જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 3 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 6 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. માનસિક તણાવને કારણે કામમાં વિઘ્ન આવશે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે.
મહેનત કરવાથી જ કોઈ ઈચ્છા રાખવી જોઈએ. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન તણાવ મુક્ત રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ ઘણો રોમેન્ટિક રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે જેનાથી મનમા ખુશી થશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. તમારી ક્રિએટિવિટીથી તમે કોઈના દિલમાં ખાસ જગ્યા બનાવશો. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ તણાવપૂર્ણ રહેશે. કામને લઈને આજનો દિવસ મધ્યમ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામ પર ધ્યાન આપો જેનાથી કામમાં સફળતા મળશે અને સારું પરિણામ મળશે. સરકાર તરફથી કોઈ ફાયદો મળી શકે છે. જમીન સાથે જોડાયેલા મામલામાં દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજે તણાવથી દૂર રહેશે અને એકબીજા પ્રત્યે સમજણ વધશે. પરિણીત લોકોના જીવન માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને સારા પરિણામ મળશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. મનમાં ખુશી રહેશે. કામમાં સફળતા મળશે. તમે તમારા અધિકારથી કામ કરશો જેનાથી તમારું માન વધશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ તણાવપૂર્ણ રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધની કોઈ કમીને દૂર કરવાની કોશિશ કરતા નજરે આવશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે.સ્વાસ્થ્ય સારું રહેશે.આજે કોઈ વાતને લઈને માનસિક તણાવ મહેસુસ કરશો. કામને લઈને દિવસ સારો રહેશે. ભાગ્ય પ્રબળ હોવાને કારણે કામમાં સફળતા મળશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં થોડો તણાવ રહેશે આમ છતાં સંબંધમાં રોમાન્સ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં એકબીજા સાથે તણાવ ના રહેવાથી એકબીજા પ્રત્યે સન્માન રહેશે જેનાથી સંબંધ મજબૂત રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે સાવધાની રાખવી પડશે. આજના દિવસે તમારી પ્રિય વ્યક્તિને એવું ના કહેવાય જાય જેનાથી સંબંધ બગડે. કામને લઈને દિવસ સારો છે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. માનસિક તણાવને ખુદ પર હાવી ના થવા દો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં બંને તણાવ દૂર કરવાની કોશિશ કરશે તો ફાયદો થશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે. એક બીજા સાથે સારો સમય વિતાવશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. વાદ-વિવાદ પૂરો કરવામાં સફળતા મળવાથી ખુશી થશે. તમે તમારા વિરોધીઓ પર ભારી પડશો. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. સંબંધમાં ક્રિએટિવિટી અને પ્રેમ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. માનસિક તણાવથી મુક્ત થશો. ઘરની ખુશી વિષે વિચાર કરજો. આજના દિવસે સંતાન પર વિશેષ ધ્યાન રાખવું પડશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. સાથે મળીને કંઈક નવું કામ કરવાની કોશિશ કરશો. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન સારું રહેશે. સંબંધમાં સમજદારીથી બધી મુશ્કેલીઓ હલ થશે. કામને લઈને દિવસ સારો રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રેહશે. તમારા મિત્રો તમારી માટે કોઈ પ્લાન બનાવશે. જમીન સાથે જોડાયેલા મામલામાં દિવસ સારો રહેશે. કામને લઈને અસમંજસની સ્થિતિ રહેશે આમ છતાં કામ થશે. આવક સારી રહેશે. ધાર્મિક કામ થશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશી મહેસુસ કરશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમને કોઈ જૂની સમસ્યાને લઈને તકલીફ થઇ શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારા પરિવાર સાથે ભવિષ્યનો વિચાર કરશો અને લગ્ન કરવાનું પણ વિચારી શકો છો. કામને લઈને દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે કોઈ વાતને લઈને ભાવુક થઇ શકો છો. પરિવારની સંપત્તિમાં વધારો થશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં તમને ફાયદો થશે. કામને લઈને તમારો અનુભવ અને મહેનત કામયાબ રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ કમજોર રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.