શાસ્ત્રોમાં એકાદશી વ્રત ખૂબ જ મહત્વ માનવામાં આવે છે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી વરૂથિની નામ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2019માં વરૂથિની એકાદશી 30 એપ્રિલ 2019 મંગળવારના દિવસે આવે છે.
પ્રાચીન માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા કરવામાં આવે છે. એકાદશીના દિવસે અમુક ઉપાયો કરવાથી તમારા દરેક કષ્ટ દૂર થાય છે. અને તમને તમારા જીવનમાં ખૂબ જ યશ માન-સન્માન પ્રાપ્ત થાય છે.

વરુથિની એકાદશી વ્રત તિથિ તેમજ શુભ મુહૂર્ત:-
- વર્ષ 2019 વરુથિની એકાદશીનું વ્રત 30 એપ્રિલ મંગળવારના દિવસે આવે છે.
- એકાદશી તિથિ આરંભ :- 29 એપ્રિલ 2019 સોમવાર 22:40 મિનિટ પર
- એકાદશી તિથી સમાપ્ત:- એક મે 2019 બુધવાર 12:18 મિનિટ પર.
એકાદશી વ્રત પૂજા વિધિ:-
વરુથિની એકાદશીને વરૂથિની અગિયારસના નામ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે.
જે લોકો અગિયારસ કરે છે તે લોકોએ દસમ તિથિના દિવસથી વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ. સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરી ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવી જોઈએ સાથે વ્રત કથા સાંભળવી.

અને જો સંભવ હોય તો રાત્રે જાગરણ કરવું અને બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી દાન-દક્ષિણા આપી વ્રત પારણ કરવું જોઈએ.
એકાદશીના દિવસે કરવામાં આવેલા મહા ઉપાયો:-
ઘણા બધા લોકોની ભગવાનનો ખુબ જ આસ્થા હોય છે જેના કારણે તે લોકો વ્રત રાખે છે અને ભગવાનની પૂજા અર્ચના કરે છે. વ્રતનું અલગ જ મહત્વ અને ફળ હોય છે. વરુથિની એકાદશીના દિવસે સફળતા સુખ સમૃદ્ધિ મેળવવા માટે ચમત્કારી ઉપાયો…
તુલસીનો મહા ઉપાય:-
ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. જો વરુથિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસીની માળા અર્પિત કરવામાં આવે તો તમને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને ધનની કમી ક્યારેય નહીં આવે.

શંખનો મહા ઉપાય:-
એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને ભગવાન વિષ્ણુને અભિષેક કરવાથી તમારા જીવનમાં દુર્ભાગ્ય ક્યારેય નહીં આવે. અને દુર્ભાગ્યમાંથી સૌભાગ્ય તરફ જશો.
પીપળાના ઝાડનો મહા ઉપાય:-
વરુથિની એકાદશીના દિવસે પીપળાને જળ ચડાવવુ અત્યંત લાભકારી માનવામાં આવે છે. કારણકે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ છે. એકાદશીના દિવસે પીપળાની પૂજા કરવી જલ અભિષેક કરવો. અને પરિક્રમા કરવી જેથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

પીળા રંગનો મહા ઉપાય:-
પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. પ્રાચીન માન્યતા અનુસાર વ્યક્તિ વરુથિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પીળુ ફળ, પીળું વસ્ત્ર અર્પણ કરી દાન કરવુ. આ મહા ઉપાયથી તમને અક્ષય પુષ્યની પ્રાપ્તિ થાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks