અમદાવાદમાં મોટી દુર્ઘટના : કન્ટ્રક્શન સાઈટ પર 3 શ્રમિક 13મા માળેથી પટકાતા મોત, અંદરની તસવીરો આવી ગઈ સામે

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Construction site accident in Ahmedabad : ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતે મોતની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી આવો મામલો સામે આવ્યો, જેમાં સરખેજ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ અને ત્રણ લોકોના મોત થયા. ઝવેરી ગ્રીન કન્સ્ટ્રકશન સાઈટ પર 13મા માળેથી નીચે પટકાતા 3 શ્રમિકો મોતને ભેટ્યા.

અમદાવાદમાં કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના
જો કે, તેમને સરવાર માટે સહયોગ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમને મૃત જાહેર કરાયા. આ દુર્ઘટના ગત મોડી રાતની છે. પાલક તૂટવાને કારણે મોડી રાત્રે મજૂરો 13માં માળેથી નીચે પટકાયા હતા. જો કે, આ ઘટના બાદ એવા સવાલ ઉઠી રહ્યા છે કે, મોડી રાતે સાઈટ પર કામ કરવાની પરમીશન હતી કે કેમ? અને સેફ્ટીનું ધ્યાન રખાયું હતું કે કેમ.

13મા માળેથી પટકાતા 3 શ્રમિકનાં મોત
હાલ તો આ મામલે પોલિસે તપાસ શરૂ કરી છે અને મૃતક શ્રમિકોના મૃતદેહોને પીએમ માટે ખસેડાયા છે. જણાવી દઇએ કે આ પહેલા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટી ગઇ હતી,

ગત વર્ષે બનેલી આ ઘટનામાં 7 શ્રમિકો કે જે સાઈટ પર કામ કરી રહ્યા હતા તે મોતને ભેટ્યા હતા. આ ઘટનાને લઇને ભારે હડકંપ મચી ગયો હતો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina