પાટણમાં CMના બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યા હતા મહિલા કોન્સ્ટેબલ અને પતિનું અકસ્માત મોત, એક બાળકીએ પણ જીવ ગુમાવ્યો

ૐ શાંતિ ૐ શાંતિ એક બાળકીએ પણ જીવ ગુમાવ્યો, પાટણમાં CM બંદોબસ્તમાંથી પરત ફરતા મહિલા કોન્સ્ટેબલ-પતિ સહિત 3ના કાર અકસ્માતમાં મોત

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

3 people died in an accident in Patan : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે.  આવા અકસ્માતના કારણે કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે. મોટાભાગના અકસ્માત લોકોના બેફિકરાઈ ભરેલા ડ્રાઈવિંગના કારણે થતા હોય છે. ત્યારે હાલ એક અકસ્માતની ઘટના સમી-રાધનપુર હાઇવે પરથી સામે આવી છે. જેમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે જયારે 9 જેટલા લોકો ઘાયલ થયા છે.

CMના બંદોબસ્તમાં ફરજ બજાવવા ગયા હતા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં યોજાઈ રહેલા CMના કાર્યક્રમમાં બંદોબસ્તમાં મહિલા કોન્સ્ટેબલ રેખાબેન દેસાઈ ફરજ બજાવવા માટે ગયા હતા. પોતાની ફરજ પુરી કરીને તે તેમના પતિ સાથે સ્વીફ્ટ કારમાં પોતાના ઘરે સાંથલી ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન જ તેમની કાર સમી-રાધનપુર હાઇવે પર આવેલા વરણા ગામ નજીક ખોડિયાર હોટલ પાસેથી પ્રસાર થતી હતી ત્યારે ગોઝારીયા તરફ જઈ રહેલી એક ઇકો કાર સાઠહે જબરદસ્ત ટક્કર થઇ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ઇકો કાર સાથે થઇ ટક્કર :

ટક્કર એટલી જબરદસ્ત હતી કારના પણ ફૂરચા નીકળી ગયા અને કારમાં સવાર રેખાબેન તેમજ તેમના પતિ વિષ્ણુભાઈનું મોત નીપજ્યું. આ ઉપરાંત ઇકો કારમાં રહેલી એક 2 મહિનાની માસુમ બાળકી કાવ્યાનું પણ ઘટના જ સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય 9 લોકોને ઇજા પણ પહોંચી છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાંથી એક મહિલાની હાલત વધુ ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદ રીફર કરવામાં આવ્યા, જયારે 8 જેટલા લોકોને ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા છે.

માસુમ બાળકી સાથે કોન્સ્ટેબલ અને તેમના પતિનું મોત :

તો આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 108 મારફતે ઘાયલોની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા જયારે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 3 લોકોના મોતના કારણે અરેરાટી મચી ગઈ હતી. મૃતક રેખાબેન મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરજ બજાવવા ગયા હતા અને તેમને મોત મળ્યું. આ સાથે તેમની સાથે રહેલા તેમના પતિ અને ઇકો કારમાં રહેલી માસુમ બાળકી પણ મોતને ભેટી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel