નાની તો મારા કાળજાનો કટકો હતી, જાણો પત્ની અને 2 દીકરીઓને ગુમાવનાર વ્યક્તિનું દુ:ખ, તસવીરો કરી દેશે ભાવુક

એક્સ MLA એ એવો અકસ્માત કર્યો કે પત્ની અને બે બે દીકરીઓના થયા મોત, બિચારા પતિનું હૈયાફાટ રુદન જોઈને આજુબાજુના બધા રડી પડ્યા

કેટલાક સમય પહેલા સોજિત્રા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં મિસ્ત્રી પરિવારનાં માતા અને બે પુત્રી તેમજ બોરિયાવીના બે કાકા-બાપાના પુત્રો અને રિક્ષા-ડ્રાઈવર સહિત કુલ છ લોકોના મોત નીપજ્યાં હતાં. ત્યારે જે મિસ્ત્રી પરિવારના માતા અને બે પુત્રીના મોત થયા હતા તે બાબતે ઘરના મોભી વિપુલભાઇ મિસ્ત્રીએ કહ્યુ- ‘મારું તો ઘર જ બંધ થઈ ગયું. હવે ઘરમાં પગ મૂકું તો વેરાન લાગે છે. મારી તો દુનિયા જ ના રહી. મારી આગળ-પાછળ કોઈ રહ્યું જ નથી. અમે સાથે મળીને ઘણાં સપના જોયા હતા.

તેમણે આગળ જણાવ્યુ કે, તે અને તેમની પત્ની વીણા 25 વર્ષથી સાથે હતા અને એટલી બધી યાદો છે કે શું કહું ? તેઓ તેમની દીકરી વિશે વાત કરતા કહે છે કે, મોટી દીકરીને એન્જિનિયર બનીને ફોરેન જવું હતું અને નાની દીકરી જિયા તો કાળજાનો કટકો હતી,’ આ બોલતા બોલતા તો તેમના ગળે ડૂમો ભરાઈ આવ્યો. તેઓ કહે છે કે, નાની દીકરી જિયાને કેડબરી આપી અને રિક્ષાચાલક યાસીનભાઈને મસાલો ખવડાવ્યો. પછી પત્નીને ઘરની ચાવી આપીને હું બાઈક પર તારાપુર જવા નીકળ્યો અને તેઓ ઘરે જવા નીકળ્યા,

પણ મને ક્યાં ખબર હતી કે મારા પરિવાર સાથેની આ મારી છેલ્લી મુલાકાત છે.’ રક્ષાબંધનના દિવસે એટલે કે 11 ઓગસ્ટના રોજ આણંદના સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના જમાઈ પર મૃતકના પરિવારજનોએ નશાની હાલતમાં હોવાનો આક્ષેપ પણ લગાવ્યો. આ અકસ્માતમાં વિપુલભાઈ મિસ્ત્રીનાં પત્ની વીણાબેન અને તેમની બે દીકરીઓ જાનવી અને જિયાનાં કરુણ મોત નીપજ્યાં હતાં.

પત્ની અને બે દીકરી ગુમાવનાર વિપુલભાઈ મિસ્ત્રીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, ‘મારે બે દીકરીઓ જાનવી અને જિયા હતી. દીકરો તેમને હતો નહિ, મોટી દીકરીને IELTSના ક્લાસ કરીને વિદેશમાં ભણવા મોકલવી હતી. તેમનો દીકરોએ તેમની દીકરી જ હતી. તેઓ કહે છે કે, એક બ્યૂટી પાર્લરની સંસ્થામાં તેની 1,30,000 રૂપિયા ફી તેમણે ભરી હતી. જેનું આ 15મીએ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ પણ આવવાનું હતું. મોટી દીકરી જાનવીએ બે વર્ષ ડિપ્લોમા પણ કર્યું હતું, જેમાં તે બન્ને વર્ષે ફર્સ્ટક્લાસ આવી હતી. જ્યારે નાની દીકરી જિયા ડ્રોઈંગમાં નંબર વન હતી.

તેમની પત્નીએ બંને બાળકો અને ઘરને એકદમ સારી રીતે સંભાળ્યુ અને બંને દીકરીઓને ઊંચા લેવલ પર લઇ આવી. આ અંગે ભત્રીજા સાગર મિસ્ત્રીએ જણાવ્યું કે ‘પરિવાર સોજીત્રા ખાતે રહે છે. કાકા વિપુલભાઈ વ્યવસાયે સુથારીકામ કરે છે અને કાકી ઘરે સીવણકામ કરતા. તેમનું ઘર ભાડાનું હતુ અને 20 વર્ષિય જાનવીએ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું. તેને સિવિલ એન્જિનિયર બનવું હતું. 14 વર્ષિય જિયાને ડૉક્ટર બનવું હતું.

વિપુલભાઇના ભત્રીજાએ જણાવ્યુ કે, તેમની મમ્મી ઘણા સમયથી બેડ રેસ્ટ પર છે અને જયારે જિયા ઘરે આવતી ત્યારે કહેતી કે મોટા મમ્મી હું મોટી થઈને ડોક્ટર બનીશ અને તમારી સારવાર કરીને તમને ઉભા કરી દઈશ.’ તેમણે કહ્યું, આરોપી એટલો નશામાં હતો કે તેની પત્ની ઘરે હતી છતાં તેને ઘટનાસ્થળે શોધતો હતો. તેને કોઈ જાતની સેન્સ જ નહોતી.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina