રોજ કરો આ Yummy વેજીટેબલ સૂપનું સેવન, પેટની ચરબીને ઘટાડવામાં કરશે ઘણી મદદ

0
Advertisement

અમે તમને એવા સૂપ વિશે બતાવવા જય રહ્યા છીએ. જે ટેસ્ટમાં છે બેસ્ટ ને સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરશે. શું શાકભાજી તમને તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે ? તો એનો જવાબ તમે તરત જ હા માં આપશો. તો આજે અમે શાકભાજીમાથી જ બનતા વેટલોસ સૂપ કેમ બનાવવું એની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યાં છીએ. આમ જોવા જઈએ તો ઘણાં સૂપના ટેસ્ટ પીવામાં બોરિંગ લાગે છે. પરંતુ આજે અમે જે સૂપ બતાવવા જઈ રહ્યાં છીએ એ સૂપ તો ટેસ્ટમાં પણ મજેદાર છે. અને સાથે સાથે તમારું વજન પણ ઓછું કરવામાં તમને હેલ્પ કરશે.

ફેટ બર્નિંગ સૂપ :

તમને જે પણ શાકભાજી પસંદ હોય એ બધી જ શાકભાજી તમે આ સૂપ બનાવવામાં ઉપયોગ કરી શકો છો. આ સૂપ વજન ઓછું કરવામાં સૌથી બેસ્ટ સૂપ માનવામાં આવે છે.

સામગ્રી :

 • 4 મધ્યમ કદની ડુંગળી
 • 3 નંગ, ટામેટાં
 • એક નાની કોબીઝ
 • 1, લીલું, કેપ્સિકમ
 • 1. કોથમીર,

રીત :

આ બધી વસ્તુઓને નાના નાના ટુકડાઓમાં કાપી અને તેને એક પેનમાં મૂકો. એમાં એટલું પાણી ઉમેરો કે જેથી બધી જ સામગ્રી પાણીમાં ડૂબી જાય.

તે પછી તે શાકભાજી બ્યુલોન(Bouillon) અને સિઝનીંગ(Seasoning) આ બંને વસ્તુઓ નાખો અને ઢાંકી દો. (આ બંને વસ્તુઓ સરળતાથી માર્ક મળી આવશે).

ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ફૂલ ગેસ પર કુક કરો.

થોડીવાર બાદ ગેસને ધીમી આંચ પર કરી દો ને ત્યાં સુધી બધી શાકભાજીને ઉકાળો જ્યાં સુધી બધી જ શાકભાજી બફાઈ ન જાય.

શાકભાજી બફાઈ ગયા બાદ એમાં હબ્સ પાઉડર ઉમેરીને હલાવો. તો તૈયાર છે સૂપ, એક બાઉલમાં કાઢીને ગરમા ગરમ સર્વ કરો.

ઇટાલિયન ઝીરો :આ સૂપ બનાવવા માટે જોઈતી સામગ્રી :

 • 2 મોટી, ડુંગળી
 • થોડું આદુ
 • 2 તુરાઈ. I
 • ફર્નલ બલ્બ
 • 1 ઉમરચું
 • લીલી અને લાલ કોબીઝ થોડી વધારે માત્રામાં,
 • 300 ગ્રામ, પાલક
 • 3 નંગ , ટામેટાં
 • ¼ ચમચી, લાલ મરચું
 • 1 ચમચી, જીરું અને ઓર્ગેનો
 • 2 કે 3 તુલસીના પાન
 • સ્વાદાનુસાર નમક ને કાલી મિર્ચ
  રીત :

આ બધી જ સામગ્રીને એક પેનમાં બાફવા મૂકી દો, જ્યારે બધી જ શાકભાજી બફાઈ જાય એટ્લે એક બાઉલમાં કાઢી સર્વ કરો.

ફ્લાવરનું સૂપ :આ સૂપનું સેવન ખૂબ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

સામગ્રી :

 • સમારેલી ડુંગળી,
 • ઓલિવ ઓઈલ,
 • આદું,
 • સમારેલું બટાકું,
 • સમારેલું ફ્લાવર,
 • પ્યોર ક્રીમ,
 • ચિકન સ્ટોક

રીત :
સૌ પ્રથમ લસણ આબે ડુંગળીને સમારી લો. ત્યારબાદ એમાં બટાકું, ફ્લાવર અને સ્ટોક મિક્સ કરીને નાફી લો.

જ્યારે બધી જ સામગ્રી બફાઈ જાય પછી એમાં ક્રીમ નાખીને થોડું ઉકાળો. તો બની ગયો તમારો ગરમા ગરમ સૂપ ..

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here