મોટાભાગે ઇન્જેક્શનનું નામ આવતા જ લોકો ગભરાઈ જતા હોય છે, ખાસ કરીને બાળકો. બાળકોને ઇન્જેક્શનનું નામ પડતા જ રડવું આવી જતું હોય છે અને ઇન્જેક્શન લગાવતી વખતે ડોક્ટરોને પણ ખુબ મથામણ કરવી પડતી હોય છે. ઘણીવાર તો બાળકોને પકડી પણ રાખવા પડતા હોય છે ત્યારે જઈને ઇન્જેક્શન લગાવવું શક્ય બને છે.
જો કે આ બાબત બાળકોમાં સામાન્ય છે, પણ જો તમને જાણવા મળે કે કોઈ વૃદ્ધ વ્યક્તિએ ઇન્જેક્શન લગાવતી વખતે આવો કારનામો કર્યો તો તમને કેવું લાગશે! એવી જ ઘટના એક 80 વર્ષની વિદેશની રહેનારી વૃદ્ધ મહિલા સાથે બની છે.
આ મહિલાએ ઇન્જેક્શન લગાવતી વખતે એવું કંઈક કર્યું કે તેને જોઈને લોકો પણ હસી હસીને લોટપોટ થઇ રહ્યા છે.ઇન્જેક્શન લગાવતી વખતે આ વિદેશી મહિલા જોર જોરથી બૂમ પાડવા લાગે છે, ખાસ વાત એ પણ છે કે મહિલાને અન્ય ત્રણ સ્વાસ્થ્યકર્મીઓએ પકડી રાખી હતી ત્યારે જઈને તેને ઇન્જેક્શન લગાવી શકાયું હતું.

વીડિયો ઇન્સટાબોલિવુડ નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં 15 લાખથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે અને લોકો શાનદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને જોઈને હસી હસીને લોટપોટ થઇ ગયા છે.
તમે પણ જુઓ વૃદ્ધ મહિલાનો આ ફની વીડિયો….
View this post on Instagram