અમેરિકામાં ગુજરાતી પરિવાર સાથે ખેલાયો ખૂની ખેલ, દોહિત્રએ જ નાના, નાની અને મામાની કરી નાખી નિર્મમ હત્યા, જાણો સમગ્ર મામલો

આણંદના નિવૃત્ત PSI પોતાના દીકરા પાસે અમેરિકા ગયા અને ત્યાં દોહિત્રએ નાના, નાની સાથે મામાને પણ ઉતારી દીધા મોતને ઘાટ, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

3 members of the same family killed in USA : વિદેશની અંદર ગુજરાતીઓની હત્યા થવાના ઘણા મામલાઓ સામે આવે છે, ઘણીવાર વિદેશમાં લૂંટના ઇરાદે હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર અંગત અદાવતમાં પણ કોઈની હત્યા કરી દેવાના મામલાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલ એવી જ એક હત્યાનો મામલો અમેરિકામાંથી સામે આવ્યો છે, જ્યાં દીકરા પાસે ગયેલા માતા પિતાની દોહિત્રએ હત્યા કરી નાખી. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી હતી.

23 વર્ષના દોહિત્રએ ખેલ્યો ખૂની ખેલ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના બાકરોલ રોડ પર રહેતા નિવૃત PSI દિલીપભાઈ બ્રહ્નભટ્ટ તેમના પત્ની સાથે દીકરા પાસે અમેરિકા ગયા હતા. જ્યાં તેમનો દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ પણ રહેતો હતો. ઓમે પોતાના નાના નાની સાથે મામાની પણ હત્યા કરી નાખી. આ ઘટના મેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યુ જર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં બની હતી. ત્યારે આ મામલાને લઈને ન્યુયોર્ક પોલીસે 23 વર્ષીય દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટની ધરપકડ પણ કરી લીધી છે.

PSI સાથે તેમના પત્ની અને દીકરાની હત્યા :

દિલીપભાઈ બીલીમોરા પોલીસમાં સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને તેઓ પરિવાર સાથે આણંદના બાકરોલ રોડ પર રહેતા હતા અને તેમનો દીકરો અમેરિકામા રહેતો હતો. ત્યારે દિલીપભાઈ પણ તેમની પત્ની સાથે અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં રહેવા માટે ગયા હતા. પરંતુ તેમને ખબર નહોતી કે અમેરિકાની તેમની આ સફર તેમના જીવનની અંતિમ સફર બની જશે અને તેમનો દોહિત્ર જ તેમને મોતને ઘાટ ઉતારી દેશે.

પારિવારિક ઝઘડાના કારણે હત્યા :

આ મામલે એવું પણ સામે આવ્યું છે કે પરિવારમાં ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા. આ ઝઘડા કઈ બાબતને લઈને હતા તેના વિશેની હજુ કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ આ ઝઘડાના કારણે જ ગત સોમવારના રોજ દિલીપભાઈના દોહિત્ર ઓમે પરિવારના ત્રણેય સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામાં દિલીપ બ્રહ્મભટ્ટ, તેમના પત્ની બિંદુ બ્રહ્મભટ્ટ તથા તેમના દીકરા યશ બ્રહ્મભટ્ટની હત્યા કરી નાખવામાં આવી છે.

Niraj Patel