ગાડીએ રીક્ષા વાળાને મારી ટક્કર, રિક્ષાવાળો ઠોકાયો બાઈક વાળા સાથે પછી ગાડીની થઇ એવી હાલત કે… જુઓ કેમેરામાં કેદ થયેલી ઘટના

મગજનો અઠઠો થઇ જાય તેવું એક્સીડંટ: કારે રીક્ષા વાળાને મારી ટક્કર, રિક્ષાવાળો ઠોકાયો બાઈક વાળા સાથે અને…જુઓ વીડિયો

3 Vehicles Hit Each Other : તમે ક્યારેય જાણતા નથી કે રસ્તા પર ચાલતી વખતે શું થઈ શકે છે. તમે ગમે તેટલી સાવધાનીથી ચાલો, તમે સુરક્ષિત હશો તેની કોઈ ગેરેંટી નથી. કારણ કે ભારતમાં ગમે ત્યાંથી કોઈપણ આવી શકે છે! હા, અકસ્માતનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેણે ઈન્ટરનેટ જનતાને મૂંઝવણમાં મૂકી દીધી છે.

એક કાર રીક્ષાને ટકરાઈ, રિક્ષાએએ બાઇકને ટક્કર મારી… અને પછી કાર પલટી ગઈ. આ દુર્ઘટનાને સમજવા માટે લોકો એક વાર નહીં પણ વારંવાર વીડિયો જોઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના પુણેના પિંપરી-ચિંચવડ વિસ્તારમાં બની હતી. આ ક્લિપ 18 સેકન્ડ લાંબી છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે વ્યસ્ત રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા છે.

અચાનક એક કાર ચાલકે રીક્ષા ચાલકને ટક્કર મારી. રીક્ષા ચાલક પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને એક તરફ ભાગવા લાગે છે જેના કારણે તે બાઇકચાલકને ટક્કર મારે છે. ત્રણેય વાહનો રોડ ડિવાઈડર સાથે અથડાયા હતા. બાઇક ચાલક નીચે પડે છે. રીક્ષા અટકી જાય છે. જ્યારે કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત લોકોમાં મૂંઝવણમાં છે કે તે કેવી રીતે બન્યો.

આ વીડિયો @Madan_Chikna નામના હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું – હું શરત લગાવું છું કે તમે આ વીડિયો બે વાર જોશો. અત્યાર સુધી આ વીડિયોને લખો લોકો જોઈ ચુક્યા છે. તો ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી, એક વ્યક્તિએ કહ્યું “આ કેવી રીતે થયું? બીજાએ લખ્યું- આ કાર માલિકની ભૂલ છે. જ્યારે એક વ્યક્તિએ લખ્યું- બે વાર નહીં, વારંવાર જોવું પડશે.

Niraj Patel