ખબર

2019ના છેલ્લા દિવસે આ દેશમાં એક સાથે જોવા મળ્યા 3 સુરજ, લોકોમાં કુતુહુલતા- જુઓ વિડીયો

સામાન્ય રીતે આપણે દરરોજ એક જ સૂરજ જ જોઈએ છીએ. વિદેશમાં ઘણીવાર સૂરજ જોવા પણ નથી મળતો. પરંતુ શું તમે કયારે પણ જોયું છે કે, એક સાથે ત્રણ સૂરજ જોવા મળે ? આચંકો લાગ્યો ને પણ આ વાત સાચી છે. આવો જાણીએ સમગ્ર ઘટના વિષે.

ચીનના શહેર Fuyuમાં 2019ના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે એક સાથે 3 સૂરજ જોવા મળ્યા હતા. Fuyuના શહેરના લોકો પણ ખુદ હેરાન થઇ ગયા હતા. જયારે બધા લોકોએ સવારે ઉઠીને જોયું તો 1 નહીં પરંતુ 3 સૂરજ જોવામળયા હતા.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, 31 ડિસેમ્બરે અહીંના લોકોને એક સાથે 3 સૂરજ જોવા મળ્યા હતા. 31 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે અસલી સૂરજની ડાબી અને જમણી બાજુ 2 અન્ય સૂરજ જોવા મળ્યા હતા. જે વચ્ચેના સૂરજથી મોટા હતા. આ દ્રશ્ય લગભગ 20 મિનિટ સુધી જોવા મળ્યું હતું.

એક સાથે ગાયબ થતા પહેલા આ ત્રણેય સૂરજ 20 મિનિટ સુધી આકાશમાં જોવા મળ્યા હતા. તમે વિચારી રહ્યા હશો કે, આખરે આ કેવી રીતે થયું હશે ? એક સાથે ત્રણ સૂરજ કેવી રીતે નજરે આવી શકે ? આ એટલા માટે થયું હતું કે, આકાશમાં દેખાતા 2 સૂરજ અસલી ના હતા એક વૈજ્ઞાનિક ઘટનાને કારણે જોવા મળ્યા હતા.

Image Source

જણાવી દઈએ કે, એકસાથે 3 સૂરજ ‘સન ડોગ’ના કારણે જોવા મળ્યા હતા. આ એક પ્રાકૃતિક ઘટના છે. બરફના ક્રિસ્ટલ માધ્યમથી લાઈટના રિફ્લેક્ટ થવાને કારણે સન ડોગ બની જાય છે. ચીનના મોસમ વિશ્લેષકનું કહેવું છે કે, આ એક વાયુ મંડલીય ઘટના છે.

Image Source

આ રીતનો સન ડોગ ત્યારે જ જોવા મળે છે જયારે કોઈ જગ્યાનું તાપમાન માઇન્સ 20 ડિગ્રી હોય. ફક્ત તાપમાન જ નહીં પરંતુ સન ડોગની અવસ્થા સૂર્યાસ્ત અથવા સૂર્યોદય વખતે ઉત્પન્ન થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.