથી તમે વધુ પૈસા બનાવી શકશો. આજે તમારે વધારા અને નાહકના ખર્ચ પર કાબુ રાખવાનો છે. આર્થિક તંગીને કારણે પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવી સહકે છે. આજે સાંજનો સમય સારી રીતે વીતી શકશે, આજે સાંજનો સમય પરિવાર સાથે હસી ખુશી મનાવી શકશો.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી
10. મકર – જ, ખ (Capricorn):
આજે બહુ મોટી ખુશખબરી તમારી માટે રાહ જોઈ રહી છે જેના લીધે ઘરમાં તહેવાર જેવું વાતાવરણ રહેશે. આજે બહુ નાહકનો અને વધારાનો ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો. આજે પરિવારમાં દરેક સભ્ય તમારા દરેક કામની સરાહના કરશે. તમારો આખો દિવસ આજે ખુશનુમા જશે. જીવનસાથીનો અદ્ભુત અને ના જોયેલો સ્વભાવ આજે તમને જોવા મળશે. આજની સાંજ પરિવાર અને બાળકો સાથે શાંતિથી વિતાવો, જૂની અને ના ગમતી વાતો પરિવાર સમક્ષ કરશો જ નહિ. આજની રાત તમને તમારા લગ્નજીવનની પહેલી રાત જેવી બની રહેશે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
વેપારી મિત્રોને કોઈની મદદથી વેપાર વધારવામાં મદદ મળશે. બીજાને ઉધાર આપેલા પૈસા પરત મળશે. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે હોમ હવન કરવાનો પ્રસંગ બનશે. જીવનસાથી સાથે આજે સારો સમય વિતાવી શકશો. આજે પ્રેમીઓ માટે અનુકુળ દિવસ છે. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આજે સાંજના સમયે મગનું સેવન કરો. વિદેશ ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. વેપારમાં ધારી નહિ હોય એવી સફળતા મળશે. આજે તમારા શત્રુઓ અને વિરોધીઓને પરાજય મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
જે પણ મિત્રો નવો વેપાર કે નવી નોકરી શોધી રહ્યા છે તેમની માટે આજનો દિવસ બહુ સારો જશે. સારી સારી જગ્યાએથી તમને ઓફર આવી શકે છે. પૈસા કમાવવા માટેના સ્ત્રોત વધશે અને સાથે ખર્ચ પણ વધશે તો તમે જે પણ ખર્ચ કરો તેમાં વધારાની અને બિનજરૂરી વસ્તુઓ લેવાઈ જાય નહિ તેની સાવધાની રાખશો. તમારા પરિવારના દરેક સભ્યને આજે તમારા પર ગર્વ થશે. આજે મિત્રો સાથે બહાર જવાનો પ્લાન બનાવી શકો છો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here