રાજકોટમાં હાર્ટ એટેકનો કહેર ! એક દિવસમાં 5 લોકોનો લીધો હ્રદયરોગના હુમલાએ ભોગ, જુઓ તસવીરો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Rajkot Heart Attack News : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી અનેક લોકોના હાર્ટ એટેકથી મોતના સમાચાર સામે આવતા રહે છે. યુવાઓના પણ હાર્ટ એટેકથી મોત થવાને કારણે લોકો ચિંતામાં મૂકાયા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાંથી હાર્ટ એટેકથી થતા મોતના કિસ્સા સતત સામે આવી રહ્યા છે અને આ સિલસિલો યથાવત પણ છે.

છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં બેભાન થયા બાદ યુવતી સહિત પાંચ જણાના મોત થયા હતા. માર્કેટીંગ યાર્ડ પાસે ભગીરથ સોસાયટીમાં ધારાબેન સિદ્ધરાજસિંહ સોલંકી પોતાના ઘરે બેભાન થયો હતો. બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

રાજકોટમાં હાર્ટ એટેકનો કહેર

ત્યારે હાલમાં જ ફરી એકવાર રાજકોટમાંથી ત્રણ લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાંની ઘટના સામે આવી છે. આ ત્રણ લોકોમાં એક તો યુવાન છે અને બે આધેડ છે. 26 વર્ષીય ગૌતમ વાળા એકાએક સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલ ખસેડાયો હતો, પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે તબીબોના પ્રાથમિક રિપોર્ટ અનુસાર તેનું મોત હાર્ટ-એટેકથી થયુ હોવાનું કહેવાય છે.

એક દિવસમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા

મૃતકને સંતાનમાં બે માસની દીકરી છે, જેણે આટલી નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી વાત કરીએ તો, 50 વર્ષીય દિલીપ સોલંકીને રાત્રે અઢી વાગ્‍યે એકાએક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેભાન થઇ ગયા હતા, જેને કારણે તેમને સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન વહેલી સવારે તેમનું મોત નીપજ્યું. દિલીપભાઇ પરિવારનો આધારસ્‍તંભ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે.

પરિવારમાં છવાયો માતમ

તેમનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયુ હોવાનું પોસ્‍ટમોર્ટમ બાદ ડોક્ટરે જણાવ્‍યું હતું. ત્રીજી વાત કરીએ તો, બોદુભાઇ જુસબભાઇ હમીરાણી તેમના પોતાના પુત્ર સાથે સવારે બાઇક પર બેસી શાપર વેરાવળ કામે જઇ રહ્યા હતા અને આ દરમિયાન શાપર ભૂમિ ગેટ બાબા ચોક પહોંચતાં જ તેમને ચાલુ બાઇકે છાતીમાં દુખાવો ઊપડ્યો.

તેમના પુત્રએ તરત જ 108 બોલાવી અને રાજકોટ સિવિલ હોસ્‍પિટલ તેમને ખસેડયા પણ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે છેલ્લા ઘણા સમયથી સતત રાજકોટમાં બનતી આવી ઘટનાઓથી લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે.

રાજકોટમાં ભગીરથ સોસાયટી-8માં રહેતી 21 વર્ષીય ધારાબેન સોલંકી ગઈકાલે બપોરના આશરે ત્રણ વાગ્યે પોતાના ઘરે હતા ને અચાનક જ ફળિયામાં ચાલતા ચાલતા પડી જતા બેભાન થયા. પરીવારના સભ્યોએ તાત્કાલિક સારવારમાં ખસેડી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. યુવતીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina