ખબર

ગુજરાતમાં કોરોનાના મોતના તાંડવ વચ્ચે આવ્યા રાહતના સમાચાર

છેલ્લા એક મહિનાથી આખા ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે એવામાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 14,605 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 173 દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જ સારા સમાચાર એ છે કે 10,180 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

છેલ્લા એક મહિનાથી આખા ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે એવામાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 14,605 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 173 દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જ સારા સમાચાર એ છે કે ગુજરાતમાં આ મહામારી સામે યુદ્ધ જીતનારા લોકોની સંખ્યામાં એટલે કે સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 10,180 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. હાલમાં રાજ્યમાં રિકવરી રેટ 73.72 ટકા છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ટોટલ 96,94,,767 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસિકરણ પૂર્ણ થયું છે. 23,92,499 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ કુલ-1,20,87,266 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 142046 છે. 613 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 143433 લોકો સ્ટેબલ છે. અત્યારે સુધીમાં 418548 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 7183 દર્દીનું નિધન થયું છે.

ગુજરાતમાં વેક્સિનેશન ફૂલ જોશમાં ચાલી રહ્યું છતાંય બીજી બાજુ પરિસ્થિતિ બેફામ દેખાઈ રહી છે છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ સિટીમાં બધાથી વધુ 5391 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 48 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1737 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 274 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 645 કેસ, જ્યારે ગ્રામ્યમાં 267 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 621 કેસ અને ગ્રામ્યમાં 42 કેસ નોંધાયા છે.